પોરબંદરમાં ગુંડાગીરી, નાણાંની લેતીદેતીમાં દિવ્યાંગ યુવકનુ અપહરણ કરી ઢોર માર માર્યો
પોરબંદર(porbandar) જિલ્લામાં અપહરણકારોએ ઘરમાંથી અપહ્યત કરવામાં આવેલા યુવકને યુવકને પોલીસે મુકત કરાવ્યો હતો. તો બીજી ઘટનામાં બિહારના દિવ્યાંગ યુવકનો પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો.
પોરબંદર (porbandar) શહેરના બોખીરા નજીક રહેતા દિલીપ ઓડેદરા નામના યુવાનનું કેટલાક અસામાજિક તત્વોએ તેના ઘરમાંથી જ અપહરણ કર્યું હતું. આ ઘટનાની જાણ થતા જ પોરબંદર પોલીસે (Porbandar Police) આ યુવકને મુક્ત કરાવ્યો હતો. આ અપહરણ પૈસાની લેતી દેતીમાં કરવામાં આવ્યું હતું. પોરબંદર (porbandar) જિલ્લામાં અપહરણકારોએ ઘરમાંથી અપહ્યત કરવામાં આવેલા યુવકને પોલીસે મુકત કરાવ્યો હતો અને પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો તો બીજી ઘટનામાં બિહારના દિવ્યાંગ યુવકનો પરિવાર સાથે ભેટો કરાવ્યો હતો.
અપહરણની ઘટનાનો ભોગ બનેલા દિલીપ ઓડેદરા નામના યુવકે પોલીસને જણાવ્યું હતું કે તે ઘરમાં હતો ત્યારે રામ બોખિરીયા, કાના બોખિરીયા, જયેશ બાપોદરા અને નવઘણ નામના ચાર શખ્સો તેના ઘરે આવ્યા હતા. ત્યારબાદ, ગાડીમાં બેસાડી તેઓની વાડીએ લઈ ગયા હતા અને ત્યાં દિલીપને ઢોર માર માર્યો હતો. દીલીપને આ રીતે ઘરમાંથી લઈ જતા તેના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. આથી પોલીસે તુરંત જ કામગીરી શરૂ કરી હતી અને દિલીપનો ફોન ટ્રેસ કરવાનુ શરૂ કર્યું હતું તેમાં લોકેશન ખાપટ રોડ પેટ્રોલ પંપ પાસે મળ્યું હતું આથી પોલીસે ત્યાં પહોંચતા જ આરોપીઓ પાસેથી યુવકને મુક્ત કરાવ્યો હતો. યુવક મુકત થતા તેના પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. યુવકે વધુમાં જણાવ્યું હતું કે આ લોકો પૈસાની લેતી દેતીમાં તેને ઉઠાવી ગયા હતા. જોકે તેણે ઉછીના લીધેલા નાણા ચૂકવી દીધા હતા તેમ છતાં તેનું અપહરણ કરવામાં આવ્યું હતું.
પોલીસે આ ઘટનામાં ચારેય શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો હતો અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
દિવ્યાંગ યુવકનો પરિવાર સાથે કરાવ્યો ભેટો
તો અન્ય એક ઘટનામાં પોલીસે દિવ્યાંગ યુવકનું તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું હતું. શહેરની કમલા બાગ પોલીસ મોડી રાત્રે પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે પોરબંદરના રેલ્વે સ્ટેશન પાસેથી એક દિવ્યાંગ યુવક મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા જ પોલીસ સ્ટાફ સમજી ગયો હતો કે યુવક માનસિક રીતે દિવ્યાંગ છે તેમજ બોલી શકતો નથી. પોલીસે યુવકને તપાસતા તે ઉત્તર પ્રદેશના બિહારનો હોવાની જાણ થઈ હતી. તેની પાસેથી મળી આવેલા દવાના પ્રિસ્ક્રીપ્શનમાં ડોક્ટરનો કોન્ટેક્ટ નંબર હતો તેના દ્વારા પોલીસે આ મૂક યુવકનો બિહારમાં યુવકના પરિવારજનો સાથે સંપર્ક સાધ્યો હતો અને યુવકને તેના પરિવારને સોંપ્યો હતો.