Kheda : માતરના ઉંઢેલામાં ગરબા પર પથ્થરમારો કરનારાઓને પોલીસે જાહેરમાં પાઠ ભણાવ્યો
ખેડા(Kheda)જિલ્લાના માતરના ઉંઢેલામાં માતાજીના ગરબા(Navratri 2022)પર પથ્થરમારો(Stone Pelting) કરી શાંતિ ડહોળનારા વિદ્યર્મીઓને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે. પોલીસે પથ્થરમારો કરનારા 10 અસામાજિક તત્વોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી
ગુજરાતના ખેડા(Kheda)જિલ્લાના માતરના ઉંઢેલામાં માતાજીના ગરબા(Navratri 2022)પર પથ્થરમારો(Stone Pelting) કરી શાંતિ ડહોળનારા વિદ્યર્મીઓને પોલીસે બરાબરનો પાઠ ભણાવ્યો છે. પોલીસે પથ્થરમારો કરનારા 10 અસામાજિક તત્વોની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી. તહેવારો સમયે શાંતિ અને સદભાવનાને ખોરવનારા તત્વોની પોલીસે સરાજાહેર ધોલાઈ કરી. ખેડા એલસીબીના PI અશોક પરમાર સહિત પોલીસના જવાનોએ એક પછી એક તમામ આરોપીઓને ગામની વચ્ચે મુખ્ય ચોકમાં લાવીને સરભરા કરી. હતી. આરોપીઓએ ધોલાઈ બાદ બે હાથ જોડી ફરીથી આવી ભૂલ નહીં કરીએ તેમ ગામ લોકોની માફી પણ માગી હતી. સોમવાર રાતથી જ પોલીસની વિવિધ ટીમે ત્વરિત કાર્યવાહી હાથ ધરીને 10 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
Police thrashed the accused in stone pelted incidence during #Navratri event, #Kheda #Gujarat #TV9News pic.twitter.com/mO89QFQlG3
— Tv9 Gujarati (@tv9gujarati) October 4, 2022
પથ્થરમારો કરનારા 43 વિધર્મીઓ સામે નામજોગ ફરિયાદ
ખેડા જિલ્લામાં માતરના ઉંઢેલા ગામે ગરબામાં પથ્થરમારો કરનારા 43 વિધર્મીઓ સામે નામજોગ ફરિયાદ નોંધી છે. જે પૈકીના 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે..જ્યારે બાકીના આરોપીઓની પોલીસ શોધખોળ ચલાવી રહી છે..આઠમા નોરતે બનેલી ઘટના બાદ માતરના ઉંઢેલા અને આસપાસમાં સ્થિતિ ન વણસે તે માટે જિલ્લા પોલીસનો કાફલો મોટી સંખ્યામાં ખડકી દેવામાં આવ્યો છે. અમદાવાદ રેન્જ આઈજી, ખેડાના એસપી, નડિયાદના DySP,એલસીબી, એસઓજી, પેરોલ ફ્લો સ્ક્વૉડ સહિત સમગ્ર જિલ્લામાંથી પોલીસ જવાનોને બંદોબસ્તમાં ગોઠવી દેવાયા છે. તો વરિષ્ઠ અધિકારીઓ સતત પેટ્રોલિંગ કરીને સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યાં છે.
ઉંઢેરા ગામના સરપંચે કહ્યું કે આઠમના ગરબાની બાધા રાખી હતી
ખેડા જિલ્લાના ઉંઢેલા ગામે આઠમના ગરબા દરમિયાન વિધર્મીઓએ કરેલા પથ્થરમારામાં 6થી 8 લોકોને ઈજા થઈ છે. જેમને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉંઢેરા ગામના સરપંચે કહ્યું કે આઠમના ગરબાની બાધા રાખી હતી. અને માંડવી ચોકથી લઈને તુળજાભવાની મંદિર સુધી ગરબાનું આયોજન હતું. રાત્રે લોકો ગરબા ગાઈ રહ્યા હતા તે દરમિયાન લઘુમતિ સમાજના કેટલાક લોકોએ કહ્યું કે અહીં ગરબા નહીં રમવાના
અગાઉથી હુમલાનું ષડયંત્ર રચી કાઢ્યું હતું
આ બાબતે આગળ કોઈ વાચતીત થાય તે પહેલા જ ચારેબાજુથી પથ્થરમારો શરૂ થઈ ગયો હતો આ દરમિયાન દોડધામ મચી ગઈ હતી.કેટલાક લોકો ભાગીને આગળ જતાં ત્યાં પણ લોકો લાકડીઓ અને હથિયારો સાથે ઉભા હતા. સરપંચનું કહેવું છે કે- 150થી 200 લોકોએ હુમલો કર્યો હતો.ગરબાના આયોજનની તે લોકોને પહેલેથી જ જાણ થઈ ગઈ હતી. જેથી તેમણે અગાઉથી હુમલાનું ષડયંત્ર રચી કાઢ્યું હતું અને પથ્થર, લાકડી અને ધારિયા સહિતના હથિયારોથી પણ સજ્જ હતા.
(With Input, Dharmendra Kapasi )