Mahisagar : સંતરામપુરમાં રેવેડીનો મેળો ભરાયો, ભક્તોની ભારે ભીડ
ગુજરાતના(Gujarat) મહીસાગર(Mahisagar) જિલ્લાના સંતરામપુરમાં રેવેડી મેળો(Revedi fair) ભરાયો છે. જેમાં સો વર્ષ ઉપરાંત સમયથી જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે ભાદરવી પુનમે મેળો ભરાયો છે

ગુજરાતના(Gujarat) મહીસાગર(Mahisagar) જિલ્લાના સંતરામપુરમાં રેવેડી મેળો(Revedi fair) ભરાયો છે. જેમાં સો વર્ષ ઉપરાંત સમયથી જૈન સમાજના પવિત્ર પર્યુષણ પર્વ નિમિત્તે ભાદરવી પુનમે મેળો ભરાયો છે. આ મેળામાં ભાદરવી પુનમે ચાંદી તથા લાકડાનો રથ નગરમાં ફેરવવામાં આવે છે. આ મેળો ત્રણ દિવસ ભરાય છે. જેને રાજ્ય કક્ષાના મંત્રી કુબેર ડીડોર અને મનિષા સુથારની હાજરી માં મેળો ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જેમાં રાજસ્થાન, પંચમહાલ, મહીસાગર જિલ્લાના તમામ ધર્મના લોકો આ મેળામાં આવે છે.
આ રવાડીના મેળામાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી આદિવાસી સમાજના લોકો પરંપરાગત પહેરવેશમાં નૃત્ય કરતા હોય છે. મેળા દરમિયાન સંતરામપુર પી.એસ.આઈ અન્ય પોલીસ કર્મીઓ રાત દિવસ બાઝ નજર રાખી રહ્યા છે