Gujarati Video : ફિલિપાઈન્સમાં ગુજરાતના MBBSના વિદ્યાર્થીઓ માટે વાલીઓ મેદાને, NMCના ગેજેટમાંથી મુક્તિ આપવાની માગ
Mehsana: ફિલિપાઈન્સમાં MBBS નો અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓના વાલીઓ NMCના ગેજેટમાંથી મુક્તિ આપવાની માગ સાથે મેદાને પડ્યા છે. નેશનલ મેડિકલ કમિશને નવુ ગેજેટ લાગુ કર્યુ છે. જેમાંથી મુક્તિ આપવાની માગ મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાના ગુજરાતી વિદ્યાર્થીઓ કરી રહ્યા છે.
Mehsana: ફિલિપાઈન્સમાં MBBSનો અભ્યાસ કરનારા ભારતના વિદ્યાર્થીઓ માટે વાલીઓ મેદાને ઉતર્યા છે. મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠાના વાલીઓએ NMCના ગેજેટમાંથી મુક્તિ આપવાની માગ કરી. નેશનલ મેડિકલ કમિશને 18 નવેમ્બર 2021ના રોજ નવું ગેજેટ લાગુ કર્યું છે. ત્યારે વર્ષ 2019, 2020 અને 2021ની બેચના વિદ્યાર્થીઓને તે ગેજેટમાંથી મુક્તિ આપવા વાલીઓએ રજૂઆત કરી. ફિલિપાઈન્સમાં MBBSનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પ્રિ-મેડિકલ કોર્ષના સમયગાળાને 54 મહિનામાં સમાવવા માંગ ઉઠી છે અને અગાઉના વર્ષોમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓનો જુના ગેજેટ મુજબ જ અમલીકરણ કરવા માગ થઈ રહી છે.
વાલીઓની રજૂઆત છે કે અમારા જેવા મધ્યમવર્ગનાં બાળકો મેડિકલ શિક્ષણ ક્ષેત્રમાં આપણાં દેશમાં પોતાનું કેરિયર બનાવવા માંગતા હોય છે, પરંતુ આ ક્ષેત્રે હાલની પરિસ્થિતિ મુજબ દર વર્ષે NEET ની પરીક્ષામાં પાસ કર્યા પછી પણ મેડિકલ પ્રોફેશનમાં જવા માટે NEET ની પરીક્ષામાં ખુબજ ઉંચી હરીફાઈ અને સામે મેડિકલ કોલેજોમાં લિમિટેડ જગ્યાઓ જેમાં સરકારી મેડિકલ કોલેજ તેમજ સેમી-સરકારી જગ્યાઓમાં એડમિશન મળતા નથી.
ત્યારબાદની જે સીટો પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં હોય કે પછી મેનેજમેંટ કવોટાની હોય તેમાં મહેનત કરવા છતા પણ મોટે ભાગે ઉંચા ફીના માળખાને કારણે અમારા જેવા પરિવારના બાળકો ને ડૉકટર બનાવી શકાતા નથી. ત્યારે પોતાના બાળકોની ડૉકટર બનાવવાની મહત્વાકાંક્ષાને રોળી પણ શકીએ નહીં, જેથી અમારા બજેટમાં જે અમે કરી શકીએ તે પણ લોન લઈને વિદેશમાં અલગ-અલગ દેશમાં મેડિકલ શિક્ષણ માટે મોકલીએ છીએ,જ્યાં અમો સાડા પાંચ વર્ષના સમયગાળામાં લગભગ 35 થી 45 લાખ જેવો ખર્ચ કરીએ છીએ.
આ પણ વાંચો: Mehsana : G-20ના પ્રતિનિધિઓ મોઢેરા સૂર્યમંદિરની મંદિરની કલા કૃતિ, લાઇટ એન્ડ સાઉન્ડ શો નિહાળી અભિભૂત થયા
તેમાં પણ લોન તો લેવીજ પડે છે, વધુમાં જણાવ્યુ કે અમારા ખુબ સારા ડૉકટર બની અમારા દેશમાં પરત આવીશું આવુ સ્વપ્ન જોતા ખુબ મહેનત કરીને સફળતા પુર્વક બીજા દેશમાંથી ડૉકટરની ડિગ્રી લઈને આપણા દેશમાં પરત આવે છે,ત્યારે અહિયા નેશનલ મેડિકલ કાઉન્સીલ અને નિયમ પ્રમાણે આ બાળકો ફોરેન મેડિકલ ગ્રેજ્યુએશન એકજામ આપે અને એ પાસ કરે પછીજ તે અહિયાં પ્રેકટીસ કરવાને લાયક બને છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો