મોરબી જિલ્લા પંચાયતનું વર્ષ 2022-23નું કુલ 52766.42 લાખનું અંદાજપત્ર મંજુર

TV9 GUJARATI

TV9 GUJARATI | Edited By: Utpal Patel

Updated on: Feb 07, 2022 | 5:48 PM

મોરબી જીલ્લા પંચાયતના મીટીંગ હોલમાં આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. આજે મળેલી સામાન્ય સભાની મીટીંગમાં 18 જેટલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી.

મોરબી જિલ્લા પંચાયતનું વર્ષ 2022-23નું કુલ 52766.42 લાખનું અંદાજપત્ર મંજુર
Morbi Jilla Panchayat approves total budget of 52766.42 lakhs for the year 2022-23

મોરબી (Morbi) જિલ્લા પંચાયતની (JILLA panchayat) ખાસ સામાન્ય સભાની બેઠક આજે યોજાઈ. જેમાં જિલ્લા પંચાયતનું વાર્ષિક સુધારા અંદાજપત્ર (Budget) વર્ષ 2021-22 અને વાર્ષિક અંદાજપત્ર વર્ષ 2022-23 ની સમીક્ષા કરી મંજુર કરવામાં આવ્યું. વિપક્ષની અનેક માંગણીઓને નજર અંદાજ કરી સામાન્ય સભામાં બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. વર્ષ 2022-23 નું કુલ અંદાજપત્ર 52766.42 લાખનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. જે 247.96 લાખની પુરાંતવાળુ રહેશે. સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર વિરોધ પક્ષ કોંગ્રેસના સભ્યોએ નાની સિંચાઈ યોજના, આરોગ્ય તેમજ શિક્ષણ ક્ષેત્રે બજેટમાં કોઈ ખાસ વ્યવસ્થા નહીં હોવાની રજૂઆત કરી હતી.

મોરબી જીલ્લા પંચાયતના મીટીંગ હોલમાં આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ હતી. આજે મળેલી સામાન્ય સભાની મીટીંગમાં 18 જેટલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. વિપક્ષની ભૂમિકામાં રહેલા કોંગ્રેસના સભ્યોએ નાની સિંચાઈ યોજનાના કામો છેલ્લા છ વર્ષથી માત્રને માત્ર મોરબી જિલ્લામાં જ બંધ હોવાની રજૂઆત કરી તેનો ઠરાવ કરી સરકારમાં મોકલવા માટે રજૂઆત કરી હતી. શાસક પક્ષ દ્વારા આ રજૂઆત માત્ર સંભાળવામાં આવી હતી. ગત સામાન્ય સભામાં પણ વિરોધ પક્ષે નાની સિંચાઈ યોજનાના કામો શરૂ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. ત્યારે પણ શાસક પક્ષ દ્વારા કામો શરૂ કરવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી.

પરંતુ હજી સુધી એક પણ કામો શરૂ કરવામાં આવ્યા નથી. ભાજપ શાસિત જીલ્લા પંચાયતમાં છેલ્લા એક વર્ષથી કોઈ કામો નહિ થતા હોવાના કોંગ્રેસના આક્ષેપ બાદ શાસક પક્ષ બાંધકામ સમિતિના અધ્યક્ષ દ્વારા પણ એવી રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા છ વર્ષથી બાંધકામ વિભાગના કામો કોન્ટ્રાકટરો સમયસર કરતા નથી કે ખરાબ કામો કરે છે તેની સામે બાંધકામ ઇજનેરે કોઈ પગલા લીધા નહિ તો શા માટે આવું ચલાવવામાં આવે છે તેઓ પ્રશ્ન કર્યો હતો. વિપક્ષનો એવો પણ પ્રશ્ન હતો કે બજેટ બનાવવામાં આવે છે ત્યારે વિપક્ષ ને જાણ કરવામાં આવતી નથી કે તેને બજેટ વાંચવા અને સમજવા માટે એક સપ્તાહ નો સમય આપવામાં આવતો નથી.

આ પણ વાંચો : Morbi: રવાપર-ઘુનડા ગામનો માર્ગ અત્યંત બિસ્માર, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખે પ્રધાન પૂર્ણેશ મોદીને કરી રજૂઆત

આ પણ વાંચો : Vadodara: રસીકરણથી કોરોનાની ઘાતકતા ઓછી થવા સાથે ત્રીજી લહેરનો સમયગાળો પણ ઓછો થશે

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati