મહેસાણા : દૂધસાગર ડેરીના રાજકારણમાં ફરી ગરમાવો, ઋષિકેશ પટેલ સામે આક્ષેપો સાથે વધુ એકવાર રાજીનામાની માગ

મહેસાણા : દૂધસાગર ડેરીના રાજકારણમાં ફરી ગરમાવો, ઋષિકેશ પટેલ સામે આક્ષેપો સાથે વધુ એકવાર રાજીનામાની માગ
Mehsana: Re-heat in Dudhsagar Dairy politics, demands resignation once again with allegations against Hrishikesh Patel (ફાઇલ)

તો વિપુલ ચૌધરીએ નિવેદન કર્યું હતું કે, કહોડા ગામના મિત્રો તમારામાં સહકારીતા છે જ નહીં. મારી સીધી વાત છે કે તમે લોકશાહીનું ખંડન કર્યું છે સ્પષ્ટતા કરો. સ્પષ્ટતા ના કરી શકતા હોય તો રાજીનામુ આપો. ઋષિકેશ પટેલ અને અશોક ચૌધરી રાજીનામુ આપો નહીં તો અર્બુદા સેના તમારા ઘરે આવીને રાજીનામુ માગશે

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Mar 27, 2022 | 7:45 PM

મહેસાણા (Mehsana)દૂધસાગર ડેરીના (Dudhsagar Dairy) રાજકારણમાં 1 વર્ષ પહેલાં થયેલી ઉથલપાથલ બાદ હવે ડેરીનું સહકારી રાજકારણ રંગ પકડવા લાગ્યું છે. હાલના સત્તાધીશો દ્વારા પશુપાલકોને આપવામાં આવતા દૂધ ફેટના ભાવ, સાગર દાણના ભાવ આ તમામમાં વિપુલ ચૌધરી(Vipul Chaudhary) જૂથ ગોટાળો હોવાનો આક્ષેપ કરી રહ્યું છે, તેમજ ડેરીની ચૂંટણીમાં વિશેષ ભૂમિકા ભજવનાર ઋષિકેશ પટેલ (Rishikesh Patel) સામે આક્ષેપો સાથે વધુ એકવાર રાજીનામાની માંગ કરાઈ છે.

આમ,મહેસાણા દૂધસાગર ડેરીના સહકારી રાજકારણનો રંગ ભાજપમાં જુથબંધી દેખાવા લાગી છે. અને આવનારી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના જ નેતાઓને જુથબંધી નડી શકે છે. સભામાં ખેતી બેન્કના પૂર્વ ચેરમેન અને ભાજપના આગેવાન ધીરેન ચૌધરીનું નિવેદન હતું કે,” હું પણ ભાજપનો કાર્યકર છું. અમને ભાજપમાં આવું કરવાની કોઈ તાલીમ નથી આપવામાં આવતી. ચૌધરી સમાજને ગ્રાન્ટમાં પણ અન્યાય કરવામાં આવે છે.”

“વિસનગર ધારાસભ્યએ ગુંજાળા ગામને રોડમાં અન્યાય કર્યો છે. આ રોડની ગ્રાન્ટ માટે વારંવાર રજુઆત કરી તો પણ વિસનગર ધારાસભ્યએ ભેદભાવ કર્યો.” “વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલ ચૌધરી સમાજના મત થી જીત્યા હતા. અને આમ છતાં વિસનગર ધારાસભ્ય એ ચૌધરી સમાજ ને અન્યાય કર્યો છે. વિસનગર ધારાસભ્ય વિરુદ્ધ અમે નરેન્દ્ર મોદીને રજૂઆત કરવાના છીએ. આવા ધારાસભ્ય ને કારણે સમાજ ના ભાગલા પડે છે”

તો વિપુલ ચૌધરીએ નિવેદન કર્યું હતું કે, કહોડા ગામના મિત્રો તમારામાં સહકારીતા છે જ નહીં. મારી સીધી વાત છે કે તમે લોકશાહીનું ખંડન કર્યું છે સ્પષ્ટતા કરો. સ્પષ્ટતા ના કરી શકતા હોય તો રાજીનામુ આપો. ઋષિકેશ પટેલ અને અશોક ચૌધરી રાજીનામુ આપો નહીં તો અર્બુદા સેના તમારા ઘરે આવીને રાજીનામુ માગશે. અર્બુદા સેના વિસનગર તાલુકાના 66 ગામ પ્રવાસ કરશે. સહકારીતા ક્ષેત્રમાં ચાલતી અસહકારીતા ને ઉજાગર કરવામાં આવશે. વિસનગરનો ચૌધરી સમાજ ઋષિકેશ પટેલનું રાજીનામુ માંગે છે. તો કહોડા ગામે ઋષિકેશ પટેલના સમર્થનમાં પાટીદાર સમાજના કેટલાક લોકોએ વિપુલ ચૌધરી વિરુદ્ધ ગામમાં ન પ્રવેશવા દેવા શપથ લેવડાવી વિરોધ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : અમદાવાદ : મેઘાણીનગર લૂંટ કેસમાં ચોંકાવનારો ખુલાસો, દેવું વધી જતા મિત્ર સાથે મળી બનાવ્યો લૂંટનો પ્લાન

આ પણ વાંચો : Amarnath Yatra 2022: બે વર્ષ બાદ અમરનાથ યાત્રા 30 જૂનથી શરૂ થશે, 43 દિવસ ચાલશે, શ્રાઈન બોર્ડની બેઠકમાં લેવાયો નિર્ણય

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati