મહેસાણા બેઠક પર ફાઈન આર્ટસના નિવૃત્ત પ્રિન્સિપાલ હરી પટેલ ભાજપના ઉમેદવાર, જાણો

ભારતીય જનતા પાર્ટીએ મહેસાણા લોકસભા બેઠક પર હરી પટેલને ટિકિટ આપી છે. હરી પટેલ મહેસામા જિલ્લાના ઊંઝા તાલુકાના સુણક ગામના વતની છે અને તેઓ તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે.

મહેસાણા બેઠક પર ફાઈન આર્ટસના નિવૃત્ત પ્રિન્સિપાલ હરી પટેલ ભાજપના ઉમેદવાર, જાણો
હરી પટેલ વિશે જાણો
Follow Us:
| Updated on: Mar 25, 2024 | 7:00 PM

ભાજપે મહેસાણા બેઠક પર હરીભાઇ પટેલને ટિકિટ આપી છે. હરીભાઇ પટેલ નિવૃત્ત શિક્ષક છે અને હાલમાં તેઓ મહેસાણા જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના અધ્યક્ષ છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હરીભાઇ પટેલને મેદાને ઉતાર્યા છે. મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે પહેલાથી જ નવા ઉમેદવારને તક આપવા માટે ભાજપને વિનંતી કરી હતી.

મહેસાણા બેઠકના ઉમેદવાર ફાઈન આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. શિક્ષણ સાથે જોડાયેલા વધુ એક ચહેરાને ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. હરીભાઈ 2019માં નિવૃત્ત થયા હતા અને ત્યારબાદ તેઓ સંપૂર્ણ સક્રિયતાથી રાજકારણમાં નજર આવી રહ્યા હતા. જેને લઈ હવે તેઓને તેનું ફળ મળ્યુ હતુ.

પંચાયતથી શરુ થઇ રાજકીય સફર

હરીભાઈ પટેલ મહેસાણા જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેઓ 2010માં જિલ્લા પંચાયતમાં ચૂંટાઇ આવ્યા હતા અને કારોબારી અધ્યક્ષ તરીકે પદ સંભાળ્યુ હતુ. ત્યારબાદ ફરીથી જિલ્લા પંચાયતના ઉમેદવાર જાહેર થઈ વિજેતા બન્યા હતા. હરીભાઇએ ફરીથી જિલ્લા પંચાયતમાં જીત મેળવીને પહોંચ્યા બાદ ફરી કારોબારી અધ્યક્ષ પદને સંભાળ્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

2005 માં કામલી બેઠક પરથી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 6000 મતોથી જીત મેળવી હતી.આ ઉપરાંત તેઓ મહેસાણા તાલુકા, બેચરાજી તાલુકાના પ્રભારી તરીકે ભાજપ તરફથી જવાબદારી સંભાળી ચૂક્યા છે. ઉપરાંત જિલ્લા ભાજપના ઉપ પ્રમુખ અને પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે.

ઊંઝાના સુણકના વતની

મહેસાણા બેઠકના ઉમેદવાર હરીભાઇ પટેલ ઊંઝા તાલુકાના સુણક ગામના વતની છે. તેઓ પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા બાદ રાજકારણમાં સક્રિય હોવા સાથે ખેતી કરી રહ્યા છે. 62 વર્ષની વય ધરાવતા હરીભાઇ 2019માં નિવૃત્ત થયા હતા.

આ પણ વાંચો: સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવાર ઉતાર્યા, શોભના બારૈયાએ શું કહ્યું? જુઓ

વતન સુણક ગામના ઉમિયા પાટીદાર વિકાસ ટ્રસ્ટમાં સક્રિય છે. ઉપરાંત ગુજરાત રાજ્ય ઉચ્ચ કલા આચાર્ય સંઘના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે. તેઓએ શિક્ષણ નો વ્યાપ વધારવા સાથે વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે એમ ટિકિટ મળ્યા બાદ કહ્યુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">