AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સતત ચોથા દિવસે સૌરાષ્ટ્ર પર મેઘરાજા ઓળઘોળ, અનરાધાર વરસાદથી અનેક ગામોમાં ઘોડાપૂરની સ્થિતિ- જુઓ Video

હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રમાં સતત ચોથા દિવસે મેઘરાજાની તોફાની બેટીંગ યથાવત છે. અતિ ભારે વરસાદને પગલે અનેક ગામોમાં ઘોડાપૂરની સ્થિતિ છે. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ઘરવખરીને નુકસાન પહોંચ્યુ છે. સૌથી વધુ નુકસાન કાંઠા વિસ્તારના લોકોને ભોગવવાનું થયુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 22, 2024 | 6:28 PM
Share

સતત ચોથા દિવસે સાંબેલાધાર વરસાદથી સમગ્ર સૌરાષ્ટ્ર પાણી-પાણી થઈ ગયુ છે. હવામાન વિભાગની આગાહી મુજબ મેઘરાજા સમગ્ર સૌરાષ્ટ્ર પંથકને ઘમરોળી રહ્યા છે. ત્યારે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં ફરી અનરાધાર વરસાદ વરસ્યો. ખાસ કરીને કલ્યાણપુર પંથક પર મેઘરાજા ઓળઘોળ થયા હોય તેમ છેલ્લા ઘણા દિવસોથી અહીં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગીર સોમનાથમાં પણ ગીર ગઢડા સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો.

રાજકોટના ધોરાજી-ઉપલેટા પંથકમાં પણ ધમધોકાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો જળતરબોળ થઇ ગયા. અવિરત વરસાદથી ઉપલેટાનું લાઠ ગામ જળમગ્ન બન્યું. જુનાગઢ અને પોરબંદર જિલ્લામાં પણ ફરી વરસાદ શરૂ થયો. અનરાધાર વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું. જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા.

12 ઈંચ વરસાદથી લાઠ ગામ બેટમાં ફેરવાયુ

ઉપલેટા તાલુકાના લાઠ ગામમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ ઉભી થઇ ગઇ. એક સાથે 12 ઇંચ વરસાદ પડી જતા ગામ બેટમાં ફેરવાયું છે. લાઠ ગામથી ઉપલેટા તરફ આવવાનો રસ્તો બંધ કરાયો છે. કોઝવે ઉપર પાણી ફરી વળતા અવર-જવર બંધ થઇ ગઇ છે. ગામના તમામ રસ્તાઓ અને ખેતરો જળમગ્ન થયા છે. ભારે વરસાદ થતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ ઉભી થઇ છે.

ઉપલેટાના સમઢીયાળા ગામમાં 2 કલાકમાં 8 ઈંચ વરસાદ

ઉપલેટાના સમઢીયાળા ગામમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. માત્ર 2 કલાકમાં 8 ઇંચ વરસાદથી ચો તરફ પાણી જ પાણી થઇ ગયું છે ને સમગ્ર ગામ બેટમાં ફેરવાયું છે. મલતદાર અને SDRFની ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. મઢીયાળાથી ઉપલેટા તરફ જવાનો રસ્તો હાલ બંધ કરાયો છે. અવિરત વરસાદથી કેવી તારાજી સર્જાય છે તે આના પરથી સમજી શકાય છે.

ધોરાજીના પીપળિયામાં ખાબક્યો 6 ઈંચ વરસાદ

ઉપલેટા બાદ ધોરાજીમાં પણ મેઘરાજા ધોધમાર રીતે વરસ્યા છે. ધોરાજીના પીપળીયામાં ભારે વરસાદથી લોકોને ભારે હાલાકી થઇ રહી છે. પીપળીયામાં અનરાધાર 6 ઇંચ વરસાદથી ગામ પાણી પાણી થઇ ગયું છે. અષાઢમાં અનરાધાર વરસાદ પડતા ભારે વરસાદને કારણે ગામમાં નદી વહેતી થઇ છે. ઈન્દિરા નગર વિસ્તારના અનેક ઘરોમાં વરસાદી પાણી ભરાયા છે. સમગ્ર સોસાયટી જળબંબાકાર થઇ છે. પળીયા ગામથી ઇન્દિરા નગર સોસાયટી તરફ જવાનો રસ્તો પણ બંધ કરાયો છે.

ધોરાજીના ટણવાવમાં એક કલાકમાં ખાબક્યો 5 ઈંચ વરસાદ

ધોરાજી તાલુકાના ટણવાવમાં ધોધમાર વરસાદ ખાબક્યો. એક કલાકમાં પાંચ ઇંચ વરસાદથી ગામ પાણી પાણી થયું છે. પાટણવાવમાં સીઝનનો કુલ 40 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ભારે વરસાદને કારણે પાટણવાવ ગામ બેટમાં ફેરવાયું છે. ગામના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે. પાટણવાવથી ધોરાજી તરફ આવતા રસ્તા પર પાણી ભરાયાં છે.

કલ્યાણપુરમાં 4 કલાકમાં 11 ઈંચ વરસાદ

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં આભ ફાટ્યું. માત્ર ચાર કલાકમાં જ 11 ઈંચ વરસાદ ખાબકી જતા ચારે બાજુ પાણી જ પાણી જોવા મળ્યુ છે. કલ્યાણપુર બાદ યાત્રાધામ દ્વારકામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે. દ્વારકા, ઓખા, નાગેશ્વરમાં ભારે વરસાદ પડ્યો. કલ્યાણપુરના ભાટિયા, લાંબા, ભોગાત, હડમતિયા, દેવરિયામાં મુશળધાર વરસાદ પડ્યો છે.

આ તરફ જુનાગઢના બાંટવામાં અનરાધાર વરસાદ વરસ્યો. બાંટવાની બજારોમાં વરસાદી પાણી ભરાતા ભારે હાલાકી સર્જાઈ. બાંટવાની અનેક દુકાનોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. ભારે વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું. બાંટવા નજીક ઘેડના મોટા ભાગના ગામમાં હજુ પાણી ઓસર્યા નથી. ડેમના 10 દરવાજા 6 ફૂટ ખોલવામાં આવ્યા છે.

Input Credit Mohit Bhatt-Rajkot, Hitesh Thakrar- Porbandar, Harin matravadia- Dwarka, Hussain Kurishi- Dhoraji

વરસાદને લગતા તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">