Vadodara : પોલીસ તાલીમ શાળા ખાતે ઘોડીયાઘરનો પ્રારંભ, 22 મહિલા તાલીમાર્થીઓને રહેશે સરળતા

મહિલા પોલીસ કર્મચારીઓને તાલીમ અને ફરજના ભાગરૂપે જવાનું થતું હોય છે ત્યારે તેમના બાળકોની કાળજી અને સારસંભાળ પૂરતી રીતે લેવામાં આવે અને બાળકની ચિંતા વિના માતા પોતાની રાષ્ટ્ર રક્ષાની ફરજ પણ પૂર્ણ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે ઘોડીયાઘરનો પ્રારંભ

Vadodara :  પોલીસ તાલીમ શાળા ખાતે ઘોડીયાઘરનો પ્રારંભ, 22 મહિલા તાલીમાર્થીઓને રહેશે સરળતા
Police Training school begins cradle facility
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Jul 25, 2021 | 11:42 PM

રાજયના પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી આશિષ ભાટીયાએ પોલીસ મહાનિર્દેશક (તાલીમ) વિકાસ સહાય, વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડૉ. શમશેરસીંઘની ઉપસ્થિતિમાં વડોદરા સ્થિત પોલીસ તાલીમ શાળા ખાતે ઘોડીયા ઘરનો પ્રારંભ કરવામાં હતો. તેમણે દીપ પ્રાગટ્ય કરી આ ઘોડીયા ઘરને પોલીસ કર્મચારીઓના બાળકો માટે ખૂલ્લું મૂક્યું હતુ.

મહત્વનું છે કે, પ્રવર્તમાન સમયે પોલીસ સહિતના વિભાગો અને ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રદાન નોંધનીય છે. મહિલાઓની સામાજિક અને કૌટુંબિક જવાબદારીઓની સાથે કારકિર્દી સહિતના અનેક વિધ પાસઓ પર ઉમદા યોગદાન આપી રહ્યા છે. આવા સમયે પોલીસ વિભાગમાં પણ મહિલા પોલીસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે.

મહિલા પોલીસ કર્મચારીઓને તાલીમ અને ફરજના ભાગરૂપે જવાનું થતું હોય છે ત્યારે તેમના બાળકોની કાળજી અને સારસંભાળ પૂરતી રીતે લેવામાં આવે અને બાળકની ચિંતા વિના માતા પોતાની રાષ્ટ્ર રક્ષાની ફરજ પણ પૂર્ણ કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે ઘોડીયાઘરનો પ્રારંભ વડોદરા સ્થિત પોલીસ તાલીમ શાળાના મહિલા બેરેકમાં કરવામાં આવ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મહિલા તાલીમાર્થીઓને તાલીમના ભાગરૂપે આઉટડોર અને ઇન્ડોર તાલીમ હોય છે જે મોટાભાગે દિવસ દરમિયાનની હોય છે. આ સમય દરમિયાન બાળકની સારસંભાળ આ ઘોડીયા ઘરમાં લેવામાં આવે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઘોડીયા ઘરમાં ઘોડીયા, બાળકો માટે વિવિધ રમકડાઓ, રંગબેરંગી ચિત્રો, આકર્ષક દિવાલો સહિતનું સુશોભન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, નવીન ઘોડીયા ઘર પ્રાથમિક રીતે પોલીસ કલ્યાણ નિધીમાંથી અંદાજે રૂ.૨ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. મહિલા કર્મચારીઓ કામ કરતી હોય અને વધુ સંખ્યામાં બાળકો હોય એવી જગ્યાઓ ઘોડિયા ઘરો શરૂ કરવાની ભારત સરકારની યોજના છે. તેના હેઠળ પોલીસ વિભાગમાં જરૂર હોય તેવા સ્થળોએ ઘોડિયાઘર શરૂ કરવા મહિલા અને બાળ વિભાગ સાથે પરામર્શ કર્યો છે.

33 ટકા મહિલા અનામતને લીધે પોલીસ દળમાં મહિલાઓની સંખ્યા વધી છે ત્યારે પોલીસ સ્ટેશનોમાં શરૂ કરવામાં આવી રહેલા ચાઈલ્ડ ફ્રેન્ડલી કોર્નર પણ પોતાના બાળકોની સંભાળ લેવાની સાથે ફરજ બજાવવામાં મહિલા પોલીસ કર્મીઓને ઉપયોગી થશે.

હાલમાં પોલીસ તાલીમ શાળા વડોદરા ખાતે 44 મહિલાઓ સહિત કુલ 71 હથિયારી લોક રક્ષક તાલીમાર્થીઓ તાલીમ લઇ રહ્યા છે. જેમાંથી 22 મહિલા તાલીમાર્થીઓ બાળકની માતા પણ છે. ગુજરાત પોલીસમાં પાયાની તાલીમ લઇ રહ્યા છે તેવા આઠ મહિલાઓ સંસ્થા ખાતે પાયાની તાલીમ અંતર્ગત ફરજ પર છે.

આથી તે ફરજ પર હોય તેવા સમયે તેમના બાળકોને જરૂરી તબીબી સારવાર, પોષણક્ષમ આહાર અને રમકડાં, ઘોડીયા સહિત ઘર જેવું વાતાવરણ મળી રહે તે ઉદ્દેશ્ય સાથે ઘોડીયા ઘરનો પ્રારંભ વડોદરા પોલીસ તાલીમ શાળા ખાતે કરવામાં આવ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">