Rajkot: રાજકોટમાં રોગચાળાએ ઉંચક્યુ માથુ, દર્દીઓથી ઉભરાઈ સિવિલ હોસ્પિટલ, શરદી, તાવના કેસમાં વધારો-Video

Rajkot: રાજકોટમાં રોગચાળાએ ઉંચક્યુ માથુ, દર્દીઓથી ઉભરાઈ સિવિલ હોસ્પિટલ, શરદી, તાવના કેસમાં વધારો-Video

Ronak Majithiya
| Edited By: | Updated on: Oct 03, 2023 | 6:56 PM

Rajkot: રાજકોટમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વધ્યો છે. સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. શરદી, ઉધરસ, તાવ અને વાઈરલ ઈન્ફેક્શનના કેસમાં વધારો થયો છે. સિવિલમાં રોજના 200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે.

Rajkot: રાજકોટમાં દિવસે ને દિવસે રોગચાળામાં વધારો થતો જોવા મળી રહ્યો છે.  બેવડી ઋતુના કારણે વાઇરલ ઇન્ફેક્શન અને મચ્છરજન્ય રોગ વધી રહ્યા છે. માત્ર સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો, દરરોજના 200થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. હોસ્પિટલમાં દર્દીઓની કતાર લાગી છે. નાના બાળકોથી લઇ વૃદ્ધ સુધીના તમામ લોકોની ભીડ જોવા મળી રહી છે. બે ઋતુ ભેગી થવાના કારણે શરદી, ઉધરસ, તાવ અને વાઇરલ ઇન્ફેક્શનના કેસ વધ્યા છે. જો કે રાજકોટનું આરોગ્ય વિભાગ તમામ કામગીરી કરી રહ્યું છે.  મચ્છરોના બ્રીડિંગની પણ કામગીરી કરાઇ રહી છે. છતાં રોગચાળો યથાવત છે.

હાર્ટ એટેકથી વધુ બે લોકોના મોત

આ તરફ રાજકોટમાં હાર્ટ એટેકથી વધુ 2 લોકોના મોત નીપજ્યા છે. એક જ દિવસમાં હાર્ટ એટેકથી મોતના બે કેસ નોંધાયા છે. 34 વર્ષીય રાશીદ ખાનને હાર્ટ એટેક આવતા બેભાન અવસ્થામાં હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર બાદ તેમનું મોત થયું. તો બીજી તરફ ખોરણા ગામે રહેતા 45 વર્ષીય રાજેશ ભૂતનું હાર્ટ એટેકથી મોત થયું છે.

આ પણ વાંચો: Rajkot : કાગવડ ખોડલધામના બેનર હેઠળ રાજ્યભરમાં 35 સ્થળે કરાશે નવરાત્રીનું આયોજન, Video

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Oct 02, 2023 11:58 PM
g clip-path="url(#clip0_868_265)">