Gujarat સરકારે ડોકટરોની પડતર માંગણીઓ લઈને અનેક જાહેરાતો કરી, હડતાળ પાછી ખેંચવા અનુરોધ કર્યો

ગુજરાત(Gujarat) સરકારે કરેલી જાહેરાત મુજબ MBBSના ડોક્ટરને પણ આ લાભ મળશે. તેમજ 8 વર્ષે ટીકુ કમિશનનો લાભ મળશે. GMERS ના લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ કર્યું છે. તેમજ ન્યુ પેન્શન સ્કીમનો લાભ મળશે. જ્યારે બોન્ડેડ ઉમેદવારોના નિયમોમાં ફેરફાર કર્યો ગ્રામ્ય સિવાય GMERSની કોલેજમાં ફરજ બજાવશે તો પણ લાભ મળશે. તબીબી શિક્ષણ, તબીબી સેવામાં મોટા પાયે ભરતી અને બઢતી હાથ લેવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 07, 2022 | 6:32 PM

ગુજરાતમાં(Gujarat)  સતત ચાલી રહેલી ડોકટરોની હડતાળનો(Doctors Strike)  અંત લાવવા માટે રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલે (Manoj Agrawal) ડોકટરોના હિતમાં અનેક નિર્ણયો જાહેર કર્યા છે. જેમાં તેમણે કહ્યું હતું કેસરકાર તરફથી મેડિકલ સ્ટાફ માટેની કામગીરી કેટલાય સમયથી ચાલી રહી હતી તેમજ અનેક પ્રશ્નોનું નિરાકરણ કર્યું છે. જે અંગે સરકારે મહત્વના નિર્ણય લીધા છે. તેમના જણાવ્યા અનુસાર 1 જૂન 2019થી નોન પ્રાઇવેટ પ્રેક્ટિસિંગ એલાઉન્સ 7માં પગાર પંચથી જોડીને 20 ટકા એરિયયર્સ સાથે અપાશે. તેમજ બેઝિક અને NPPAની મહત્તમ મર્યાદા 2.37 લાખ કરાઈ છે. કેન્દ્ર સરકારના ડોકટર્સની સમક્ષ લાભો રાજ્ય સરકારના ડૉકટરને મળશે. તેમજ પેન્શન લાભોમાં પણ દેખાશે. જેમાં સેવા વિનિયમિત કરવાની માગણી સ્વીકારવામાં આવી છે. જેમાં 84,000 થી વેતન વધારી 95,000 કરાયું છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, MBBSના ડોક્ટરને પણ આ લાભ મળશે. તેમજ 8 વર્ષે ટીકુ કમિશનનો લાભ મળશે. GMERS ના લાંબા સમયથી પડતર પ્રશ્નોનુ નિરાકરણ કર્યું છે. તેમજ ન્યુ પેન્શન સ્કીમનો લાભ મળશે. જ્યારે બોન્ડેડ ઉમેદવારોના નિયમોમાં ફેરફાર કર્યો ગ્રામ્ય સિવાય GMERSની કોલેજમાં ફરજ બજાવશે તો પણ લાભ મળશે. તબીબી શિક્ષણ, તબીબી સેવામાં મોટા પાયે ભરતી અને બઢતી હાથ લેવામાં આવશે. જ્યારે 1 એપ્રિલથી અમલ ચાલુ પણ થઈ ગયો છે. તેમજ ડોક્ટને મારી અપીલ છે કે દર્દીઓને હાલાકી પડી રહી છે એટલે હડતાળ પાછી ખેંચી લેવાનો પણ તેમણે અનુરોધ કર્યો છે.

આ પણ વાંચો :  Rajkot: માલધારીઓએ કહ્યું, સરકાર અમને અભણ ન સમજે કાયદો રદ્દ થવો જોઇએ

આ પણ વાંચો : RAJKOT : પૂર્વ પ્રધાન કુંવરજી બાવળિયાની કથિત ઓડિયો કલીપ વાયરલ, તાલુકા પંચાયતના સદસ્યને ધમકી આપી ?

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">