Gujarati Video: આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની સંભાવના, હજુ બે દિવસ ગુજરાતમાં રહેશે વરસાદી માહોલ
Weather News : ગુજરાતમાં હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21 થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતના ખેડૂતો પર હજુ પણ કમોસમી વરસાદનું સંકટ બે દિવસ સુધી જોવા મળશે. સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય હોવાના પગલે ગુજરાતમાં આગામી 2 દિવસ સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે. આજે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની સંભાવના છે. કચ્છ, ભાવનગર, અમરેલી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અરવલ્લી, દાહોદ, નર્મદા, તાપી, ડાંગ સહિતના સામાન્ય વરસાદની આગાહી છે.
ગુજરાતમાં હજુ બે દિવસ સુધી કમોસમી વરસાદનો માહોલ જોવા મળશે. 21 માર્ચના ફરી એક વેસ્ટન ડિસ્ટર્બન સક્રિય થશે. 21 થી 22 માર્ચે ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે એ પહેલા આજે ગાંધીનગર અને અમદાવાદમાં સામાન્ય વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદ
આગાહી અનુસાર ગઈકાલે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો. તો ક્યાંક કરા પણ પડ્યા હતા. અરવલ્લી અને મોડાસા પંથકમાં કરા પડ્યા હતા. વણિયાદમાં રસ્તા પર કરાની સફેદ ચાદર છવાતા કાશ્મીર જેવા દ્રશ્યો સર્જાયા હતા.
વીજળી પડતા 5 લોકોના થયા મોત
મધ્ય ગુજરાતના વડોદરામાં ગોત્રી અને ગોરવા વિસ્તારમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો. દક્ષિણ ગુજરાતના સોનગઢ અને ડાંગમાં કરા પડતા લોકોમાં કૂતુહલ સર્જાયું. બીજી તરફ રાજ્યમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનામાં કુલ 5 વ્યક્તિના મોત થયા. તો દાહોદમાં વીજળી પડવાના કારણે 2 પશુઓના મોત થયા હતા.