Rajkot : જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 3,91,545 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ 600.71 કરોડની આપી સબસિડી

Ronak Majithiya

|

Updated on: Mar 19, 2023 | 9:31 AM

વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે અને ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ કાર્ય કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન અને તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસિડી આપવામાં આવી રહી છે.

Rajkot : જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 3,91,545 ખેતીવાડી વીજ ગ્રાહકોને કુલ 600.71 કરોડની આપી સબસિડી

વિધાનસભાના બીજા સત્ર દરમિયાન એક પ્રશ્નના જવાબમાં રાજકોટ જિલ્લાના ખેડૂતોને આપવામાં આવેલી વીજ સબસિડી વિશે માહિતી રજુ કરવામાં આવી હતી. જે મુજબ 31 ડિસેમ્બર 2022 સુધીમાં રાજકોટ જિલ્લાના ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલમાં કરોડો રૂપિયાની સબસિડી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkot: સુજલામ સુફલામ જળસંગ્રહ અભિયાન, વિંછીયા તાલુકામાં 4 તળાવોને ઊંડા ઉતારવાની કામગીરી પુર ઝડપે

વિધાનસભામાં ઊર્જામંત્રી કનું દેસાઈએ આપી વિગત

જેમાં વર્ષ 2021 માં કુલ 1,94,171 ગ્રાહકોને અને 2020માં કુલ 1,97,374 ગ્રાહકો એમ છેલ્લા બે વર્ષમાં 3,91,545 ખેતીવાડી વીજ ગ્રાહકોને વીજ બિલ સબસિડી આપવામાં આવી છે. જેમાં વર્ષ 2021માં રૂ. 272.83 કરોડ અને વર્ષ 2022માં રૂ. 329.88 કરોડની સબસિડી એમ છેલ્લા બે વર્ષમાં કુલ રૂ. 600.71 કરોડની સબસિડી રાહત પેટે ખેતીવાડી વીજ ગ્રાહકને ચૂકવવામાં આવી છે. વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે,રાજ્ય સરકાર રાજ્યના ખેડૂતો માટે અત્યંત ચિંતિત છે અને ખેડૂતોને સમયસર જરૂરી રાહત મળી રહે તે માટે સંકલ્પબદ્ધ કાર્ય કરી રહી છે. ખેડૂતોના પ્રશ્નોના સમાધાન અને તેમને યોગ્ય રાહત આપવા સતત કાળજીપૂર્વક નિર્ણયો કરતી આ સરકાર દ્વારા રાજ્યના ખેતીવાડી ગ્રાહકોને વીજબીલમાં સંતોષકારક સબસિડી આપવામાં આવી રહી છે.

બાકી લાઇટબિલને લઈને PGVCLનું કડક વલણ

બીજી તરફ બાકી લાઇટબીલ અને વીજચોરીને લઈને pgvcl નું કડક વલણ જોવા મળી રહ્યું છે. દરરોજ રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં pgvcl દ્વારા અલગ અલગ ટીમો બનાવીને વીજચોરીને લઈને દરોડા પાડવામાં આવી રહ્યા છે અને કરોડો રૂપિયાની વીજચોરી ઝડપી પાડવામાં આવી રહી છે. બીજી તરફ કેટલીક નગર પાલિકાઓ પણ વીજબિલ ભરવામાં આળસ દેખાડી રહી હતી. તેમાં પણ pgvcl દ્વારા જસદણ અને બોટાદ નગરપાલિકાઓના વીજ જોડાણ પણ કાપવામાં આવ્યા હતા. તો pgvcl બાદ DGVCL અને UGVCL પણ હરકતમાં આવ્યું હતું અને આ રીતે જ કડક કાર્યવાહી શરૂ કરી છે.

ખેડૂતોએ વીજ કંપનીને આપ્યું આવેદનપત્ર

થોડા દિવસ અગાઉ વડોદરા જિલ્લાના પાદરાના ડભાસા અને તેની આસપાસના 50 જેટલા ખેડૂતોએ ખેતરમાં સોલર સિસ્ટમ સૂર્ય શકિત કિસાન યોજનામાં છેતરાયા હોવાના આક્ષેપો સાથે પાદરા વીજ કંપનીને આપ્યું આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આ સ્કીમમાં ખેડૂતોને સબસીડી નથી આપી અને લાખો રૂપિયા બીલો થોપી દેવામાં આવ્યા હતા. તેની સાથે સાથે 15 દિવસમાં નાણાં ન ભરે તો વીજ કનકશેન કાપવાની નોટિસ આપવામાં આવી હતી.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati