GUJARAT : છોટાઉદેપુર અને લોધિકામાં 7.5 ઇંચ, કવાંટમાં 5.5 ઇંચ, માણાવદરમાં 5 ઇંચ, કાલાવડમાં 4 ઇંચ વરસાદ

હવામાન વિભાગે રાજ્યભરમાં આગામી 48 કલાક સુધી મેઘમહેર યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તો 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2021 | 8:25 PM

GUJARAT : રાજ્યભરમાં વરસ્યો સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. પાછલા 12 કલાકમાં રાજ્યના 209 તાલુકામાં વરસાદ ખાબકયો છે. સૌથી વધુ છોટાઉદેપુર અને લોધિકામાં 7.5 – 7.5 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 13 તાલુકાઓમાં 4 ઇંચથી 7 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 26 તાલુકાઓમાં 2 થી 3 ઇંચ વરસાદ ખાબકયો છે. છોટાઉદેપુરના કવાંટમાં 5.5 ઇંચ વરસાદ પડયો છે. તો જામનગરના કાલાવડમાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. દાહોદમાં 2 ઇંચથી વધારે વરસાદ પડયો છે. તો જુનાગઢના માણાવદરમાં 5 ઇંચ વરસાદ નોંધાયો છે. આમ, રાજયભરમાં સાર્વત્રિક વરસાદને કારણે ખુશાલીનો માહોલ છે.

તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યભરમાં આગામી 48 કલાક સુધી મેઘમહેર યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. તો 48 કલાક દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">