Gujarati Video: ધોરાજીમાં રસ્તે ચાલવામાં પણ જીવનું જોખમ, મુખ્ય રસ્તાના ડિવાઈડરના થાંભલા પરથી લટકી રહ્યા છે જીવતા વીજતાર

Rajkot: ધોરાજીના મુખ્ય રસ્તાના ડિવાઈડર પરના થાંભલાના વીજતારના બોક્સ તૂટી જતા જીવતા વીજ તાર બહાર લટકી રહ્યા છે જેનાથી ગમે તેને શોક લાગી શકે છે અને કોઈનો જીવ પણ જઈ શકે છે.

Gujarati Video: ધોરાજીમાં રસ્તે ચાલવામાં પણ જીવનું જોખમ, મુખ્ય રસ્તાના ડિવાઈડરના થાંભલા પરથી લટકી રહ્યા છે જીવતા વીજતાર
ખુ્લ્લા વીજ તાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2023 | 8:45 PM

ધોરાજીમાંથી પસાર થઈ રહ્યા હોય અને જો તમે સાચવશો નહીં તો રસ્તા પર જ તમને ઝટકો લાગી શકે છે. જી હાં, ધોરાજીના માર્ગો પર એક મોટી આફત તમને ગમે ત્યારે બાનમાં લઈ શકે છે અને મોટુ જોખમ નોતરી શકે છે. તેનું કારણ છે ધોરાજી નગરપાલિકાના અણઘડ વહીવટની ચાડી ખાતા ખુલ્લા વીજતાર. મુખ્ય રસ્તાના ડિવાઈડર પરના થાંભલાના વીજતારના બોક્સ તૂટી ગયા છે. તેમાંથી બહાર જીવતા તાર ડોકાઈ રહ્યા છે.

જાહેર રસ્તા પર લાગશે ઝટકો

આ માર્ગ પરથી દિવસરાત લોકોની ભારે અવરજવર રહે છે. રસ્તા પરથી પસાર થનારા કોઈપણ વ્યક્તિ જો ભૂલથી પણ આ જીવતા વીજતારના સંપર્કમાં આવે તો શું થાય તે કહેવાની જરૂર નથી, પરંતુ નગરપાલિકાના સત્તાધિશોને જાણે લોકોના જીવની કંઈ પડી જ નથી.

તારનું ટેસ્ટરથી ચેકિંગ કરતા તેમા કરંટ આવતો દેખાયો

આ ખુલ્લા વીજતારમાં કરંટ છે કે નહીં તપાસતા ટેસ્ટરમાં તુરંત લાઈટ થઈ હતી. ત્યારે આ તારને કોઈ અડકી જાય તો શું જાય તે સમજી શકાય છે. આ તારને અડકી જનારાનો જીવ પણ જઈ શકે છે. કરંટ આવે છે કે નહીં તેના ચેકિંગ સમયે ટેસ્ટર અડાડતાની સાથે જ તેમાં લાઈટ થઈ, જે બતાવે છે કે આ ખુલ્લા વીજતારમાં કરંટ છે. આ તારના સંપર્કમાં આવનાર કોઈપણને શોક લાગી શકે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

માણસો તો ઠીક છે સાચવીને જાળવીને ચાલે પરંતુ પ્રાણીઓનું શું? અબોલ જીવોને થોડી ખબર પડવાની છે કે આને અડકવાથી શોક લાગી શકે છે. આ બેદરકારી કોની તે હાલ મોટો સવાલ છે અને આ બેદરકારીથી કોઈના મોતનું પણ કારણ બની શકે છે. ત્યારે આ મુદ્દે આક્ષેપોનો મારો શરૂ થઈ ગયો છે.

આ પણ વાંચો: World Radio Day: મળો અમરેલીના એક એવા રેડિયોપ્રેમીને જેમની પાસે જુના-નવા મળી 200થી વધુ રેડિયોનો છે સંગ્રહ

કેમેરો જોઈને અધિકારીની બોલતી બંધ !

આ આક્ષેપોના જવાબ મેળવવા માટે TV9 ગુજરાતીની ટીમ જ્યારે નગરપાલિકાના અધિકારીઓને સવાલ કર્યો તો પહેલા અધિકારી કેમેરો જોઈને જ ડઘાઈ ગયા અને કેમેરો બંધ કરવાનુ કહેવા લાગ્યા. અધિકારી એટલા ગભરાઈ ગયા અને સમગ્ર મુદ્દે ભીનું સંકેલવાનો પ્રયત્ન કરતા નજરે પડ્યા. આ મુદ્દે તેમણે કંઈપણ કહેવાનો નનૈયો ભણ્યો. આ ખુલ્લી જીવતા વીજતાર મુદ્દે અધિકારીએ તો મૌન સેવી લીધું, પણ સવાલ એ છે કે આ બેદરકારી માટે જવાબદાર કોણ ? કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદારી કોની ? અને અધિકારી શા માટે જવાબદારીમાંથી છટકી રહ્યા છે ?

ઈનપુટ ક્રેડિટ- હુસેન કુરેશી-ધોરાજી

g clip-path="url(#clip0_868_265)">