KHEDA : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લાના મહેમદાવાદથી આત્મનિર્ભર ગ્રામયાત્રાનો શુભારંભ થશે

|

Nov 16, 2021 | 9:21 PM

GramYatra : આત્મનિર્ભર ગ્રામયાત્રા તા.18 થી 20 સુધી ત્રિ દિવસીય કાર્યક્રમની સમગ્ર રાજ્યમાં શુભ શરૂઆત કરવામા આવશે.

KHEDA : આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લાના મહેમદાવાદથી આત્મનિર્ભર ગ્રામયાત્રાનો શુભારંભ થશે
GramYatra will be launched from Mahemdavad in Kheda district as part of Azadi Ka Amrit Mahotsav celebrations

Follow us on

KHEDA : સમગ્ર દેશમાં 75 અઠવાડીયા સુધી આઝાદીના  અમૃત મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા પ્રજાલક્ષી કાર્યો માટે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આત્મનિર્ભર ગ્રામયાત્રા તા.18 થી 20 સુધી ત્રિ દિવસીય કાર્યક્રમની સમગ્ર રાજ્યમાં શુભ શરૂઆત કરવામા આવશે. ત્યારે આત્મનિર્ભર ગ્રામયાત્રાનો પ્રારંભ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના મહેમદાવાદ મુકામેથી કરાવશે.

ખેડા જિલ્લામાં થનાર લોકાર્પણ અને ખાર્તમુહુર્તની  વાત કરીએ તો, ગ્રામ વિકાસ-PMAY વિભાગ અન્વયે 125 કામોનું રૂ. 190.76 લાખના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના 125નું લોકાર્પણ   ગ્રામ વિકાસ-PMAY વિભાગ અન્વયે 170 કામોનું રૂ.67.9 લાખના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના 170 લાભાર્થી બાંધકામ સહાયનું લોકાર્પણ,  ગ્રામ વિકાસ-મનરેગા વિભાગ અન્વયે કેટલ શેડ, આંગણવાડી, રમત ગમત મેદાન અને અન્ય કામોનું રૂ.551.6 લાખના ખર્ચે ખાર્તમુહુર્ત તથા કેટલ શેડ, પંચાયત ઘર અને આંગણવાડી (કુલ 33) કામોનું રૂ.67.71 લાખના ખર્ચે લોકાર્પણ,  ગ્રામ વિકાસ- સ્વચ્છ ભારત મિશન વિભાગ અન્વયે 2 ગોબર ઘન પ્રોજેક્ટનું ભુમિપુજન રૂ.298 લાખના ખર્ચે ખાર્તમુહુર્ત, ગ્રામ વિકાસ – GLPC વિભાગ અન્વયે જિલ્લામાં 580 સ્વસહાય જુથની બહેનોને સહાયના કામોનું  રૂ.30.7 લાખની સહાયનું લોકાર્પણ કરાશે.

પંચાયત વિભાગ અન્વયે વિવિધ વિકાસલક્ષીના 18 જેટલા કામોનું રૂ.48.16 લાખના ખર્ચે  ખાર્તમુહુર્ત/ભુમિપુજન, વિવિધ વિકાસલક્ષીના 4 કામોનું રૂ. 11.49 લાખના ખર્ચે લોકાર્પણ, જળ સંપતિ વિભાગ અન્વયે વિવિધ વિકાસલક્ષીના 2 કામોનું રૂ. 2023.58 લાખના ખર્ચે ભુમિપુજન,  વિવિધ વિકાસલક્ષીના 7 જેટલા કામોનું રૂ.38.48 લાખના ખર્ચે લોકાર્પણ, પાણી પુરવઠા વિભાગ અન્વયે જિલ્લામાં વિવિધ વિકાસલક્ષીના 27 જેટલા કામોનું રૂ.1581.63 લાખના ખર્ચે ખાર્તમુહુર્ત, વિવિધ વિકાસલક્ષીના 9 જેટલા કામોનું રૂ.245.77 લાખના ખર્ચે લોકાર્પણ થશે.

આજનું રાશિફળ તારીખ : 09-01-2025
રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર

તો કુષિ અને ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ અન્વયે વ્યક્તિગત ખેડૂતોને ઘાસચાર બીજ કીટના મજુરી કામના 2470 હુકમનું રૂ101.18 લાખના ખર્ચે લોકાર્પણ, પશુપાલન ગૌસંવર્ઘન, મત્સ્ય ઉઘોગ વિભાગ દ્વારા 58 વ્યક્તિગત લાભાર્થીઓને સહાયના 58 જેટલા કામોનું રૂ.18.81 લાખના ખર્ચે લોકાર્પણ, સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ અન્વયે 128 વ્યક્તિગત લાભાર્થીઓને સહાયના 128 જેટલા કામોનું રૂ.61.75 લાખના ખર્ચે લોકાર્પણ થશે. આમ,  કુલ 3633 કામોનું રૂ.5339.32 લાખના ખર્ચે પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ અને ભુમિપૂજન કરાશે.

આ પણ વાંચો : GUJARAT : રાજ્યમાં કોરોનાની સ્થિતિ સાથે જાણો મહત્વના અન્ય સમાચાર, માત્ર એક ક્લિકમાં

આ પણ વાંચો : બનાસકાંઠામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, પાલનપુર સહિત અનેક ગામોમાં અનુભવાયો

Next Article