ગુજરાતના આદિવાસીઓએ દેશની આઝાદી માટે ક્યારેય પાછી પાની કરી નથી : સીએમ રૂપાણી

મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વન અને ગીરિકંદરાઓમાં વસતા આદિવાસીઓનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અનોખું યોગદાન રહ્યું છે.સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિજાતિના અનેક સપૂતોની ત્યાગ, સમર્પણ અને બલિદાનની યશ ગાથાઓ આજે આપણને પ્રેરણા આપે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 7:05 PM

ગુજરાત(Gujarat)માં 09 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ(World Tribal Day)ની રાજય વ્યાપી ઉજવણી નર્મદા ખાતે કરવામાં આવી હતી. જેમાં સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે આદિવાસી બંધુઓએ હંમેશા દેશ માટે બલિદાન આપ્યા છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે વન અને ગીરિકંદરાઓમાં વસતા આદિવાસીઓનું દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પણ અનોખું યોગદાન રહ્યું છે.સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિજાતિના અનેક સપૂતોની ત્યાગ, સમર્પણ અને બલિદાનની યશ ગાથાઓ આજે આપણને પ્રેરણા આપે છે.

ગુજરાતના આદિવાસીઓએ દેશની આઝાદી માટે ક્યારેય પાછી પાની કરી નથી એમ જણાવતાં મુખ્ય મંત્રી ઉમેર્યું કે સોમનાથ મંદિરની રક્ષા હોય કે પછી ૧૮૫૭ નો સ્વાતંત્ર્ય સંગ્રામ હોય.ગુજરાતના જંબુઘોડાના વીર નાયકાઓએ અંગ્રેજો સામે ૪૦ વર્ષ સુધી લડી અંગ્રેજોના દાંત ખાટા કર્યા હતા. માનગઢમાં ગોવિંદ ગુરુની આગેવાની હેઠળ અંગ્રેજો સામે લડતા જલિયાવાલા બાગ કરતાં પણ વધુ ૧૫૦૦ જેટલા આદિવાસીઓએ માતૃભૂમિ અને દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપી હતી તેનું મુખ્ય મંત્રીએ સ્મરણ કર્યું હતું.

આ પણ વાંચો : Rajputana Rifles: જાણો તે રેજિમેન્ટ વિશે જેની સાથે જોડાયેલો છે ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનાર સુબેદાર નિરજ ચોપરા

આ પણ વાંચો :માત્ર 5 હજાર રૂપિયાથી શરૂઆત કરીને વર્ષના 10 કરોડની કમાણી કરી શકે છે ખેડૂત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">