દશેરાનો તહેવાર એટલે અસત્ય સામે સત્યનો વિજય. અસુરી શક્તિ સામે દૈવી શક્તિનો વિજય અને આજ વિજયને મનાવવા માટે દશેરાના દિવસે રાવણદહન સાથે ફાફડા જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા ચાલતી આવે છે. જે આજે પણ દશેરાના તહેવાર નિમિત્તે ફાફડા જલેબી ખરીદવા લોકોની લાંબી લાઇનો જોવા મળી. વહેલી સવારથી જ શહેરીજનોએ ફાફડા જલેબીની જયાફત ઉડાડી હતી. એક અંદાજ મુજબ ગુજરાતભરમાં કરોડો રૂપિયાના ફાફડા જલેબી નાગરિકો આરોગી જતા હોય છે. રસ ઝરતી જલેબી અને ગરમા ગરમ ફાફડા ખાઇને આજના દિવસની ઉજવણી કરાતી હોય છે. જોકે ચાલુ વર્ષે ફાફડા જલેબીના ભાવોમાં ભડકો જોવા મળ્યો છે. ફાફડા જલેબીના પ્રતિ કિલો ભાવમાં વધારો થયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: બાળકોના માતા-પિતા ચેતી જજો! બાળકોને સમજાવો ટ્રાફિકના નિયમો! જુઓ VIDEO