Rajkot: ક્રિકેટર ચેતેશ્વર પુજારાના ગુરૂ હરિચરણદાસજી બાપુની તબિયત નાદુરસ્ત, ભક્તોમાં ચિંતા
હાલમાં મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી બાપુની તબિયત થોડી ગંભીર છે. તેઓની ડો.ચિરાગ માત્રાવડિયા, ડો.ભટ્ટ અને ડો.શાહ સારવાર કરી રહ્યા છે. બાપુને શ્વાસ લેવામાં અને યુરીનમાં થોડી તકલીફ હોવાનું ડોક્ટરોનું કહેવું છે જેને લઇને સારવાર ચાલી રહી છે.
Rajkot: ગોંડલના (GONDAL) રામજી મંદિરના ગાદીપતિ ગુરૂદેવ પૂજ્ય 1008 હરિચરણદાસજી મહારાજની (Haricharandasji Maharaj)તબિયત અતિ નાદુરસ્ત હોવાથી ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હરિચરણદાસજી મહારાજની હાલમાં ગોંડલ રામજી મંદિર ખાતે સારવાર ચાલી રહી છે. અને રામજી મંદિરના ડોક્ટરો ખડેપગે રહીને તેઓની સારવાર કરી રહ્યા છે. બાપુની તબિયત નાદુરસ્તના સમાચાર મળતાની સાથે જ દેશ વિદેશમાં તેઓના અનુયાયીઓમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અને તેમના દિર્ઘાયું માટે પ્રાર્થના કરી રહ્યા છે.
શ્વાસ અને યુરીનની તકલીફ-ડોક્ટર
હાલમાં મહામંડલેશ્વર પૂજ્ય હરિચરણદાસજી બાપુની તબિયત થોડી ગંભીર છે. તેઓની ડો.ચિરાગ માત્રાવડિયા, ડો.ભટ્ટ અને ડો.શાહ સારવાર કરી રહ્યા છે. બાપુને શ્વાસ લેવામાં અને યુરીનમાં થોડી તકલીફ હોવાનું ડોક્ટરોનું કહેવું છે જેને લઇને સારવાર ચાલી રહી છે. બાપુની છેલ્લા એક મહિનાથી તબિયત નાદુરસ્ત છે. ત્રણ દિવસ પહેલા જ તેઓ નર્મદા કાંઠે આવેલા ગોરા ખાતેના આશ્રમથી તેઓ ગોંડલ આવ્યા હતા. જ્યાં આજે સવારે તેઓની તબિયત નાદુરસ્ત થતા ડોક્ટરોની ટીમ પહોંચી હતી. અને તેઓની સારવાર કરવામાં આવી રહી છે.
બાપુની દિર્ધાયું માટે રામધુન શરૂ કરાઇ
હરિચરણદાસજી બાપુની તબિયત નાદુરસ્ત હોવાના સમાચાર મળતા જ તેમના ભાવિક ભક્તોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. અને રામજી મંદિર ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બાપુના દિર્ધાયું અને સારા સ્વાસ્થ્ય માટે મંદિરમાં રામધુૂન શરૂ કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. બાપુની નાદુરસ્ત તબિયતના સમાચાર સાંભળતા જ રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાંથી સામાજિક અને રાજકીય અગ્રણીઓ ગોંડલ જવા રવાના થયાં હતા.
ચેતેશ્વર પુજારાના ગુરૂ છે હરિચરણદાસ બાપુ
ભારતીય ક્રિકેટ ટીમના બેસ્ટમેન ચેતેશ્વર પુજારા હરિચરણદાસ બાપુ પર અનન્ય શ્રધ્ધા ધરાવે છે. સમયાંતરે ચેતેશ્વર પુજારા ગોંડલના રામજી મંદિરની મુલાકાત લે છે. અને દર્શન પુજન અર્ચના કરે છે. હરિચરણદાસજી બાપુ સાથે ચેતેશ્વર પુજારા અનેક વખત સત્સંગ કરતા જોવા મળ્યા છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના નાસિકમાંથી પકડાયો મહાઠગ, એક હજાર કરોડની છેતરપિંડી કરનાર આ રીતે આવ્યો દિલ્હી પોલીસના સકંજામાં