AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: RMC રેલનગર અંડરબ્રિજમાં લીકેજ રોકવા વધુ 57 લાખનો કરાશે ધુમાડો

Rajkot: RMC રેલનગર અંડરબ્રિજમાં થતુ પાણીનું લીકેજ રોકવા માટે હવે મહાનગરપાલિકા વધુ 57 લાખનો ધુમાડો કરશે. આ અન્ડરબ્રિજમાં પાણીનું લીકેજ ન થાય તે માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા 57 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

Rajkot: RMC રેલનગર અંડરબ્રિજમાં લીકેજ રોકવા વધુ 57 લાખનો કરાશે ધુમાડો
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 11, 2023 | 11:22 PM
Share

Rajkot:  રાજકોટ મહાનગરપાલિકા (RMC) અને રેલવે વિભાગની અનઆવડતનું જીવંત ઉદાહરણ હોય તો તે રેલનગરનો અંડરબ્રિજ છે.રાજકોટના રેલનગર વિસ્તારમાં રહેતા લાખો લોકો જે બ્રિજમાંથી દરરોજ અવરજવર કરે છે તે બ્રિજમાં બારેમાસ પાણી ભરાયેલું રહે છે અને ખાસ કરીને ચોમાસાના દિવસોમાં તો અહીં હાલત ખુબ જ ખરાબ હોય છે.

લીકેજ રોકવા  વધુ 57 લાખનું કરાશે આંધણ

આ બ્રિજમાં પાણીનું લીકેજ ન થાય તે માટે મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમીટી દ્રારા આજે 57 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં કોન્ટ્રાક્ટ કંપની દ્રારા બ્રિજમાં પાણીનું લીકેજ ન થાય તે પ્રકારની પમ્પીંગ સિસ્ટમનો ઉપયોગ કરશે.

લીકેજ રોકવા 57 લાખનો ખર્ચ મંજૂર

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે કહ્યું હતું કે રેલનગર અંડરબ્રિજમાં પાણી ભરાવાની સમસ્યા છે જેને લઇને રાજકોટ મહાનગરપાલિકા દ્રારા વોટરપ્રુફિંગ માટેની કામગીરી હાથ ધરવામાં આવશે. જેના ભાગરુપે અંડરબ્રિજમાં પાણી ભરાતું રોકવા માટે બ્રિજમાં ગ્રાઉન્ડીંગ કરીને આધુનિક ટેક્નોલોજીથી વોટરપ્રુફિંગ કરવામાં આવશે. આ માટે મહાનગરપાલિકા દ્રારા 57 લાખ રૂપિયાનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્રારા આ કામ 48.14 લાખનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું જો કે ઇનોવેટિલ એન્ટરપ્રાઇઝ દ્રારા 18.12 ટકા વધુ ભાવ માંગતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રાફિક અંગે મહાનગરપાલિકા સર્વે કરશે

આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મહાનગરપાલિકા દ્રારા ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે સર્વે કંપનીની નિમણૂક માટે ખર્ચ મંજૂર કરાયો છે. જેમાં શહેરમાં જ્યાં જ્યાં ટ્રાફિકની સમસ્યા મુખ્ય છે તેવા મુખ્ય સર્કલનો સર્વે કરવામાં આવશે આ સર્વેના આધારે જ્યાં ટ્રાફિક સમસ્યા સર્જાય છે ત્યાં સર્કલ નાનું કરવું કે નહિ તે અંગે નિર્ણય લેવામાં આવશે અને ટ્રાફિકની સમસ્યા હલ કરવાનો પ્રયત્ન કરાશે.

આ પણ વાંચો : Rajkot: વિધર્મી ક્રિકેટ કોચે કરેલી હેબિયસ કોર્પસની અરજી હાઈકોર્ટે ફગાવી, યુવતીએ યુવક સાથે જવાનો કર્યો ઈનકાર

15 દરખાસ્ત પેન્ડીંગ રખાઇ

આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં એકસાથે 15 જેટલી દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવી હતી જેના કારણે મહાનગરપાલિકામાં અનેક ચર્ચાઓ શરૂ થઇ છે.સ્ટેન્ડીંગ ચેરમેન દ્રારા આજે કુલ 96 જેટલી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી જેમાંથી 81 દરખાસ્ત માટે 30 કરોડ રૂપિયાના કામોને મંજૂર કરવામાં આવ્યા હતા જો કે 15 જેટલી દરખાસ્ત હાલમાં પેન્ડીંગ રાખવામાં આવી છે જેમાં કાલાવડ રોડ કપાતનો મુદ્દો મુખ્ય હતો જે પણ પેન્ડીંગ રાખવામાં આવ્યો છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">