AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રની ગોંડલ, મોરબી, જેતપુર, જસદણ બેઠકો ભાજપ માટે બની શકે છે માથાના દુ:ખાવા સમાન, ટિકિટ માટે અનેક ઉમેદવારોની દાવેદારી

Gujarat Election 2022: સૌરાષ્ટ્રની 4 બેઠકો ભાજપ માટે માથાના દુ:ખાવા સમાન બની છે. સૌરાષ્ટ્રની મોરબી, જસદણ, જેતપુર અને ગોંડલ બેઠકને લઈને અનેક ઉમેદવારો દાવેદારી કરી રહ્યા છે. ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર હાવી હોવાથી ભાજપને સૌરાષ્ટ્રમાં અનેક બેઠક ગુમાવવાનો વારો આવ્યો છે.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રની ગોંડલ, મોરબી, જેતપુર, જસદણ બેઠકો ભાજપ માટે બની શકે છે માથાના દુ:ખાવા સમાન, ટિકિટ માટે અનેક ઉમેદવારોની દાવેદારી
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2022 | 4:13 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે (BJP) સૌરાષ્ટ્રની બેઠકો જીતવા કમર કસી છે. કારણ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સૌરાષ્ટ્રની બેઠકો પર મોટો ફટકો પડ્યો હતો. જેના કારણે ભાજપ 2 આંકડામાં આવી ગઈ હતી. ગુજરાતમાં સૌરાષ્ટ્ર (Saurashtra) અને કચ્છની 54 બેઠકો ઘણી નિર્ણાયક ગણાય છે. આ વખતે સૌરાષ્ટ્રની બેઠકોને લઈને ભાજપ કોઈ કસર બાકી રાખવા માગતી નથી. આ મહત્વપૂર્ણ બેઠકોની જો વાત કરીએ તો તેમા ગોંડલ, જેતપુર, જસદણ અને મોરબી બેઠકોનો સમાવેશ થાય છે. આ બેઠકો એવી છે. જેમા નવા ઉમેદવારોની સાથે જૂના જોગીઓ પણ ટિકિટ મેળવવા માટે લોબિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આ વખતે ભાજપ માટે સૌથી મોટો પડકાર આંતરિક વિખવાદનો પણ છે. આ વખતે માણાવદર, મોરબી (Morbi), જસદણ (Jasdan) બેઠકો પર સૌથી વધુ માથાપચ્ચી ભાજપને કરવી પડશે. આ બેઠકો પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા, બ્રિજેશ મેરજા, અને કુંવરજી બાવળિયા પણ ટિકિટ માટે દાવેદારી કરશે તો જૂના જોગીઓ કેવુ વલણ અપનાવશે તેના પર સૌની નજર રહેશે.

ક્યાં ક્યાં મૂરતિયા મેદાને

સૌરાષ્ટ્રની ગોંડલ, જસદણ, મોરબી, અને જેતપુર બેઠક પર ટિકિટને લઈને ખેંચતાણા થવાના વરતારા અત્યારથી જોવા મળી રહ્યા છે. ગોંડલ બેઠક પર જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધ સિંહ જાડેજા મેદાને છે તો જસદણ સીટ પર કુંવરજી બાવળિયા અને ભરત બોઘરા વચ્ચે ખેંચતાણ છે. જ્યારે મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા અને કાના અમૃતિયા દાવેદારી કરી રહ્યા છે. જેતપુર બેઠક પર જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ પણ ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે.

જો કે હજુ સત્તાવાર રીતે ભાજપ દ્વારા આવી કોઈ જાહેરાત કરવામાં નથી આવી એટલે ટિકિટ વાંચ્છુકો પણ વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. બીજી તરફ આમ આદમી પાર્ટી પણ સૌરાષ્ટ્ર માં પોતાની જમીન મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.

સૌરાષ્ટ્રની બેઠકોનું ગણિત

ગત વિધાનસભા ચૂંટણીમાં સૌરાષ્ટ્રની કુલ 45 બેઠકોમાંથી કોંગ્રેસ ને 23 બેઠકો જ્યારે ભાજપ ને 21 બેઠક મળી હતી. જ્યારે એક બેઠક NCPના ફાળે ગઈ હતી. જો કે 2017 થી 2022 સુધીમા કોંગ્રેસ 4 બેઠક ગુમાવી દીધી છે. લીમડી, મોરબી, જસદણ તથા માણાવદર માં કોંગ્રેસ ના MLA સમયાંતરે પક્ષ પલટો કર્યો. અને ભાજપ સાથે જોડાયા. બ્રિજેશ મેરઝા કુંવરજી બાવળિયા તથા જવાહર ચાવડા કોંગ્રેસમાંથી ભાજપમા આવ્યા. જ્યારે લીમડી બેઠક પર ભાજપે કિરીટ સિંહ રાણાને પેટાચૂંટણીમાં ઉતાર્યા જેથી વર્તમાન સમયમાં ભાજપની કુલ 24 બેઠક, કોંગ્રેસની 19 બેઠક થઈ.

સૌરાષ્ટ્ર અને કચ્છની 54 બેઠકો નિર્ણાયક

ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદારોની નારાજગીને કારણે ભાજપને મોટુ નુકસાન ભોગવવુ પડ્યુ હતુ. સૌરાષ્ટ્રની કુલ 45 બેઠકોમાંથી 23 બેઠકો પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકો છે.  ભાજપે જીતવા માટે  પાટીદારોને ભાજપ તરફ વાળવા ખૂબ જરૂરી છે. પાટીદાર પ્રભુત્વ ધરાવતી બેઠકોમાં ઉત્તર ગુજરાતમાં 8, મધ્ય ગુજરાતમાં 10 દક્ષિણ ગુજરાતમાં 9 બેઠકો જ્યારે સૌરાષ્ટ્રમાં 23 બેઠકો છે. આથી જ ભાજપ આ વખતે ચૂંટણી પ્રચારમાં સૌરાષ્ટ્ર પર વધુ ફોકસ કરી રહી છે. જેમા તાજેતરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા રાજકોટ અને મોરબીમાં પ્રચાર માટે આવ્યા હતા. પીએમ મોદી પણ ભાવનગર આવ્યા હતા.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">