AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: પરિણીતાનો વીડિયો ન્યૂડ સાઇટ પર અપલોડ કરવાના મુદ્દે સાયબર ક્રાઈમ કરશે તપાસ, રાજકોટ સાયબર સિક્યુરિટી સામે ઉભા થયા સવાલ

રાજકોટમાં પરિણીતાના વીડિયો ન્યૂડ સાઇટ પર અપલોડ કરવાના મુદ્દે તપાસ તેજ થઈ છે. ભારતમાં પ્રતિબંધિત ન્યૂડ વેબસાઇટ પર પરિણીતાના વીડિયો કેવી રીતે અપલોડ થયા તેની તપાસ હવે સાયબર ક્રાઇમ કરશે.

Rajkot: પરિણીતાનો વીડિયો ન્યૂડ સાઇટ પર અપલોડ કરવાના મુદ્દે સાયબર ક્રાઈમ કરશે તપાસ, રાજકોટ સાયબર સિક્યુરિટી સામે ઉભા થયા સવાલ
Rajkot
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2023 | 10:20 AM
Share

Rajkot : રાજકોટમાં પરિણીતાના વીડિયો ન્યૂડ સાઇટ પર અપલોડ કરવાના મુદ્દે તપાસ તેજ થઈ છે. ભારતમાં પ્રતિબંધિત ન્યૂડ વેબસાઇટ પર પરિણીતાના વીડિયો કેવી રીતે અપલોડ થયા તેની તપાસ હવે સાયબર ક્રાઇમ કરશે. ન્યૂડ વેબસાઇટ રાજકોટથી ઓપરેટર થઇ રહી હોવાથી સાયબર ક્રાઇમ સામે અનેક સવાલ ઉભા થાય છે.

આ પણ વાંચો : Rajkot: ‘બાળપણમાં ઘોળાતુ સુગર’, સૌરાષ્ટ્રમાં 2 હજારથી વધુ બાળકો ડાયાબિટીસથી પીડિત, ચોકલેટ ખાવાની ઉંમરે ખાઈ રહ્યા છે ઇન્સ્યુલીન

પીડિતાના સસરાએ ન્યૂડ વેબસાઇટ પર લાઇવ શો કર્યા હતા. ઘટનાની વાત કરીએ તો, પીડિત મહિલાએ તેના પતિ અને સસરા પર અશ્લીલ વીડિયો પોર્ન સાઇટ પર મુક્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ભાગીદારને છૂટો કરવા રૂપિયાની જરૂર હોવાથી પતિ અને તેના સસરાએ અશ્લીલ વીડિયોના લાઇવ શો કર્યા કર્યા હતા. પોલીસે હાલ બંને આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

સાસુ-સસરા અને પતિની પોલીસે કરી ધરપકડ

ભારતીય સંસ્કૃતિ તેની સભ્યતા અને મર્યાદાને કારણે વિશ્વમાં પ્રસિદ્ધ છે. પરંતુ સમાજમાં કેટલાક એવા દુષણો છે. જેઓ આજે સભ્ય સમાજને બદનામ કરી રહ્યા છે. તેના પર કલંક લગાડી રહ્યા છે. રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક મહિલા ફરિયાદ માટે પહોંચી. જ્યાં તેમણે તેના સાસુ સસરા અને પતિ મળીને પોર્ન વીડીયો બનાવતા હોવાની ફરિયાદ કરી હતી. શરૂઆતમાં પોલીસને પણ આ વાત ગળે ઉતરે તેવી ન હતી. પરંતુ મહિલાએ જ્યારે પોર્ન સાઇટ પર વીડિયો બતાવ્યા ત્યારે પોલીસ ચોંકી ઉઠી હતી. અને મહિલાની ફરિયાદના આધારે પોલીસે પીડિત મહિલાના સાસુ,સસરા અને તેના પતિની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

કઇ રીતે ગોઠવાયું પોર્ન ષડયંત્ર

પોલીસના કહેવા અનુસાર પીડિતાએ બે વર્ષ પહેલા યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પીડિતા જ્યારે સગર્ભા હતી ત્યારે તેના પતિ અને પિતાએ તેની તબિયત કેવી છે તે જોવું છે. કહીને પરિણીતાના પોર્ન વીડિયો તેના પતિએ બનાવ્યા હતા અને પીડિતાની મરજી વિરુદ્ધ આ વીડિયો તેના પિતાને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ બાળકનો જન્મ થયા બાદ પોર્ન ષડયંત્રનો પ્રારંભ થયો.

પીડિત યુવતીને તેના સસરા અને પતિ એક હોટેલમાં લઇ ગયા હતા. જ્યાં આફ્રિકન કોલ ગર્લને બોલાવી હતી. પીડિતાને સસરાએ કહ્યું, તું આ દ્રશ્યો જોઇ લે, તારે પણ આ પ્રકારે વર્તન કરવાનું છે. પીડિતાએ આ અંગે જ્યારે તેના પતિ અને સાસુને ફરિયાદ કરી ત્યારે તેના સાસુએ કહ્યું જો તારે ઘરે રહેવું હોય તો આ બધુ કરવું પડશે. જેથી પીડિતા ગભરાઇને આ કૃત્ય કરવા લાગી.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">