AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana: ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 52 નવયુગલોએ પ્રભુતામાં માંડ્યા પગલા

Mehsana: ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા દ્વારા સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા 52 નવયુગલો લગ્નગ્રંથીથી જોડાયા હતા. આ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યુ કે છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પીએમ મોદીના પ્રયત્નોની ફળશ્રુતી રૂપે આજે રાજ્યમાં દરેક સમાજનો સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે.

Mehsana: ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 52 નવયુગલોએ પ્રભુતામાં માંડ્યા પગલા
Manish Mistri
| Edited By: | Updated on: Apr 17, 2023 | 3:35 PM
Share

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહેસાણા જિલ્લા દ્વારા સમૂહ લગ્ન મહોત્સવનું આવ્યુ હતુ. જેમા 52 નવયુગલોએ પ્રભુતામાં પગલા માંડ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે, છેવાડાના માનવીને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે પ્રધાનમંત્રીના પ્રયત્નોના ફળશ્રુતિ રૂપે આજે રાજ્યમાં દરેક સમાજનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતુ કે ઐતિહાસિક ભૂમિ મહેસાણાના આંગણે મંગલકારી ઉત્સવ ઉજવાયો છે, તેમણે ઉમેર્યું હતું કે રાજ્યના દરેક સમાજનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી સરકાર સમાજ સાથે ખભે ખભા મીલાવીને આગળ ચાલી રહી છે.

મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, દેશના સબળ નેતૃત્વ નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં સૌના સાથ અને સૌના સહિયારા પ્રયાસથી આજે ગુજરાત આગળ વધી રહ્યુ છે.આપણે અમૃત કાળમાં પ્રવેશ કર્યો છે ત્યારે સૌ સાથે મળીને નરેન્દ્ર મોદીના વિકસિત ભારત માટે ગુજરાતને વિકસિત ગુજરાત બનાવીએ.

મુખ્યમંત્રીએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી સમાજ કલ્યાણ યોજનાઓની માહિતી આપી હતી. આ પ્રસંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતુ કે મુખ્યમંત્રીએ જનજનની ચિંતા કરી છે. તેમણે સામાન્ય માણસની પીડા સમજી તેને દુર કરવાનો પ્રયત્નો કર્યા છે. તેમણે ઉમેર્યું હતું કે સમાજના વિકાસ માટે તમામ ક્ષેત્રમાં પ્રગતિ હોવી જરૂરી છે ત્યારે ઠાકોર સમાજ આજે કુરીવાજો અને વ્યસનોથી દુર જઇ અન્ય સમાજની હરોળમાં વિકાસના ડગ માંડી રહ્યો છે.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની પ્રગતિ થકી રાષ્ટ્રની પ્રગતિ થઇ રહી છે. પ્રધાનમંત્રીના માર્ગદર્શન અને મુખ્યમંત્રીની કાર્યશૈલીથી આજે તમામ સમાજનો વિકાસ થઇ રહ્યો છે. સમૂહ લગ્ન મહોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીનું શાલ, મોમેન્ટો, સાફો અને તલવારથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ સામાજિક અગ્રણીઓ દ્વારા મુખ્યમંત્રીનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: Breaking News: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને CBIએ 16 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા

આ પ્રસંગે સાંસદ શારદાબહેન પટેલ, ધારાસભ્ય સર્વ મુકેશભાઇ પટેલ, ધવલસિંહ, પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર, પુર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ, જિલ્લા કલેકટર એમ નાગરાજન, જિલ્લા વિકાસ અધિકારી ડૉ. ઓમ પ્રકાશ, જિલ્લા પોલીસ અધિક્ષક અચલ ત્યાગી, એ.પી.એમ.સી ઊંઝાના ચેરમેન દિનેશ પટેલ, નગરપાલિકા મહેસાણા પ્રમુખ વર્ષાબહેન પટેલ, અગ્રણી ગીરીશ રાજગોર,મયંક નાયક,ઠાકોર સમાજના અગ્રણી પંકજસિંહ,જયસિંહ,જવાનજી ઠાકોર,મનોજસિંહ, સમાજ ટીમ,સમાજના અગ્રણીઓ,દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">