Morbi: રવાપર-ઘુનડા ગામનો માર્ગ અત્યંત બિસ્માર, મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખે પ્રધાન પૂર્ણેશ મોદીને કરી રજૂઆત

આ રોડ પર ઓવરલોડ ટ્રકો ચાલે છે જેના કારણે રોડ અવાર-નવાર તૂટી જાય છે. મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજ્યના માર્ગ મકાન પ્રધાન પૂર્ણેશ મોદીને પત્ર લખી રોડને તાત્કાલિક રિસર્ફેસ તથા પેકિંગનું કામ માટેની માગ કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 10:35 AM

મોરબી (Morbi)માં ત્રણ વર્ષ પહેલા બનેલો રવાપર-ઘુનડા ગામનો રોડ (Ravapar-Ghunda Village Road) હાલમાં ખખડધજ હાલતમાં છે. મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજ્યના માર્ગ મકાન વિભાગના પ્રધાન પૂર્ણેશ મોદી (Minister Purnesh Modi)ને આ અંગે પત્ર લખી રોડને રીપેર કરવા માગ કરી છે. રોડ પર મોટા મોટા ખાડા પડી જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મોરબી જિલ્લાના રવાપર ગામથી ધુનડા અને જડેશ્વર સુધી જવાનો રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. આ રોડ ત્રણ ગામોને જોડે છે. આ માર્ગ પર સ્કૂલ, રેસીડેન્સ તેમજ પ્રખ્યાત જડેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. રોડ ખરાબ હોવાથી લોકોને રોજ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ રોડની હાલત ખરાબ હોવાના કારણે સ્કૂલે જતા વિદ્યાર્થીઓ, ઉદ્યોગ-ધંધાએ જતાં આવતાં વેપારીઓ, કારીગરો, મજૂરો, રાહદારીઓ, ગામડેથી મોરબી આવતા જતા રહેવાસીઓ અને જડેશ્વર મંદિરના દર્શને આવતા યાત્રાળુઓને ભારે હાલાકી વેઠવી પડે છે.

આ રોડ પર ઓવરલોડ ટ્રકો ચાલે છે જેના કારણે રોડ અવાર-નવાર તૂટી જાય છે. મોરબી તાલુકા કોંગ્રેસ પ્રમુખે રાજ્યના માર્ગ મકાન પ્રધાન પૂર્ણેશ મોદીને પત્ર લખી રોડને તાત્કાલિક રિસર્ફેસ તથા પેકિંગનું કામ માટેની માગ કરી છે. સાથે સાથે આ રોડની 40 ટન વજનની કેપેસિટી મુજબની ડિઝાઇન બનાવવામાં આવે તેવી પણ માગ કરી છે. જો આ માગણી સ્વીકારવામાં નહી આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.

આ પણ વાંચો-

Rajkot: માવઠાના કારણે ધોરાજીમાં ઘઉંના પાકને વ્યાપક નુકસાન, ઉત્પાદનમાં 60 ટકાનો ઘટાડો

આ પણ વાંચો-

Junagadh: આશ્રમમાં જ ભવનાથના સંત કાશ્મીરી બાપુને અપાશે સમાધિ, ગિરનારના સાધુ સંતોમાં ઘેરા શોકની લાગણી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">