AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી, જુઓ Video

Breaking News: બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી, ફાયર બ્રિગેડની ત્વરિત કામગીરીથી મોટી દુર્ઘટના ટળી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2026 | 1:17 PM
Share

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ભણસાલી હોસ્પિટલ નજીક ક્લોરિન ગેસ લીકેજની ઘટના બનતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ગેસ લીકેજના કારણે આસપાસના વિસ્તારમાં તીવ્ર ગંધ ફેલાઈ ગઈ હતી, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ અને ગૂંગળામણનો અનુભવ થયો હતો.

ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સ્થિતિને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી હતી. ક્લોરિન ગેસની અસર ઓછી કરવા માટે ફાયર બ્રિગેડ દ્વારા સતત પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. સાથે જ ગેસ લીકેજના સ્ત્રોતને શોધીને તેને તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો.

ગેસ લીકેજના કારણે થોડા સમય માટે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકો સાવચેતીના ભાગરૂપે પોતાના ઘરો અને દુકાનોમાંથી બહાર નીકળી ગયા હતા. જોકે ફાયર બ્રિગેડની ઝડપી અને અસરકારક કામગીરીને કારણે સ્થિતિ ઝડપથી નિયંત્રણમાં આવી ગઈ હતી.

ડીસામાં એક મોટી દુર્ઘટના ટળી

પ્રાથમિક માહિતી અનુસાર, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ મળ્યા નથી. જો કે શ્વાસ લેવામાં તકલીફ અનુભવતા કેટલાક લોકોને સાવચેતીના ભાગરૂપે તબીબી તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાની માહિતી મળી રહી છે.

ફાયર બ્રિગેડે લોકોને અપીલ કરી છે કે આવી કોઈ પણ પ્રકારની ગેસ લીકેજની ઘટના બને તો ગભરાટ ફેલાવવાને બદલે તરત જ સંબંધિત વિભાગને જાણ કરવી અને સ્થળથી સુરક્ષિત અંતર જાળવવું. સમયસર લેવામાં આવેલી કાર્યવાહીથી ડીસામાં એક મોટી દુર્ઘટના ટળી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

Breaking News : ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">