Vadodara: રસીકરણથી કોરોનાની ઘાતકતા ઓછી થવા સાથે ત્રીજી લહેરનો સમયગાળો પણ ઓછો થશે

વડોદરાની એસએસજી હોસ્પિટલમાં બીજી લહેરમાં એક મહિનામાં 1524ની સામે ત્રીજી લહેરમાં માત્ર 417 કોરોના દર્દીને દાખલ થવું પડ્યું છે, બાળરોગ વિભાગમાં માત્ર આઠ બાળકોને સારવારની જરૂર પડી હતી આવા બાળકોમાં મહત્તમ નિયોનેટલ હતા

Vadodara: રસીકરણથી કોરોનાની ઘાતકતા ઓછી થવા સાથે ત્રીજી લહેરનો સમયગાળો પણ ઓછો થશે
SSG હોસ્પિટલમાં કોરોના સંક્રમિત બાળકો માતા સાથે
Follow Us:
yunus.gazi
| Edited By: | Updated on: Feb 07, 2022 | 4:59 PM

વડોદરાની એસએસજી હોસ્પિટલ (SSG Hospital) માં બીજી લહેરમાં એક મહિનામાં 1524ની સામે ત્રીજી લહેરમાં માત્ર 417 કોરોના (Corona) દર્દીને દાખલ થવું પડ્યું છે. સેકન્ડ વેવના છ માસમાં એસએસજીમાં 9142 દર્દીઓને દાખલ કરાયા હતા, તેની સામે ત્રીજી લહેરમાં માત્ર 417ને સારવાર લેવી પડી છે. બાળરોગ વિભાગમાં માત્ર આઠ બાળકોને સારવારની જરૂર પડી હતી. નિઓનેટલના 9 દર્દીઓની સારવાર કરાઈ છે.

બીજી લહેરમાં ઘાતક સાબીત થયેલા કોરોના વાયરસ સામે સરકારનું રસીકરણ (Vaccination) અભિયાન રામબાણ ઇલાજ પૂરવાર થયું છે. કોરોનાની ત્રીજી લહેર પહેલા જ વડોદરા જિલ્લામાં મહત્તમ નાગરિકોને રસીનું કવચ આપી દેવામાં આવતા તેનો ચેપ લાગ્યો હોવા છતાં દવાખાનામાં દાખલ થવાની જરૂર પડતી ન હોવાનું ચિત્ર ઉપલબ્ધ આંકડાઓ જોતા ઉપસી રહ્યું છે.

ગત્ત વર્ષમાં આવેલી કોરોના વાયરસની બીજી લહેરનો સમયગાળો માર્ચ-21થી ઓગસ્ટ-21નો ગણીએ તો એ છ માસ દરમિયાન એસએસજી હોસ્પિટલમાં કોરોના વાયરસના કૂલ 9142 દર્દીઓને ઇનડોર પેશન્ટ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા. ગત્ત માર્ચ અને મે માસમાં કોરોના વાયરસનું સંક્રમણ ટોચ ઉપર હતું.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

બીજી લહેરના છ માસના સરેરાશ ધ્યાને લેવામાં આવે તો પ્રતિ માસ 1524 દર્દીઓને એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે જાન્યુઆરી-22થી શરૂ થયેલી ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં માત્ર 417 દર્દીઓને દાખલ થવાની જરૂર પડી છે. ક્યાં સરેરાશ 1524 અને ક્યાં 417! આ રસીકરણનો જ પ્રતાપ છે.

બીજી લહેરના ઉક્ત છ માસ દરમિયાન એસએસજીમાં દાખલ કોરોના કૂલ દર્દીઓ પૈકી 31થી 40 વય જૂથના 1094, 41થી 50 વર્ષના 1699, 51થી 60 વર્ષના 2258,61થી70 વર્ષના 2021 દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. એને બીજા શબ્દોમાં એમ કહી શકાય કે, દાખલ થયેલા દર્દીઓ પૈકી 47 ટકા દર્દીઓ 51થી 70 વર્ષની વય ધરાવતા હતા. તેની સાપેક્ષે માત્ર 40 બાળકોને કોરોના થયો હતો. આવા બાળકોમાં મહત્તમ નિયોનેટલ હતા.

એથી એવું માનવામાં આવતું હતું કે ત્રીજી લહેરમાં બાળકોને સૌથી વધુ અસર થશે. પણ, અત્યારે ત્રીજી લહેર ચાલુ છે, પણ બાળકોને કોરોના થવાના કેસો ઓછા છે. બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધુ પૂરવાર થઇ છે.

એએસજીના બાળરોગ વિભાગના અધ્યક્ષા ડો. શિલા અય્યરે જણાવ્યું કે, અમારે ત્યાં અત્યાર સુધીમાં કૂલ ૮ કોરોનાના બાળદર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. તે પૈકી 2 તો માત્ર 40 દિવસની આયુ ધરાવતા હતા. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત 15 ગર્ભવતી મહિલાઓની પ્રસુતી થયા બાદ 9 બાળકોના ટેસ્ટ કરાતા તેઓ પણ પોઝિટિવ આવ્યા હતા. પણ, તેમાં કોઇ લક્ષણ જણાયા નહોતા. આ બાળકોને માતૃસંવેદનાથી સારવાર આપી કોરોનાથી મુક્ત કરવામાં આવ્યા છે.

હવે બીજી રસપ્રદ વાત એ છે કે, ત્રીજી લહેરમાં અત્યાર સુધીમાં 417 દર્દીઓને એસએસજીમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે પૈકી 196 પુરુષો અને 221 મહિલાઓ હતા. દાખલ થયેલા દર્દીઓમાં 17.51 ટકાની ઉંમર 61થી 70 વર્ષની હતી.

કોરોના વાયરસની ત્રીજી લહેરનો ડેઇલી કમ્પાઉન્ડ ગ્રોથ રેશિયાનો આંક હવે નીચો જઇ રહ્યો છે. એટલે કે, પ્રતિદિન કોરોનાના કેસ ઘટી રહ્યા છે. એથી એવું કહેવામાં અતિશિયોક્તિ નથી કે ત્રીજી લહેરનો સમયગાળો ઓછો થઇ જશે. પરંતુ, હજુ પણ સાવચેતી તો રાખવાની જ છે.

કોરોનાની ઘાતક લહેરની બચાવવા માટે રસીકરણની ઘનિષ્ઠ રસીકરણ કરવા બદલ તબીબી અને અર્ધતબીબી જગતનો સમગ્ર સમાજ કાયમ માટે ઋણી રહેશે. આ રસી સાવ તમામ વિનામૂલ્યે આપવા અને આ મહામારીમાં દુરદર્શિતા દાખવા બદલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો પણ આભાર માનવો ઘટે.

આ પણ વાંચોઃ Surat: એક દિવસમાં બીજી હત્યા, રાંદેરમાં 10 મિનિટમાં આવવાનું કહીને ઘરેથી નીકળેલા યુવાનના મોતના સમાચાર આવ્યા

આ પણ વાંચોઃ Surat: પુણા ગામ વિસ્તારમાં દુકાનમાં ઘૂસી શટર બંધ કરીને બંદૂકની અણીએ લૂંટ ચલાવી

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">