AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : સમ્રાટ નગરમાં ભૂગર્ભ ગટર સાફ કરતી સમયે ગેસ ગળતરથી 2ના મોત, પરીવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર

સમ્રાટ સોસાયટી મેઇન રોડ પર ગઈકાલે બપોરના સમયે ભૂગર્ભ ગટરની સાફ-સફાઈની કામગીરી દરમિયાન ગેસ ગળતરથી એક મજૂર ભૂગર્ભ ગટરમાં બેભાન થઈ ગયો હતો. આ મજૂરને બચાવવા માટે કોન્ટ્રાક્ટર પણ ભૂગર્ભમાં ઉતર્યો હતો. જેમાં બંન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા,તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદથી બંન્નેને બેભાન હાલતમાં બહાર કાઢી 108 મારફતે સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

Rajkot : સમ્રાટ નગરમાં ભૂગર્ભ ગટર સાફ કરતી સમયે ગેસ ગળતરથી 2ના મોત, પરીવારજનોનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2023 | 7:22 AM
Share

રાજકોટના મહુડી ફાયર સ્ટેશન નજીક આવેલા સમ્રાટ સોસાયટી મેઇન રોડ પર ગઈકાલે બપોરના સમયે ભૂગર્ભ ગટરની સાફ-સફાઈની કામગીરી દરમિયાન ગેસ ગળતરથી એક મજૂર ભૂગર્ભ ગટરમાં બેભાન થઈ ગયો હતો. આ મજૂરને બચાવવા માટે કોન્ટ્રાક્ટર પણ ભૂગર્ભમાં ઉતર્યો હતો. જેમાં બંન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા,તાત્કાલિક ફાયરબ્રિગેડની મદદથી બંન્નેને બેભાન હાલતમાં બહાર કાઢી 108 મારફતે સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબે આ બંન્નેને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો : Rajkot : જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 3,91,545 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ 600.71 કરોડની આપી સબસિડી

અફઝલ ફુફર કે જે મહાનગરપાલિકામાં ભૂગર્ભ ગટર સાફ કરવાનો કોન્ટ્રાકટર હતો. જ્યારે મેહુલ મેસડા કે જે મજૂરી કામ કરતો હતો. બંન્નેના મોત થતા પરિવારજનોમાં ભારે આક્રંદ જોવા મળ્યો હતો.

મેહુલને ગેસ ગળતરની અસર થઈ તેને બચાવવા અફઝલ કુદી પડ્યો

આ અંગે સિવીલ હોસ્પિટલમાં ઉપસ્થિત એક સાથી મજૂરે કહ્યું હતું કે સાંજના સમયે મવડી ફાયર સ્ટેશન નજીકની સોસાયટીમાં ભૂગર્ભ ગટર સાફ કરવા માટેની કામગીરી ચાલુ હતી. આ દરમિયાન ગટરનું ઢાંકણ ખોલતા જ મેહુલ મેસડા નામના મજૂરને ઝેરી ગેસની અસર થઇ હતી અને તે ભૂગર્ભમાં પડી ગયો હતો તેને બચાવવા માટે કોન્ટ્રાક્ટર અફઝલ પણ દોરડું લઇને કુદી ગયો હતો. બંન્નેને ઝેરી અસર થતા તેઓ બેભાન થઇ ગયા હતા અને તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડે બંન્નેને ગંભીર હાલતમાં બહાર કાઢીને સિવીલ હોસ્પિટલ પહોંચાડ્યા હતા જો કે ત્યાં તબીબે બંન્નેને મૃત જાહેર કર્યા હતા.

પુરતા સાઘન હતા જો કે ઢાંકણ ખોલતા જ મજૂર બેભાન થયો

ઘટનાની ગંભીરતાને જોતા શાસક પક્ષના નેતા વિનુ ઘવા અને રાજકોટ મહાનગરપાલિકાના સીટી ઇજનેર સહિતના અધિકારીઓ સિવીલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી. આ ઘટના અંગે સીટી ઇજનેર એચ.એમ.કોટકે કહ્યું હતું કે ભૂગર્ભ ગટર સાફ સફાઇ માટેના તમામ સાધન સામગ્રી ત્યાં ઉપસ્થિત છે. જો કે મેઇન હોલ ખોલતા સમયે આ ઘટના બની છે. જો કે આ કિસ્સામાં મહાનગરપાલિકા પુરતી તપાસ કરાવશે અને કઇ રીતે ઘટના બની તેની સમિક્ષા કરીને નિયમ મુજબની તમામ કાર્યવાહી કરશે.

ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ નહિ સ્વીકારવામાં આવે

આ અંગે વાલ્મિકી સમાજના અગ્રણી બટુકભાઇ વાઘેલાએ કહ્યુ હતું કે આ ઘટના દુ:ખદ છે તેટલી જ ગંભીર પણ છે સરકારે ભૂગર્ભ ગટરમાં ઉતરવાની મનાઇ કરી છે તો આ મજૂરને શા માટે ગટરમાં ઉતરવા દીધો તે સવાલ છે,આ કિસ્સામાં જ્યાં સુધી પરિવારજનોને વળતર નહિ મળે અને ન્યાય નહિ મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહિ આવે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">