ગુજરાતમાં પીએમ મોદીને આવકારવા તડામાર તૈયારીઓ, RTPCR રિપોર્ટ નેગેટિવ હશે તે જ ધારાસભ્ય બેઠકમાં હાજરી આપી શકશે

એરપોર્ટથી કમલમ સુધી PM મોદી રોડ શો કરશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે માહિતી આપતા કહ્યું કે, PMના કાર્યક્રમમાં લગભગ 4 લાખ લોકો અભિવાદન માટે આવશે.જેમાં અલગ અલગ સમાજ, સંસ્થાઓ, NGO અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 11:38 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  11 અને 12 માર્ચ બે દિવસ માટે ગુજરાતના(Gujarat)  પ્રવાસે આવી રહ્યાં છે.જેને લઇ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે..પીએમની મુલાકાત દરમિયાન કોઇ ચૂક ન રહી જાય તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે વિધાનસભામાં તમામ ધારાસભ્યોના કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે.કારણ કે RTPCR રિપોર્ટ નેગેટિવ હશે તેવા ધારાસભ્યો જ પ્રતિનિધિ બેઠકમાં હાજર રહી શકશે..જેના ભાગરૂપે કમલમમાં સેવકથી માંડી તમામ અપેક્ષિત હોદ્દેદારોના RTPCR ટેસ્ટ કરવામાં આવશે. પીએમ મોદી કમલમ ખાતે બેઠક યોજશે જે અંગે બેઠક રુમની વ્યવસ્થા બદલવામાં આવી છે. તેમજ પીએમ મોદી માટે નવું પોંડિયમ તૈયાર કરવામાં આવ્યું છે. તેમજ કમલમ ખાતે શુક્રવારે ડિજિટલ એન્ટ્રી સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. તેથી બેઠક રૂમની બહાર ડિજિટલ એન્ટ્રી માટેનું મશીન લગાવવામાં આવ્યું છે.વડાપ્રધાન મોદી 11 અને 12 માર્ચે વડાપ્રધાન ગુજરાત આવશે. 11 માર્ચે સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. જ્યાં એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરાશે.

એરપોર્ટથી કમલમ સુધી PM મોદી રોડ શો કરશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમને લઈને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે માહિતી આપતા કહ્યું કે, PMના કાર્યક્રમમાં લગભગ 4 લાખ લોકો અભિવાદન માટે આવશે.જેમાં અલગ અલગ સમાજ, સંસ્થાઓ, NGO અને કાર્યકર્તાઓ નક્કી કરેલા સ્થળે હાજર રહેશે. વડાપ્રધાન કમલમમાં નેતાઓ સાથે બેઠક કરશે. તો સરપંચ સંમેલન અંગે માહિતી આપતા પાટીલે કહ્યું, વડાપ્રધાન સરપંચ સંમેલનમાં હાજર રહેશે. જેમાં સરપંચથી લઈને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સહિત 1.50 લાખ લોકો હાજર રહેશે.

આ પણ  વાંચો : અમદાવાદ : RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાની 11થી 13 માર્ચ સુધી બેઠક યોજાશે, સંઘ પ્રમુખ મોહન ભાગવત ઉપસ્થિત રહેશે

આ પણ  વાંચો : આવતીકાલે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, શાહ સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપશે

Follow Us:
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એક નહીં 1000 વાર માફી માગવી પડે તો પણ માંગીએ છીએઃ હર્ષ સંઘવી
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
એમ્બ્યુલન્સમાં દર્દી નહીં દારૂની હેરાફેરી ઝડપાઈ
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
g clip-path="url(#clip0_868_265)">