Ramnavami થી પાંચ દિવસ સુધી પોરબંદરના માઘવપુર ઘેડ ખાતે લોકમેળો યોજાશે

|

Apr 09, 2022 | 11:21 PM

રામ નવમીના(Ram Navmi) પાવન પર્વ પર માધવપુર માધવરાયજીના મંદિરે મંડપ રોપાય છે. અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્ર નોમ, દશમ તથા અગિયારશના રોજ ત્રણ દિવસ સુધી ભગવાનનુ ફૂલેકુ નીજ મંદિરથી નીકળે છે. જેને વર્ણાગી કહેવામામ આવે છે. આ ફૂલેકુ ત્રણ દિવસ સુધી રાત્રે ૯ કલાકે નીજ મંદિરથી નીકળી મુખ્ય બજાર થઇને બ્રમ્હ કુંડ થઇ રાત્રે 12  કલાકે નીજ મંદિરે પરત ફરે છે.

Ramnavami થી પાંચ દિવસ સુધી પોરબંદરના માઘવપુર ઘેડ ખાતે લોકમેળો યોજાશે
Porbandar Madhavpur Ghed Festival

Follow us on

ગુજરાતના પોરબંદર(Porbandar)  જિલ્લામાં આવેલુ માધવપુરનુ(Madhavpur)  સ્થળ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે. શ્રી કૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. શ્રી કૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે.કૃષ્ણ-રૂકમણીના મિલાપ સ્થળ માધવપુર પણ ભગવાનના પવિત્ર વિવાહ લગ્નનુ સાક્ષી છે.સૈારાષ્ટ્રના દરિયા કાઠે પોરબંદર નજીક માધવપુર ખાતે વર્ષોથી યોજાતા ભગવાનશ્રી કૃષ્ણના વિવાહ પર્વ પ્રસંગે યોજાતા પરંપરાગત મેળામા ભારત સરકાર અને ગુજરાત સરકારના સહયોગથી એક ભારત,શ્રેષ્ઠ ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રીય એકતાને ઉજાગર કરતી કૃતિઓ મલ્ટી મીડિયા શો, આત્મ નિર્ભર ભારત અંતર્ગત ઉધમીઓના સ્ટોલ સહિત રાજ્ય તથા દેશના પ્રવાસન વિકાસના ધ્યેય સાથે યોજાતા વિવિધ કાર્યક્રમો યોજાશે. ચૈત્ર માસની રામનવમી 10  એપ્રિલથી 14  એપ્રિલ સુધી પાંચ દિવસ માટે માધવપુર ખાતે લોક મેળાનું આયોજન કરાયુ છે.

માધવપુર ખાતે રુકમણી મઠથી શ્રી કૃષ્ણનુ સામૈયુ કરવામાં આવે છે

આ દ્રશ્યો જોવા એ પણ એક અવસર છે. ઓઝત, ભાદર અને મધુવંતિ નદીના ત્રિવેણી સંગમ તથા અરબી સમુદ્રના કાઠે આવેલા પ્રાકૃતિક સૌદર્યથી ભરપુર એવા માધવપુર ખાતે રુકમણી મઠથી શ્રી કૃષ્ણનુ સામૈયુ કરવામાં આવે છે. અને સાંજે ભગવાન કૃષ્ણની જાનનુ પ્રયાણ થાય છે. મધુવનમા જાન આવે છે. અને કન્યા પક્ષ દ્રારા જાનનુ સ્વાગત કરી લગ્નની વિધિ યોજાય છે. અને ચૈત્ર સુદ તેરસના દિવસે વહેલી સવારે જાન વિદાય આપવામાં આવે છે. આમ ભગવાનશ્રી કૃષ્ણ તથા રુકમણીજીના શાસ્ત્રોકત વિધિ મુજબના લગ્ન યોજાય છે. ભગવાનના આ લગ્નમાં ઉપસ્થિત રહેવુ એ એક લ્હાવો છે.

ઉત્તર-પુર્વના 8  જેટલા રાજ્યોમાથી કલાકારો, મહેમાનો મહાનુભાવો પણ મેળામા ઉપસ્થિત રહેશે

રામ નવમીના પાવન પર્વ પર માધવપુર માધવરાયજીના મંદિરે મંડપ રોપાય છે. અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્ર નોમ, દશમ તથા અગિયારશના રોજ ત્રણ દિવસ સુધી ભગવાનનુ ફૂલેકુ નીજ મંદિરથી નીકળે છે. જેને વર્ણાગી કહેવામામ આવે છે. આ ફૂલેકુ ત્રણ દિવસ સુધી રાત્રે ૯ કલાકે નીજ મંદિરથી નીકળી મુખ્ય બજાર થઇને બ્રમ્હ કુંડ થઇ રાત્રે 12  કલાકે નીજ મંદિરે પરત ફરે છે. ચૈત્રસુદ બારસે વિવાહ ઉત્સવ યોજાય છે. રુકમણીજી ઉત્તર ભારતના હતા. માટે આ પ્રસંગે ઉત્તર-પુર્વના 8  જેટલા રાજ્યોમાથી કલાકારો, મહેમાનો મહાનુભાવો પણ મેળામા ઉપસ્થિત રહેશે. પોરબંદર નજીક આવેલ કડછ ગામના લોકો વાજતે ગાજતે ધ્રજા લઇને લગ્નનુ  મામેરૂ પુરવા આવે છે.

આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર

માધવપુરનો મેળો માત્ર મેળો નથી પણ આપણી સાંસ્કૃતિક ધરોહર

કોરોનાની સ્થિતિના કારણે  મેળાઓ-લોકોત્સવો સારી રીતે ઉજવાયા ન હતા . પરંતુ હવે સ્થિતિ બદલાઇ છે. કોરોના પ્રતિરોધક રસીના ડોઝથી ફરી મન મોર બની થનગનાટ કરવા આતુર છે. માધવપુરનો મેળો માત્ર મેળો નથી પણ આપણી સાંસ્કૃતિક ધરોહર છે. વિકાસના પથ પર અગ્રેસર ગુજરાત રાજ્યએ આધુનિકતાની સાથો-સાથ આપણી પરંપરાઓ અને સંસ્કૃતિની પણ સુપેરે જાળવણી કરીને તેને આધુનિકતાની સાથે જોડવાનુ કાર્ય કર્યુ છે. આપણી ભવ્ય સંસ્કૃતિને ઉજાગર કરી મેળા-લોકોત્સવને આર્થિક પ્રગતિમાં જોડીને ગુજરાત સરકારે પરંપરાગત વ્યવસાય સાથે જોડાયેલા વર્ગને પણ પ્રોત્સાહિત કરીને પ્રવાસન ઉધોગને બળ પુરુ પાડ્યુ છે. મેળામાં લોકો દર્શન કરે, વેપાર કરે, ખરીદી કરે, કલાકારો કલા-નૃત્ય કરે, પરંપરાગત વ્યવસાયને ઉતેજન મળે, જુદા-જુદા પ્રાદેશિક વિસ્તારોની ખાણીપીણી, પહેરવેશ, કલા વગેરેને મેળામા સ્ટોલ માટે જગ્યા ફાળવીને ગુજરાત સરકારે એક ભારત, શ્રેષ્ઠ ભારતનાં સંકલ્પને સાર્થક કરવા હંમેશા પ્રયાસો કર્યા છે.

આ પણ વાંચો :  Surat: સુરતમાં વિશ્વ આરોગ્ય દિવસની સાપ્રંતિ ફાઉન્ડેશન દ્વારા કરાઈ ઉજવણી

આ પણ વાંચો : Gujarat સરકારે ડોકટરોની પડતર માંગણીઓ લઈને અનેક જાહેરાતો કરી, હડતાળ પાછી ખેંચવા અનુરોધ કર્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

 

Published On - 8:27 pm, Thu, 7 April 22

Next Article