AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : સતત બીજા દિવસે રખડતાં ઢોરનો ત્રાસ, બે મહિલાઓને હડફેટે લીધા, ઢોર-તંત્ર મૂક પ્રેક્ષક !

રખડતાં ઢોર મામલે માલધારી સમાજે દોષનો ટોપલો મનપાની ઢીલી કામગીરી પર નાખ્યો છે. માલધારી સમાજના અગ્રણીઓના કહેવા પ્રમાણે શહેરમાં ઢોરનો ત્રાસ છે જે આખલાઓ છે.

Rajkot : સતત બીજા દિવસે રખડતાં ઢોરનો ત્રાસ, બે મહિલાઓને હડફેટે લીધા, ઢોર-તંત્ર મૂક પ્રેક્ષક !
stray cattle (File Image)
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 24, 2022 | 4:45 PM
Share

રાજકોટમાં સતત બીજા દિવસે રખડતાં ઢોરનો (Stray cattle) ત્રાસ સામે આવ્યો છે. RAJKOTના રૈયાધાર વિસ્તારમાં આવેલા સ્લમ ક્વાર્ટર નજીક બે આખલાઓ ઝધડો કરતા હતા ત્યારે બે મહિલાઓને હડફેટે લીધા હતા. કેશરબેન મુછડિયા અને ભાણીબેન મુછડિયા નામના મહિલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને સિવીલ હોસ્પિટલમાં (Civil Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પરિવારજનોના કહેવા પ્રમાણે બંન્ને મહિલાઓ તેના ઘર પાસે ઉભી હતી.ત્યારે આખલાઓએ બે મહિલાઓને હડફેટે લીધા હતા. પરિવારજનોના કહેવા પ્રમાણે બે મહિના પહેલા આ વિસ્તારમાં ઢોર પકડ પાર્ટી આવી હતી. પરંતુ ત્યારબાદ કોઇ ઢોર પકડવા માટે આવ્યું નથી.આ વિસ્તારમાં રખડતાં ઢોરનો ત્રાસ ખુબ જ વધારે છે. જેને લઇને યોગ્ય કાર્યવાહી કરવાની માગ પરિવારજનોએ કરી છે.

આખલાઓનો ત્રાસ છે અને તંત્ર ગાયોને પુરીને સંતોષ માને છે-માલધારી સમાજ

આ તરફ રખડતાં ઢોર મામલે માલધારી સમાજે દોષનો ટોપલો મનપાની ઢીલી કામગીરી પર નાખ્યો છે. માલધારી સમાજના અગ્રણીઓના કહેવા પ્રમાણે શહેરમાં ઢોરનો ત્રાસ છે જે આખલાઓ છે. પરંતુ મનપાના અધિકારીઓ આખલાઓને પકડવાને બદલે ગાયોને પકડી પાડે છે. માલધારી સમાજ પણ આખલાઓને પકડવા માટે સહયોગ આપશે તેવો દાવો કર્યો છે. મહત્વનું છે કે રાજકોટમાં માલધારી વસાહત અને એનિમલ હોસ્ટેલની વાત વર્ષોથી પેન્ડીંગ રહી છે ત્યારે માલધારી સમાજે માલધારી વસાહતની માગ કરી છે.

ગઇકાલે ઢોરની અડફેટે એક વૃદ્ધનું મોત થયું હતું

રાજકોટમાં રખડતાં ઢોરને કારણે મવડી મેઇન રોડ પર વિનુ મકવાણા નામના વ્યક્તિનું મોત નીપજ્યું હતું. રાત્રીના સમયે વિનુભાઇ મવડી મેઇન રોડ પરથી પોતાની બાઇક પર પસાર થઇ રહ્યા હતા. ત્યારે આખલા ડિવાઇડર ઓળંગીને વિનુભાઇને હડફેટે લીધા હતા. જેના કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. જે બાદ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

દર મહિને સરેરાશ 1 હજાર ઢોર પકડવાનો મનપાનો દાવો

રાજકોટ મહાનગરપાલિકા દર મહિને સરેરાશ એક હજાર જેટલા ઢોર પકડતા હોવાનો દાવો કરી રહ્યા છે. રાજકોટની ઢોર પકડ પાર્ટી દ્વારા દરરોજ બે શિફ્ટમાં બે અલગ અલગ ટીમો બનાવીને રખડતાં ઢોરને પકડી રહ્યા છે અને તેને ઢોર ડબ્બામાં અને ત્યાંથી પાંજરાપોળમાં મોકલવામાં આવી રહ્યા છે. જોકે આટલી કામગીરી કરવા છતાં પણ પરિસ્થિતિ ત્યાંની ત્યાં જ છે. રાજકોટના મેયર પ્રદિપ ડવે આ અંગે કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી રહ્યા છે અને રખડતાં ઢોર પકડાય તો તેના દંડની રકમ વધારવા અંગેનો નિર્ણય લેવામાં આવશે તેવો દાવો કરી રહ્યા છે.

આ પણ વાંચો : Rajkot : સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો દબદબો યથાવત, વિજય સખિયાને રા.લો. સંઘમાંથી દૂર કરાયા

આ પણ વાંચો : વિશ્વ ટીબી દિવસ :​​​​​​​ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત 

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">