Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ધોરાજીમાં એસ.ટી. ડેપોની ખખડધજ હાલત, બસસ્ટેન્ડની છત પરથી પોપડા પડતા મુસાફરોના જીવને જોખમ

રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એસટી ડેપોની હાલત દયનિય બની છે. જર્જરીત એસટી ડેપોમાં બસો પણ ખખડધજ બની છે. બસની સીટ, કાચ અને બોડી તૂટેલી હાલતમાં છે. બસ સ્ટેન્ડની છત પરથી પોપડા પડતા લોકો જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે.

ધોરાજીમાં એસ.ટી.  ડેપોની ખખડધજ હાલત, બસસ્ટેન્ડની છત પરથી પોપડા પડતા મુસાફરોના જીવને જોખમ
ધોરાજી એસટી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2023 | 11:49 PM

રાજકોટ જિલ્લાના ધોરાજી એસટી ડેપોની બસોની ખખડધજ હાલત જોતા મુસાફરોમાં અસલામતીનો ભય રહે છે. જર્જરીત બસમાં જીવના જોખમે મુસાફરી કરવા લોકોને મજબૂર થવું પડે છે. બસની સીટ, કાચ અને બોડી તૂટેલી હાલતમાં છે. તો બીજી તરફ ધોરાજી બસ સ્ટેશનની હાલત પણ દયનિય છે, બસ સ્ટેન્ડની છત પરથી પોપડા પડી રહ્યા છે.

તો બીજી તરફ ધોરાજીના પૂર્વ MLA લલિત વસોયાએ પણ સરકાર સામે આક્ષેપ કરતા કહ્યું કે, એસટી બસોની હાલત અત્યંત ખરાબ છે અને છેલ્લા એક વર્ષમાં સરકારે ધોરાજી ડેપોને એકપણ નવી બસોની ફાળવણી કરી નથી. જેથી લોકો જીવના જોખમે ખખડધજ બસમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે.

આ તરફ ધોરાજી એસટી વિભાગના ડેપો મેનેજરે પણ સ્વીકાર્યું હતું કે, ડેપો પાસે કુલ 43 બસ છે. જેમાંથી કેટલીક બસ 10 લાખ કિમી ચાલી છે. પરંતુ ધોરાજી એસટી ડેપોને છેલ્લા એક વર્ષમાં એકપણ નવી બસ ન ફાળવતા જૂની બસને સ્ક્રેપમાં મોકલાઈ નથી.

IPL 2025માં કઈ ટીમના બોલરોએ સૌથી વધુ માર ખાધો છે?
રિષભ પંતના સપોર્ટમાં ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ કરી ખાસ પોસ્ટ
મુંબઈ ઈન્ડિયન્સના સ્ટાર ખેલાડીઓ રામ મંદિરના દર્શન માટે અયોધ્યા પહોંચ્યા
હવે PF ઉપાડવુ થશે સરળ, સરકારે કર્યા આ મોટા ફેરફાર
છોકરામાંથી છોકરી બન્યો છે આ કોમેન્ટરનો દીકરો, જુઓ ફોટો
Jioનો એક પ્લાન અને આખા વર્ષ દરમિયાન રિચાર્જની ઝંઝટ ખતમ ! કિંમત માત્ર આટલી

તો બીજી તરફ ધોરાજીના રાધાનગર વિસ્તારમાં અમુક રોડ પર ડામર કામ કરાયું જ્યારે અમુકમાં જાણીજોઇને બાકી રખાતાં લોકો રોષે ભરાયા છે અને મહિલાઓએ આક્રમક સ્વરૂપ ધારણ કરી લેતાં ઘડીભર તો પાલિકા તંત્ર દોડતું થઇ ગયું હતું અને શો જવાબ આપવો તે નક્કી કરી શક્યું ન હતું. જો કે બાદમાં કચેરીએ દોડી આવેલી મહિલાઓને કામ કરી દેવાશે તેવી ખાતરી મળતાં મામલો થાળે પડ્યો હતો.

ધોરાજીના ઉપલેટા રોડ ઉપર આવેલા રાધા નગર વિસ્તારમાં બાકી રહેતા રોડ રસ્તાના કામો વહેલી તકે કરવા લતાવાસીઓએ માગણી ઉચ્ચારી હતી. શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તાના કામ ચાલી રહ્યા છે ત્યારે ધોરાજીના રાધાનગર વિસ્તારમાં પણ ધોરાજી નગરપાલિકા દ્વારા નવા ડામર રોડ બનાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: Gujarati Video : ધોરાજીમાં ડુંગળીના પાક પર કમોસમી વરસાદથી ખેડૂતોમાં નુકશાનની ભીતિ

જેમાં રાધાનગર વિસ્તારમાં બાકી રહેતા અમુક શેરીઓમાં હજુ સુધી ડામર રોડ થયા ન હોવાથી મહિલાઓએ એકઠા થઈ અને નગરપાલિકા દ્વારા વહેલી તકે રોડ રસ્તા થાય તે માટે માગણી ઉચ્ચારી અને પાલિકા ખાતે પણ રજૂઆત કરી હતી.

g clip-path="url(#clip0_868_265)">