AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતની દરેક પ્રાથમિક શાળામાં દર શનિવારે રહેશે બેગલેસ ડે, સેટરડે ‘નો સ્કૂલબેગ ડે’ રાખવા નિર્ણય

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક શાળામાં દર શનિવારે નો સ્કૂલ બેગ ડે એટલે કે બેગલેસ ડે રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. શનિવારે બાળકોએ સ્કૂલ બેગ લીધા વિના જ શાળીએ જવાનું રહેશે અને શાળામાં શિક્ષણ સિવાયની ઈત્તર પ્રવૃતિઓમાં બાળકો ભાગ લેશે.

Breaking News: ગુજરાતની દરેક પ્રાથમિક શાળામાં દર શનિવારે રહેશે બેગલેસ ડે, સેટરડે 'નો સ્કૂલબેગ ડે' રાખવા નિર્ણય
Follow Us:
| Updated on: Jul 02, 2025 | 4:12 AM

Saturday No School Bag Day: ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત હવેથી રાજ્યની દરેક પ્રાથમિક શાળાઓમાં શનિવાર બેગલેસ ડે અમલી કરવામાં આવશે. જે અનુસાર શનિવારે દરેક વિદ્યાર્થીઓને શાળામાં બેગ ન લઈ જવાની છૂટ મળશે. વિદ્યાર્થીઓએ સ્કૂલ બેગ લીધા વિના જ સ્કૂલે જવાનું રહેશે. દરેક પ્રાથમિક શાળાઓમાં હવેથી Saturday Means No School Bag Day અમલી રહેશે. આ દરમિયાન શનિવારે બાળકોને અન્ય રમતગમત તેમજ ઈત્તર પ્રવૃતિઓ કરાવવામાં આવશે.

એકમ કસોટી બાબતે નિર્ણય આવ્યા બાદ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને કરાવવાની પ્રવૃતિઓ પર સ્પષ્ટતા કરવામાં આવશે. હાલ આગામી 5 જૂલાઈ થી જ દર શનિવારે બેગલેસ ડે આનંદદાયી શનિવાર પર અમલવારી કરવા તમામ પ્રાથમિક શાળાઓને રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.

મલ્ટી-ડાઇમેન્શનલ લર્નિંગ તરફ એક પગલુ

ન્યુ એજ્યુકેશન પોલિસી(NEP) 2020 અને NCF-SE 2023 મુજબ સરકારી ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓનાં ધોરણ 1 થી 8નાં બાળકોના મનોશારીરિક વિકાસ તેમજ રમત-ગમત, શારિરીક કસરતો, યોગ, સૂર્યનમસ્કાર, ચિત્ર, બાલસભા, સંગીત વગેરે બાબતોનો સમાવેશ કરવા માટે તેમજ બેગલેસ ડે અને આનંદદાયી શનિવારની પ્રવૃત્તિઓ દર શનિવારે કરવાના શાળાઓને આદેશ અપાયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, તેમની સર્જનાત્મક શક્તિઓ બહાર આવે તે હેતુથી આ નિયમ બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા વિદ્યાર્થીઓ રોજિંદા અભ્યાસના ભારણમાંથી બહાર આવીને જીવન કૌશલ્ય અને શારીરિક કસરતો પર પણ ધ્યાન આપતા થશે.

વરસાદમાં ભીના શૂઝ પહેરવાથી પગમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે, જાણો તેનાથી કેવી રીતે બચવું
સવાર-સવારમાં ગાય દરવાજે આવીને ઉભી રહે તો કઈ વાતનો સંકેત મળે છે?
લગ્નના 7 વર્ષ બાદ અલગ થયું આ સ્ટાર કપલ,જુઓ પરિવાર
10 વર્ષ ડેટ કરી લગ્ન કર્યા, હવે 7 વર્ષ બાદ અલગ થવાનો લીધો નિર્ણય જુઓ સાયના નહેવાલનો પરિવાર
આજનું રાશિફળ તારીખ : 14-07-2025
ઋષભ પંતને છોડો... ઉર્વશી રૌતેલાના દિલમાં કોણ છે? જાણો

અન્ય રાજ્યોના ઉદાહરણ

જો કે ગુજરાત પહેલુ રાજ્ય નથી જ્યાં બેગલેસ સેટરડેની પહેલ શરૂ કરવામાં આવી છે. આ અગાઉ મહારાષ્ટ્ર, કર્ણાટક અને દિલ્હીમાં પણ ‘બેગલેસ ડે’ની સફળ અમલવારી થઈ ચૂકી છે. આ રાજ્યોના શિક્ષણ વિભાગ મુજબ, બેગલેસ ડેના પરિણામે વિદ્યાર્થીઓમાં શાળા પ્રત્યે રુચિ અને હાજરી દર બંનેમાં વધારો નોંધાયો છે.

BIG NEWS: ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડે, આનંદદાયી પ્રવૃત્તિઓ કરાવાશે, રાજ્ય સરકારનો નિર્ણય 2 - image

9 જૂલાઈ સુધીમાં ભારત અમેરિકા વચ્ચે થનારી ટ્રેડ ડીલને લઈને સહમતી સધાઈ જશે કે ફસાશે પેચ- વાંચો ભારત માટે કેમ જરૂરી છે આ ડીલ? વાંચો

g clip-path="url(#clip0_868_265)">