Panchmahal: અમિત શાહ કાલે ગોધરા આવશે, તૈયારીઓ પૂર જોશમાં ચાલુ
પોલીસ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રીના કાર્યક્રમ ને લઈને ખાસ પોલીસ બંદોબસ્ત ગોધરા શહેરમાં ગોઠવવામાં આવ્યો છે જેમાં 3 એસપી, 12 ડી વાય એસ પી, 22 પી આઈ, 64 પીએસઆઇ અને 1300 પોલીસકર્મીઓ આવતીકાલે આ બંદોબસ્તમાં જોડાશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) ગુજરાતના પ્રવાસે છે. જેમાં પોતાના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન અમિત શાહ સહકાર સંમેલન(Co Operative Conference) તથા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષના(Sports Complex) ભૂમિ પૂજન કાર્યક્રમમાં ભાગ લેવાના છે. દરમિયાન અમિત શાહ આવતીકાલે ગોધરા (Godhra) ખાતે પંચમહાલ (Panchamahal) ડેરીના દ્વારા નિર્માણ કરવામાં આવેલા વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ તેમજ ઈ શિલાન્યાસ પ્રસંગે ઉપસ્થિત રહેશે.જેને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 1 લાખથી વધુ પશુપાલકો અને બેંકના ખાતેદારો આ કાર્યક્રમમાં હાજર રહેશે.
આવતીકાલે 29 મે એ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગોધરા ખાતે પંચામૃત ડેરીના ઓક્સિજન પ્લાન્ટ તેમજ પંચમહાલ જિલ્લા સહકારી બેંકના નવનિર્મિત મુખ્ય કાર્યાલયનું લોકાર્પણ કરશે. તેમજ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ પંચામૃત ડેરીના પ્લાન્ટના પંચામૃત ડેરી દ્વારા આયોજિત લોકાર્પણ અને ઈ શિલાન્યાસ કાર્યક્રમ માટે ગોધરા ખાતે બનાવેલા વિશાળ ડોમમાં 1 લાખથી વધુ પશુપાલકો, સભાસદો તેમજ નાગરિકો ઉપસ્થિત રહેશે. ત્યારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. પોલીસ દ્વારા કેન્દ્રીય ગૃહ મંત્રીના કાર્યક્રમ ને લઈને ખાસ પોલીસ બંદોબસ્ત ગોધરા શહેરમાં ગોઠવવામાં આવ્યો છે જેમાં 3 એસપી, 12 ડી વાય એસ પી, 22 પી આઈ , 64 પીએસઆઇ અને 1300 પોલીસકર્મીઓ આવતીકાલે આ બંદોબસ્તમાં જોડાશે. અમિત શાહનો કાફલો ગોધરા શહેરમાંથી પસાર થવાનો હોઈ ટ્રાફિકના સુચારુ નિયમન માટે તેમજ કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ગોધરા શહેરનું મુખ્ય બસ મથક આવતીકાલે એક દિવસ માટે હંગામી ધોરણે એસ ટી વર્કશોપ ખાતે ખસેડવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતભરની સહકારી સંસ્થાઓના ભાજપના હોદ્દેદારોને એક છત્ર હેઠળ લાવીને 28મી મેએ ગાંધીનગરમાં મહાત્મા ગાંધી મંદિરમાં ખાતે મહાસંમેલનમાં યોજાઈ રહ્યું છે. જેમાં કેન્દ્રિય ગૃહપ્રધાન અમિત શાહ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંને ઉપસ્થિત હશે.અમિત શાહના કાર્યક્રમની વાત કરીએ તો.વહેલી સવારે 9.45 કલાકે અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પરથી જામનગર જશે.ત્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે દેવભૂમિ દ્વારકા જશે.જ્યાં દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝૂકાવશે. ગૃહપ્રધાનના હસ્તે જામનગર જિલ્લામાં રૂપિયા 347 કરોડના ખર્ચે તૈયાર પોલીસ વિભાગના આવાસોનું લોકાર્પણ કરાશે. તેઓ 25 જિલ્લાના પોલીસ વિભાગના 57 મકાનોનું એક સાથે ઈ-લોકાર્પણ કરશે
બીજી તરફ 29 મેના રોજ અમિત શાહ વિવિધ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.સવારે તેઓ અમદાવાદથી ગોધરા જશે.જ્યાં પંચામૃત ડેરીના કાર્યક્રમમાં હાજરી આપશે.ઉપરાંત પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો. બેન્કના કાર્યક્રમમાં પણ રહેશે ઉપસ્થિત.ત્યારબાદ તેઓ બપોરે 12 કલાકે નડિયાદમાં જનસભાને સંબોધશે. નડિયાદથી અમિત શાહ સાંજે અમદાવાદ પહોંચશે.