AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન, વિંછીયા તાલુકામાં 4 તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી પુર ઝડપે

Rajkot: રાજકોટના વિંછીયા તાલુકામાં સુજલમ સુફલામ જળસંગ્રહ અભિયાન અંતર્ગત 4 તળાવોને ઉંડા કરવાની કામગીરી પુર ઝડપે ચાલી રહી છે. જેમા જસદણ અને વિંછીયા વિસ્તારમાં પાણી વિતરણ માટે 28 માઈક્રો ઈરીગેશન યોજનાઓ અને 8 કેનાલ કાર્યરત છે.

Rajkot: સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન, વિંછીયા તાલુકામાં 4 તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી પુર ઝડપે
Ronak Majithiya
| Edited By: | Updated on: Mar 18, 2023 | 6:09 PM
Share

રાજકોટના વિંછીયા તાલુકો સર્વાંગી વિકાસની દિશામાં હરણફાળ ભરી રહ્યો છે. ઓછો વરસાદ ધરાવતા આ વિસ્તારની જમીન કઠણ અને પથરાળ હોવાથી આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ ઓછો થઇ શકે છે. આ વિસ્તારમાં પાણી પુરવઠા વિભાગના યાંત્રિક વિભાગ દ્વારા વિવિધ જગ્યાઓએ તળાવોને ઊંડા કરવા તેમજ પાળાઓ મજબૂત કરવાનું કામ એકદમ ત્વરાથી કરવામાં આવી રહ્યુ છે. જસદણ વિંછીયા વિસ્તારમાં કૂલ 28 જેટલી માઈક્રો ઈરીગેશન યોજનાઓ કાર્યરત છે અને 8 જેટલી કેનાલ થકી આ વિસ્તારોમાં પાણી પુરુ પાડવામાં આવે છે.

વિંછીયાથી લગભગ 9 કિલોમીટરના અંતરે આવેલ જનડા ગામની અંદાજિત વસ્તી 3000ની છે. આ ગામના પાદરમાં આવેલ તળાવને ઊંડા કરવાનું કામ છેલ્લા 1 મહિનાથી સતત ચાલુ છે. અહીં નાના તળાવને વિસ્તારિત કરીને ઉંડાઇ વધારવાનું કામ કરવામાં આવી રહ્યુ છે. લગભગ 5 ફુટ જેટલી પાળ બંધાયેલ હતી, તેના ઉપર માટી નાંખીને પાળને લગભગ 13થી 15 ફૂટ ઉંચી કરવામાં આવી રહી છે. આ પાળ લગભગ 10 ફૂટ જેટલી પહોળાઇ સાથે મજબૂત રીતે પાણીને રોકી શકે તેવી છે. તળાવની કેપેસિટી 0.71 એમ.સી.એફ.ટી. હતી. જે આ કામ પૂર્ણ થયે લગભગ ત્રણ ગણી એટલે કે 2.10 એમ.સી.એફ.ટી. થશે.

જનડા ગામના સરપંચ સંજયભાઇ બાવળીયા જણાવે છે કે, લગભાગ 35-40 વર્ષ જૂના આ તળાવને ઊંડુ કરવાની અને પાળ મોટી કરવાની કામગીરી પ્રથમ વાર કરવામાં આવી રહી છે. ખોદકામથી નીકળતી માટી સરકારી મશીનરી દ્વારા ખેડુતોને મફતમાં ભરી આપવામાં આવે છે. ખેડૂતો સ્વખર્ચે દરરોજ લગભગ 200 ફેરા ટ્રેક્ટરના કરીને આ અમૂલ્ય માટી તેમના ખેતરમાં પાથરવા માટે લઇ જાય છે.

બે વર્ષથી આ વિસ્તારમાં ટપક પદ્ધતિથી વૃક્ષો ઉછરી રહ્યા છે. ચોમાસામાં તળાવ ભરાતાં આવતા વર્ષે ઉનાળુ પાક પણ લઇ શકાશે અને તળાવના પાણીને લીધે તળ ઉંચા આવતાં પીવાના પાણીમાં પણ લાભ થશે. હાથસણી, અમરાપુર, દેવળીયા, વગેરે આસપાસના ગામોના લગભગ 250 જેટલા ખેડુતોને આનાથી ફાયદો થશે.

જનડા ગામના ખેડુત મનસુખભાઇ જણાવે છે કે તળાવ ખોવાનીની કામગીરીથી અમને ખુબ ફાયદો થયો છે. સરકારી ખોદકામના મશીનોથી અમને દરરોજના 30 ટ્રેક્ટરથી 200 ફેરા જેટલી માટી મળે છે. જે હું મારી 7-8 વિઘા જમીનમાં પાથરૂં છું. મને કોઇ પણ જાતના ખર્ચા વગર માટી મળી જાય છે, જેનાથી મારી જમીનની ગુણવત્તા સુધરશે અને પાણી મળવાથી ઊપજ અને આવકમાં વધારો થશે.

દરેક જગ્યાએ બે બુલડોઝર અને બે ટ્રક તેમજ અન્ય જરૂરી મશીનરી દ્વારા સમગ્ર દિવસ દરમ્યાન આ કામ કરવામાં આવી રહ્યું છે. તળાવોમાંથી નીકળતો ફળદ્રુપ કાંપ ગામના ટ્રેક્ટરો વિનામુલ્યે ભરી દઇને ખેતરમાં ભરવા માટે ખેડુતોને આપવામાં આવી રહયો છે, જેથી તેમના ખેતરોની ફળદ્રુપતામાં વધારો થઈ શકે. જનડા, પીપરડી, રેવાણીયા ખાતેના તળાવોને ઊંડા કરવા તેમજ માટીપાળાનું મરામત કામ થઇ રહ્યુ છે.

પીપરડી ગામ અંદાજિત 9 હજારની વસતી ધરાવે છે અને વિંછીયાથી લગભગ 10 કિલોમીટરના અંતરે આવેલ છે. પીપરડી ગામ પાસે આવેલ તળાવ આખા ગામની ખેતી માટે પાણીનો મોટો સ્ત્રોત છે. આ તળાવને ઉંડું અને વિસ્તારિત કરવામાં આવી રહ્યુ છે, તેમજ તે માટે તળાવની બાજુમાંથી પસાર થતી ઇલેક્ટ્રિક લાઇનને સ્થળાંતરિત કરીને થાંભલાની જગ્યાએ નવું ખોદકામ કરીને તળાવને વિશાળ બનાવવામાં આવી રહ્યું છે. લગભગ 15 દિવસથી આ તળાવ ખાતે કામગીરી ચાલુ છે. તળાવની કેપેસિટી 1.06 એમ.સી.એફ.ટી. હતી, જે આ કામ પૂર્ણ થયે 1.85 એમ.સી.એફ.ટી. થશે.

આ પણ વાંચો: Gujarati Video: રાજકોટમાં સાંઢીયા પુલને નવો બનાવવાની જાહેરાતના 6 મહિના બાદ પણ કામગીરી શરૂ નથી કરાઈ

આ તળાવોથી ખેડુતોને પીવાનાં અને સિંચાઈનાં પાણી માટે સીધો લાભ થશે તેમજ વરસાદની ઋતુમાં સારો વરસાદ થતાં આ તળાવોમાં પાણી ભરાવાથી તળાવની આસપાસની આશરે ૨૫-૫૦ હેક્ટર જમીનનાં ભુગર્ભ જળનાં તળ ઉંચા આવશે અને ખેડુતો વર્ષમાં એકથી વધુ પાક લઈ શકશે. ખેડુતો ઉપરાંત ગ્રામજનોને પણ આડકતરી રીતે આ કાર્ય લાભ કરે છે. જગના તાતને પાણી પુરૂ પાડીને સિંચાઇની સમસ્યાઓ દૂર કરીને વિંછીયા તાલુકાની ધરતીને સુજલામ સુફલામ કરવાના શુભ ઉદ્દેશ્ય સાથે આ કામગીરી શરૂ કરવામાં આવી છે.

Follow Us
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
વડોદરામાં યુનાઇટેડ વે ગરબા વિવાદમાં,બે વિધર્મી યુવક ગ્રાઉન્ડમાં દેખાયા
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
‘સફેદ પરિંદે’ ગરબા આયોજકો સામે ખેલૈયાઓનો રોષ
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
કચ્છમાં ખનીજ માફિયાઓ સામે તવાઈ, ₹8 કરોડનો મુદ્દામાલ સીઝ! Video
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
સુરતમાં આ આઈસ્ક્રીમની દુકાનમાં ખરાબ ફ્રુટ સલાડ પીરસાતા હોબાળો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
અમદાવાદ પોલીસે નકલી કોસ્મેટિક્સનો ₹6.90 લાખનો જથ્થો જપ્ત કર્યો
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
રાજકોટ: OBC પ્રમાણપત્ર મુદ્દે મજોકઠા આહિર સમાજનો ઉગ્ર વિરોધ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રશાંત ભૂષણના નિવેદનની કરી ટીકા
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ભરૂચઃ અંક્લેશ્વર ઔદ્યોગિક એકમો પર ઘેરાયું વીજ સંકટ, વીજ કાપનો નિર્ણય
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
ડાંગમાં નવરાત્રિમાં 30 થી વધુ આદિવાસી પરિવારોએ કરી ઘરવાપસી
g clip-path="url(#clip0_868_265)">