Panchmahal: ગોધરાના કાંકણપુર ગામેથી નકલી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું, 2 ઇસમોની પોલીસે કરી ધરપકડ
પંચમહાલના ગોધરાના કાંકણપુર ગામેથી નકલી નોટો છાપવાનું કૌભાંડ ઝડપાયું છે. નકલી નોટો છાપીને બજારમાં મુકે તે પહેલા જ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે.
Panchmahal: પંચમહાલના ગોધરાના કાંકણપુર ગામેથી નકલી નોટો છાપવાનું કૌભાંડ (Fake currency notes printing) ઝડપાયું છે. નકલી નોટો છાપીને બજારમાં મુકે તે પહેલા જ પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. અન્ય બે આરોપી મિનેન્દ્ર પગી અને હરીશ વણઝારા પોલીસ પકડથી દૂર છ . નકલી નોટો છાપવાની સામગ્રી સહિત 60 હજારનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. ઘટના કંઈક આવી છે કે, આરોપીઓ કાંકણપુરના ગામના એક મકાનમાં રૂપિયા 500ના દરની નકલી નોટ છાપતા હતા. ઝડપાયેલા બંન્ને આરોપી સૌરાષ્ટ્રના હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. પકડાયેલા આરોપીઓને લુણાવાડાનો મીનેન્દ્ર પગી નામનો શખ્સ તેની કારમાં કાંકણપુર ગામે લાવ્યો હતો. જયારે નોટો છાપવામાં આવતું હતું તે મકાન મકાન હરીશ નામના શખ્સનું હતું. કેટલા સમયથી નકલી નોટો છાપતા હતા તેની પોલીસે તપાસ શરૂ કરી છે.
કાલોલ પંથકમાં ધોધમાર વરસાદ
કાલોલ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. એક થી દોઢ ઇંચ વરસાદમાં મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા. કાલોલ નગરપાલિકા કચેરી બહાર વરસાદી પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા વાહનચાલકો-રાહદારીઓ પરેશાન થયા હતા.