AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot જિલ્લામાં બનશે 14 જ્ઞાન સેતુ ડે સ્કૂલ, વિદ્યાર્થીઓને મળશે ગુણવત્તાયુક્ત નિ:શુલ્ક શિક્ષણ

ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24 થી સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કુલ અને રક્ષાશક્તિ સ્કૂલ વિવિધ જિલ્લાઓમાં બનવા જઈ રહી છે. આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજજ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે

Rajkot જિલ્લામાં બનશે 14 જ્ઞાન સેતુ ડે સ્કૂલ, વિદ્યાર્થીઓને મળશે ગુણવત્તાયુક્ત નિ:શુલ્ક શિક્ષણ
Rajkot Gyan Setu Day School
Ronak Majithiya
| Edited By: | Updated on: Mar 21, 2023 | 7:58 PM
Share

ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24 થી સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ, જ્ઞાનસેતુ ડે સ્કુલ અને રક્ષાશક્તિ સ્કૂલ વિવિધ જિલ્લાઓમાં બનવા જઈ રહી છે. આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજજ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું, રેસીડેન્શીયલ સ્કૂલમાં નિવાસી છાત્રાલય, રમતગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓને તૈયારી કરાવવામાં આવશે.

ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ધોરણ 6 માટે પ્રવેશ પરીક્ષા આપી શકશે

આ શાળાઓ તેમજ મોડેલ સ્કૂલમાં 2023-24ના શૈક્ષણિક વર્ષમાં ધોરણ ૬માં પ્રવેશ મેળવવા માટે રાજ્ય સ્તરની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (સામાન્ય પ્રવેશ પરીક્ષા) લેવા નું આયોજન હાથ ધરાયું છે. આ તમામ શાળાઓ ધોરણ 6 થી 12ની રહેશે અને તેમાં સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે. રાજકોટ જિલ્લાને 14 જ્ઞાનસેતુ ડે સ્કૂલ મળનાર છે. આ શાળામાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ‌ 1 થી 5નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ધોરણ 6 માટે પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ પ્રવેશ પરીક્ષાના મેરીટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.

ધોરણ 6 થી 12 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે

જેમાં ધોરણ 6 માટે કોમન એન્ટ્રેન્સ ટેસ્ટ માટે ઓનલાઇન ફોર્મ 23 માર્ચ 2023 થી 5 એપ્રિલ 2023 દરમિયાન ભરી શકાશે તેમજ કોમન પ્રવેશ પરીક્ષા 27 એપ્રિલ 2023ના રોજ લેવામાં આવશે. રાજકોટ જિલ્લામાં 11 તાલુકા દીઠ એક જ્ઞાનસેતુ ડે સ્કૂલ અને શહેર કક્ષાએ ૩ જ્ઞાનસેતુ ડે સ્કૂલનું નિર્માણ કરવામાં આવશે.જેમાં ધોરણ 6 થી 12 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે તેમ જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : 

Breaking News : ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અચાનક સાબરમતી જેલની મુલાકાતે, જુઓ Video

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">