મહેસાણા જિલ્લાના કડીના જાસલપુર ગામમાં એક કંપનીમાં મોટી દુર્ઘટના બની છે. દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડતા 5 લોકોના મોત થયા છે. તો ચાર શ્રમિકો હજુ પણ માટી નીચે દબાયેલા હોવાની માહિતી મળી છે. ઘટનાના પગલે રાહત અને બચાવ કામગીરી શરુ કરવામાં આવી છે.
મહેસાણાના જાસલપુર ગામમાં આવેલી સ્ટીલ ઇનોક્સ કંપનીમાં દિવાલ બનાવતી વખતે ભેખડ ધસી પડી છે. દિવાલ પડતા પાંચ શ્રમિકના મોત થયા છે. તો અન્ય દટાયા હોવાની આશંકા છે. ઘટના સ્થળે પાંચ જેટલી એમ્બ્યુલન્સ અને પોલીસ પહોંચી છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કાર્યની કામગીરી શરૂ કરવામાં આવી છે.
મહેસાણાના કડીના જાસલપુરમાં મોટી દુર્ઘટના, દિવાલ પડતા 5 મજૂરોના મોત, 4 દટાયા | TV9Gujarati#mehsana #kadi #jasalpurvillage #cliffcollapsed #laborerskilled #steelinoxcompany #rescueoperations #gujarat #tv9gujarati pic.twitter.com/CObZKTnCqj
— Tv9 Gujarati (@tv9gujarati) October 12, 2024
પ્રાથમિક માહિતી મુજબ કોઇ ખોદકામ કે બાંધકામની કામગીરી ચાલી રહી હતી. જેમાં ઘણા શ્રમિકા કામ કરી રહ્યા હતા. તે દરમિયાન આ દિવાલ ધરાશાયી થઇ હતી અને અહીં કામ કરી રહેલા તમામ શ્રમિકો તેમાં દટાઇ ગયા હતા.5 શ્રમિકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે અને અન્ય દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે.
આ ઘટનામાં મોતનો આંકડો વધે તેવી શક્યતા દેખાઇ રહી છે. તંત્ર દ્વારા વહેલામાં વહેલી તકે દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. એમ્બ્યુલન્સ અને તબીબી ટીમ સ્થળ પર જ હાજર છે. રાહત અને બચાવ કામગીરી કરનારી ટીમ પણ સતત કામ કરી રહી છે.
Published On - 1:54 pm, Sat, 12 October 24