Panchmahal: પાલિકાએ પાણીનો સંપ બનાવ્યો, પરંતુ પીવાના ચોખ્ખા પાણીનો અભાવ, પાલિકા કરશે પાણીની તપાસ

|

Oct 19, 2022 | 11:55 PM

ટાંકીની બાજુમાં રામસાગર તળાવને અડીને સંપનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે બાંધકામ દરમિયાન સંપમાં તળાવનું દૂષિત પાણીનું ઝમણ થઈ સંપમાં ભરાઈ રહ્યુ છે. સ્થાનિકોની બસ આ જ મુખ્ય રજૂઆત છે. આ મામલે પાલિકા સત્તાધીશોથી લઈ જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી છે.

Panchmahal: પાલિકાએ પાણીનો સંપ બનાવ્યો, પરંતુ પીવાના ચોખ્ખા પાણીનો અભાવ, પાલિકા કરશે પાણીની  તપાસ
ગોધરામાં પાણીના સંપની સમસ્યાનો નિકાલ કરવા નગરપાલિકાની ખાતરી

Follow us on

ગોધરા  (Godhra) નગરપાલિકાએ  નાગરિકોને  પીવાના પાણીની સુવિધા આપવા માટે  માટે  5 કરોડનો ખર્ચો કર્યો હતો.  ટાંકી  ((Water tank) અને સંપ બનાવી આપ્યા પણ પાલિકાએ એ ન  વિચાર્યુ કે આ સંપમાં જે પાણી આવશે શુંં એ ચોખ્ખુ પીવાલાયક હશે ખરુ.? જો કે સ્થાનિકોના મતે તો સંપમાં આવતુ પાણી પીવાલાયક નથી આ સ્થાનિકને ચિંતા છે ત્યાંના લોકોની કેમ કે પીવાનું પાણી ચોખ્ખું  નથી આવતું અને ગંદુ આવી રહ્યું છે અને આ આક્ષેપની સાથે કેટલાક પુરાવા પણ તેમની પાસે છે. સંપના તળિયાના ભાગે જે પાણી છે શું એ ખરેખર સ્વસ્છ પીવાલાયક છે ખરું?

સ્થાનિકોએ જણાવ્યું હતું કે  ગોધરા નગરપાલિકાની  (Godhra Municipality )કામગીરીમાં લીકેજ ક્યાં છે. ગોધરા નગરપાલિકા વોર્ડ નંબર 4, 5, 9, 10ના રહીશોને પીવાનું પાણી મળી રહે તે હેતુસર પાલીકા દ્વારા હાલ 5 કરોડના ખર્ચે 10 લાખ લિટર પાણી ક્ષમતા ધરાવતી ટાંકી અને સંપનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે. ટાંકીની બાજુમાં રામસાગર તળાવને અડીને સંપનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે બાંધકામ દરમિયાન સંપમાં તળાવનું દૂષિત પાણીનું ઝમણ થઈ સંપમાં ભરાઈ રહ્યુ છે. સ્થાનિકોની બસ આ જ મુખ્ય રજૂઆત છે. આ મામલે પાલિકા સત્તાધીશોથી લઈ જિલ્લા કલેક્ટર સુધી રજૂઆત કરવામાં આવી છે. નર્મદાના શુદ્ધ પાણી સાથે તળાવનું અશુદ્ધ દૂષિત પાણી ન ભળે તે માટે સંપ અન્ય જગ્યાએ બનાવવા સ્થાનિક રહીશો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

આ 4 ભૂલના કારણે ઘરમાં નથી ટકતા પૈસા ! જાણી લેજો તમે નથી કરતાને આ ભૂલ
સર્વાઇકલ કેન્સર હોય તો કેવી રીતે ખબર પડે ?
CBI એજન્ટનો પગાર કેટલો હોય છે? કેવી રીતે થાય છે સિલેક્શન, જાણો અહીં
આજનું રાશિફળ તારીખ : 24-01-2025
1927ની આ સૌથી ચર્ચિત ફિલ્મ જેણે જીત્યો હતો ઇતિહાસનો પહેલો ઓસ્કાર એવોર્ડ
પૂર્વ ક્રિકેટરે ટીમ ઈન્ડિયાના કોચ ગૌતમ પર લગાવ્યો 'ગંભીર' આરોપ

 

તળાવનું પાણી પીવાલાયક છે કે નહીં તે માટે રહીશો દ્વારા સવખર્ચે તળાવનાં પાણીનાં નમુના લેબ ટેસ્ટ કરાવ્યા છે જેમાં તળાવનું પાણી પીવાલાયક ન હોવાનું રિપોર્ટમાં સામે આવ્યુ છે. બીજી તરફ સંપની કામગીરી પૂર્ણ કરીને પાણીનાં સેમ્પલ ટેસ્ટ કરાવ્યા બાદ પાણી વિતરણ કરવામાં આવશે તેમ પાલિકા પ્રમુખ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. સારી  બાબત એ છે કે  પાલિકાના ધ્યાને આ વાત આવી અને સકારાત્મક રીતે તેઓ આ ઘટનાને જોઇ રહ્યાં છે પણ આ સમસ્યાના નિરાકરણના મૂળમાં જવું હોય તો સંપની જગ્યા બદલવાથી કાયમી નિરાકરણ આવી શકે છે ત્યારે જોવું રહ્યું પાલિકા આ ઉકેલને કાયમી ઉકેલ લાવવાના ઉદ્દેશથી કેવા પ્રકારના પગલાં ભરે છે.

 

વિથ ઇનપુટ ક્રેડિટઃ નિકુંજ પટેલ ટીવી9  ગોધરા

Next Article