નર્મદા : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં વડાપ્રધાન ભાગ લેશે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડ સહીત અનેક આકર્ષણ રચાશે
નર્મદા : ભારતની એકતાના શિલ્પી તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ આજે 31મી ઓક્ટોબરે છે. તેમની જબરદસ્ત હિંમતને કારણે વલ્લભભાઈ પટેલ ભારતના 'લોખંડી પુરુષ' પણ કહેવામાં આવે છે. આ દિવસે દેશભરમાં 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી કરવામાં આવી રહી છે.
નર્મદા : ભારતની એકતાના શિલ્પી તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ આજે 31મી ઓક્ટોબરે છે. તેમની જબરદસ્ત હિંમતને કારણે વલ્લભભાઈ પટેલ ભારતના ‘લોખંડી પુરુષ’ પણ કહેવામાં આવે છે. આ દિવસે દેશભરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ઉજવણી થવા જઈ રહી છે. આ અવસરે વિવિધ કાર્યક્રમ આને આકર્ષણોની ઝાંખી દૃષ્ટિગોચર થશે.
વડાપ્રધાન એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે
ગુજરાતમાં વર્ષ 2014 થી ભારત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના ઉપલક્ષમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ અવસરની ઉજવણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે અચૂક હાજરી આપી સરદાર સાહેબની પ્રતિમાના ચારણ સ્પર્શ કરી સમગ્ર દેશવાસીઓ વતી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પ્રજાજનોને રાષ્ટ્રીય એકતા દિવસની શપથ પણ લેવડાવશે.
રાષ્ટ્રીય એકતા પરેડ આકર્ષણનું કેન્દ્ર
પ્રતિમાની પૂજા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સીધા પરેડ ગ્રાઉન્ડ પર પહોંચશે અને રાષ્ટ્રીય એકતા પરેડને સલામી આપશે. આ અવસરે કેમલ માર્ચ અને હોર્સ માર્ચ સાથે IBPT, CRPF, BSF, NSG, NDRF, ગુજરાત પોલીસ અને અન્ય સુરક્ષા દળો વિવિધ જવાનોની પરેડ સાથે તેમના કૌશલ્યના કરતબ પણ જોવા મળશે.
પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર આકાર પામેલા ગુજરાતના ગ્રીન ગ્રોથની નવી ઓળખ એવા પ્રોજકેટને લોકો માટે ખુલ્લા પણ મુકવામાં આવશે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સરદાર પટેલ જયંતીના અવસરે પ્રકૃતિના સંરક્ષણ માટે ગ્રીન ઇનિશિયેટિવ હેઠળ પાંચ પ્રોજેક્ટ્સ તૈયાર કરવામાં આવ્યા છે. કહું મહત્વના ગણાતા આ પ્રોજકેટસનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં 30 ઇ-બસ, 210 પબ્લિક બાઇક શેરિંગ, ગુજરાત ગેસ લિમિટેડ દ્વારા સિટિ ગેસનું વિતરણ તથા એકતાનગરમાં આવતા પ્રવાસીઓના સરળ ટ્રાન્સપોર્ટેશન માટે ગોલ્ફ કોર્ટ્સ જેવી સુવિધાઓનું લોકાર્પણ તેમજ 4 મેગાવોટ સ્થાપિત ક્ષમતા સાથેના સોલાર પેનલ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.
ન અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી સસ્ટેનેબલ સોલ્યુશન્સના ભાગરૂપે તેમજ 1.4 મેગાવોટની સોલાર પાવર ઉત્પાદનની ક્ષમતામાં વધારો કરવામાં આવી રહ્યો છે. આ માટે પાર્કિંગ 1, પાર્કિંગ 2 અને પાર્કિંગ 3 પર સોલાર પેનલ્સ ઇન્સ્ટોલ કરવાની યોજના હાથ ધરવામાં આવી છે. જે 4 મેગાવોટ સોલાર પાવર જનરેટ કરશે.
Input Credit : Vishal Pathak, Narmada