AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Panchmahal : પાવાગઢમાં માચી નજીક ઘટેલી દુર્ઘટના મુદ્દે તપાસનો ધમધમાટ, FSL અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી તપાસ કરાશે

પાવાગઢ (Pavagadh) પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ FSL અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી તપાસ કરશે. તો માર્ગ મકાન વિભાગ સહિત સંલગ્ન વિભાગો સમગ્ર ઘટનાની તપાસમાં જોતરાશે.

Panchmahal : પાવાગઢમાં માચી નજીક ઘટેલી દુર્ઘટના મુદ્દે તપાસનો ધમધમાટ, FSL અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી તપાસ કરાશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 12:33 PM
Share

યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) માચી નજીક ઘટેલી દુર્ઘટના મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગઇકાલે માચીમાં વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટી પડતા એકનું મોત થયુ હતુ અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ત્યારે પાવાગઢ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ FSL અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી તપાસ કરશે. તો માર્ગ મકાન વિભાગ સહિત સંલગ્ન વિભાગો સમગ્ર ઘટનાની તપાસમાં જોતરાશે.

આ પણ વાંચો- Breaking News: મહેસાણાના વીજાપુરની સાયન્સ કોલેજની ખુલ્લી મનમાની આવી સામે, કોપી કેસ ન કરવા કોલેજે 3 નિરીક્ષકોને નજરકેદ કર્યા

સમગ્ર ઘટના મામલે જે ઢાંચો ધરાશાયી થયો હતો. તે પથ્થરના સેમ્પલ લેબમાં મોકલવામાં આવશે. ઘટના સ્થળને બેરીકેટિંગ પર પ્રવેશબંધી કરવામાં આવી છે અને સમગ્ર ઘટનાનો ટુંક સમયમાં જ રિપોર્ટ તૈયાર કરી કલેક્ટરને સોંપાશે. અન્ય નવા બનાવવામાં આવેલા તમામ સ્ટ્રક્ચરની પણ તપાસ કરવામાં આવશે. મહત્વનું છે કે 4 મેના રોજ માચી નજીક ઘુમ્મટ નીચે પડતા દુર્ઘટના સર્જાઇ હતી. જેમાં એક મહિલાનું મોત થયું હતું. જ્યારે 10 લોકો ઇજાગ્રસ્ત થતાં સારવાર માટે ખસેડાયા હતા. દુર્ઘટના બાદ સરકારે કલેક્ટરને સમગ્ર ઘટનાનો તપાસ રિપોર્ટ સોંપવા આદેશ કર્યો છે.

વરસાદી વાતાવરણમાં બની હતી દુર્ઘટના

પંચમહાલ જિલ્લામાં આવેલા યાત્રાધામ પાવાગઢ ખાતે મોટી દુર્ઘટના ટળી છે. માચી નજીક યાત્રાળુઓના વિશ્રામ માટે બનાવાઇ રહેલી પથ્થરની કુટીરનો ઘુમ્મટ તૂટ્યો છે. ઘુમ્મટ તૂટી પડતાં પથ્થરનાં કાટમાળ નીચે દસથી વધુ યાત્રિકો દબાયા હતા.  આ ઘટનામાં એકનું મોત થયુ છે. તો અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હાલોલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તોમાં બે બાળકોનો પણ સમાવેશ થયો છે. પંચમહાલ જિલ્લાના કલેક્ટર આશિષ કુમાર દ્વારા ઘટના મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

ઘટનાની જાણ થતાં જ પંચમહાલ જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો. તો ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે પણ હોસ્પિટલ પહોંચીને ઇજાગ્રસ્તોની ખબર અંતર પુછ્યા અને અધિકારીઓ સાથે બેઠક કરીને માહિતી મેળવી હતી. જિલ્લા કલેક્ટર સહિત ધારાસભ્યએ લોકોને અફવાઓમાં ન આવવા અપીલ કરી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો  tv9gujarati.com પર

 તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">