મહારાષ્ટ્રના નાસિકમાંથી પકડાયો મહાઠગ, એક હજાર કરોડની છેતરપિંડી કરનાર આ રીતે આવ્યો દિલ્હી પોલીસના સકંજામાં

ઉત્તરી જિલ્લા ડીસીપી સાગર પ્રીત કલસીના જણાવ્યા અનુસાર, તેમની ટીમ છેલ્લા છ મહિનાથી પિયુષ તિવારીની પાછળ હતી. દરમિયાન 20 માર્ચે તેમની ટીમને માહિતી મળી હતી કે 50 હજારનું ઈનામ ધરાવતો પિયુષ તિવારી નામ બદલીને મહારાષ્ટ્રના નાસિકમાં છુપાઈને રહે છે.

મહારાષ્ટ્રના નાસિકમાંથી પકડાયો મહાઠગ, એક હજાર કરોડની છેતરપિંડી કરનાર આ રીતે આવ્યો દિલ્હી પોલીસના સકંજામાં
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 5:30 PM

દિલ્હી પોલીસ એક મહાઠગને પકડવામાં સફળ રહી. આ ઠગ એટલો હોંશિયાર છે કે ઓછામાં ઓછા ચાર રાજ્યોની પોલીસ તેની શોધખોળ કરી  રહી હતી. તેની સામે ત્રણ ડઝનથી વધુ છેતરપિંડીના કેસ છે અને જો આ કેસોને રૂપિયામાં ફેરવવામાં આવે તો આ ઠગ ઓછામાં ઓછા 1,000 કરોડની છેતરપિંડી કરી ચૂક્યો છે. આ નવા જમાનાના નટવરલાલનું નામ પિયુષ તિવારી છે. જે આ સમયે દિલ્હી પોલીસની (Delhi Police) પકડમાં આવી ચુક્યો છે. તેની સામે દિલ્હી, યુપી, પંજાબ અને મધ્યપ્રદેશ સહિત ઓછામાં ઓછા 37 કેસની ફાઈલ તૈયાર છે. આશ્ચર્યજનક વાત એ છે કે તેની સામે એક પણ સબ-સ્ટાન્ડર્ડ કેસ નથી, બધા જ છેતરપિંડીના કેસ છે.

દિલ્હી પોલીસે પિયુષ તિવારીની ધરપકડ કરવા પર 50,000 રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. દિલ્હી પોલીસની ટીમ છેલ્લા 6 મહિનાથી પિયુષ તિવારીને શોધી રહી હતી. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, પિયુષ તિવારી વિરુદ્ધ આ તમામ કેસ 2016 અને 2018 વચ્ચે નોંધાયા હતા. પોલીસથી બચવા માટે પિયુષ તિવારીએ પોતાનું નામ બદલીને પુનીત ભારદ્વાજ રાખ્યું હતું અને પછી તે મહારાષ્ટ્રના નાસિકમાં છુપાઈ ગયો હતો. આ રેકેટમાં પિયુષ તિવારીની પત્ની પણ સામેલ હતી, તે હાલમાં જેલમાં છે.

આ રીતે કરતો હતો છેતરપિંડી

પોલીસ પૂછપરછમાં પિયુષ તિવારીએ જણાવ્યું કે તેણે વર્ષ 2011માં આઠ કંપનીઓ અને વર્ષ 2018 સુધીમાં 15થી 20 શેલ કંપનીઓ બનાવી. 2016માં તેના ઘરે આવકવેરા વિભાગે દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ આવકવેરા વિભાગ દ્વારા તેમના ઘરેથી 120 કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા. પોલીસનું કહેવું છે કે આ દરોડા પછી પિયુષ તિવારીના બિઝનેસમાં ઘટાડો થવા લાગ્યો અને તે એજન્સીઓના રડાર પર આવી ગયો. પછી તેણે લોકોને છેતરવાનું શરૂ કર્યું, માત્ર એક જ ફ્લેટ ખરીદતો અને ઘણા લોકોને વેચી દેતો હતો.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આ રીતે આવ્યો પોલીસના સકંજામાં

પોલીસના જણાવ્યા અનુસાર, પિયુષ તિવારી પહેલા એક એડવર્ટાઈઝિંગ કંપની ચલાવતો હતો. જ્યારે દિલ્હી-એનસીઆરના વિસ્તારમાં તેની વિરુદ્ધ ઘણા કેસ નોંધાયા, ત્યારે તે મહારાષ્ટ્રના નાસિક ભાગી ગયો હતો અને પુનીત ત્યાં ભારદ્વાજ તરીકે રહેવા લાગ્યો હતો. ઉત્તરી જિલ્લા ડીસીપી સાગર પ્રીત કલસીના જણાવ્યા અનુસાર, તેમની ટીમ છેલ્લા છ મહિનાથી પિયુષ તિવારીની પાછળ હતી. દરમિયાન 20 માર્ચે તેમની ટીમને માહિતી મળી હતી કે 50 હજારનું ઈનામ ધરાવતો પિયુષ તિવારી નામ બદલીને મહારાષ્ટ્રના નાસિકમાં છુપાઈને રહે છે.

માહિતી મળ્યા બાદ દિલ્હી પોલીસની એક ટીમ નાસિક પહોંચી અને ત્યાં ગયા પછી દિલ્હી પોલીસને ખબર પડી કે પિયુષ તિવારી કદાચ ડુંગળી અને ફૂડ ચેઈનનું કામ કરે છે. આ પછી પોલીસે નાસિકના આવા તમામ વેપારીઓની યાદી બનાવી જેઓ ડુંગળીનો વ્યવસાય કરતા હતા અને ત્યારબાદ પોલીસે પુનીત ભારદ્વાજ તરીકે રહેતા પિયુષ તિવારીની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :  કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે અને નિતેશ રાણે સામે કાર્યવાહી કરવા દિશા સાલિયાનના પરિવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખ્યો પત્ર

g clip-path="url(#clip0_868_265)">