9 જૂલાઈ સુધીમાં ભારત અમેરિકા વચ્ચે થનારી ટ્રેડ ડીલને લઈને સહમતી સધાઈ જશે કે ફસાશે પેચ- વાંચો ભારત માટે કેમ જરૂરી છે આ ડીલ?
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની સત્તા સંભાળતાની સાથે જ વિશ્વભર પર ટેરિફ બોંબ ફોડ્યો હતો. ભારત પણ આ ટ્રમ્પના આ ટેરિફ બોંબથી ખુદને બચાવી શક્યુ નથી. અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. જો કે પાછળથી તેમણે 90 દિવસની મહોલત પણ આપી હતી. હવે આ 90 દિવસની છૂટ 9 જૂલાઈએ ખતમ થવાની છે.

અમેરિકાની સત્તા સંભાળતાની સાથે જ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર ટેરિફ બોંબ ફોડ્યો હતો. ભારત પણ તેમાંથી બાકાત બિલકુલ નથી. અમેરિકાએ ભારત પર 26% ટેરિફ લગાવવાની જાહેરાત કરી દીધી છે. જો કે પાછળથી બહુ હોહા થયા બાદ ટ્રમ્પે 90 દિવસની છૂટ આપી હતી. હવે આ 90 દિવસની છૂટ 9 જૂલાઈએ પુરી થઈ રહી છે. ટેરિફને લઈને ભારત અને અમેરિકા વચ્ચે ડિલ થવાની છે. ટ્રેડ ડિલને લઈને બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. રવિવારે એવા ન્યૂઝ મળ્યા છે કે 9 જૂલાઈએ ઈન્ડિયા-યુએસ વચ્ચે આ ડિલ થઈ જશે. જો કે આ પહેલો મોકો નથી જ્યારે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને કંઈક કહેવામાં આવ્યુ હોય. આ પહેલા ટ્રમ્પ 7 વાર આ ડીલને લઈને વાત કરી ચુક્યા છે. શું છે ભારત અમેરિકાની ટ્રેડ ડીલ ટ્રેડ ડિલ દ્વારા ભારત અને અમેરિકા...