PM Modi Gujarat Visit Live: કમલમ ખાતે કોર કમિટીના સભ્યોને ચૂંટણીની રણનીતિ અંગે માર્ગદર્શન આપ્યા બાદ વડાપ્રધાન મોદી દિલ્લી જવા રવાના

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 28, 2022 | 9:50 PM

PM Modi Visit Gujarat kutch Live updates in Gujarati: આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) ભુજમાં 4400 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું હતું. સાથો સાથ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનું (Smriti Van Memorial )ઉદ્ધાટન કર્યું હતું.

PM Modi Gujarat Visit Live: કમલમ ખાતે કોર કમિટીના સભ્યોને ચૂંટણીની રણનીતિ અંગે માર્ગદર્શન આપ્યા બાદ વડાપ્રધાન મોદી દિલ્લી જવા રવાના
PM Modi Address Maruti Suzuki Programme

PM Modi Visit Gujarat kutch Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  (Prime Minister Modi) ગુજરાત પ્રવાસનો (PM Gujarat Visit)  આજે બીજો દિવસ છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં 4400 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યુ. વડાપ્રધાને 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનું (Smriti Van Memorial ) લોકાર્પણ કરી દીધુ છે.  175 એકરમાં વિકસિત ભૂજિયા ડુંગર પરના સ્મૃતિવન મેમોરીયલમાં વર્ષ 2001ના વિનાશક ભૂકંપમાં જીવ ગુમાવનાર 12 હજાર 932 સ્વજનોની સ્મૃતિઓના સંવેદનની કુલ 1 હજાર 20 નેમ પ્લેટો, તેમની યાદમાં 3 લાખથી વધુ વૃક્ષો અને 10.કિ.મી.નો પાથ વે તેમજ 50 ચેકડેમ, 3 એમીનીટીઝ બ્લોક, અર્થ કવેક મ્યુઝિયમ, 15 કિ.મી.નો ફોર્ટ વોલ, 1 મેગાવૉટ સોલાર પ્લાન્ટ અને ઈન્ટરનલ રોડનું સ્મૃતિવન મેમોરીયલ ભૂકંપમાં જીવ ગુમાવનારા આપણા પરિજનોની સ્મૃતિરૂપે બનાવાયુ છે સાથે સાયન્સ સેન્ટર પણ બનાવાયુ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 28 Aug 2022 09:42 PM (IST)

    PM Modi Gujarat Visit Live:  કમલમમાં આશરે બે કલાક સુધી વડાપ્રધાને કોર કમિટીના સભ્યો સાથે મંથન કર્યું

    PM Modi Gujarat Visit Live:   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  ભાજપ પ્રદેશ કાર્યાલય ખાતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ચૂંટણી મંત્ર આપ્યો હતો અને બેઠક યોજીને ચૂંટણીની રણનીતિ અંગે સીધું માર્ગદર્શન આપ્યા બાદ દિલ્લી જવા  રવાના થયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ એક્શન મોડમાં આવી ગયા છે. તેઓએ કમલમ ખાતે બેઠક યોજી કોર કમિટીના સભ્યોને માર્ગદર્શન તેમજ જીતનો મંત્ર આપ્યો.કમલમમાં આસરે બે કલાક સુધી વડાપ્રધાને કોર કમિટીના સભ્યો સાથે મંથન કર્યું. 5 મહિના બાદ વડાપ્રધાને કમલમ કાર્યાલયની મુલાકાત લીધી છે. બેઠકમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહત્વની રણનીતિની ચર્ચા કરાઈ.પીએમ મોદી સરકાર અને સંગઠનને જીતની રણનીતિ આપી તો રાજ્યમાં સક્રીય વિરોધ પક્ષોની તાકાતને ખાળવા પણ રણનીતિ ઘડી. સાથે જ વડાપ્રધાને સરકાર અને સંગઠનની નબળી અને ખુટતી કડીઓને જોડવાનો પણ પ્રયાસ કર્યો. એટલું જ નહીં ઉમેદવારની પસંદગી અને પ્રક્રીયા પર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી નજર છે.

  • 28 Aug 2022 09:24 PM (IST)

    PM Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદીએ આપ્યું ચૂંટણી અંગે સીધું માર્ગદર્શન

    PM Modi Gujarat Visit Live:   વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ પ્રદેશ કાર્યાલય  ખાતે ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ચૂંટણી મંત્ર આપ્યો હતો અને  બેઠક યોજીને  ચૂંટણીની રણનીતિ અંગે સીધું માર્ગદર્શન આપ્યું  હતું.

  • 28 Aug 2022 08:43 PM (IST)

    PM Modi Gujarat Visit Live: વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ કોર કમિટીની બેઠકમાં આપી જીતની રણનીતિ

    PM Modi Gujarat Visit Live:   કમલમ ખાતે મળેલી બેઠકમાં  પીએમ મોદી સરકાર અને સંગઠનને જીતની રણનીતિ આપી  છે. તો રાજ્યમાં સક્રીય વિરોધ પક્ષોની તાકાતને ખાળવા પણ રણનીતિ ઘડી છે. સાથે જ વડાપ્રધાને સરકાર અને સંગઠનની નબળી અને ખુટતી કડીઓને જોડવાનો પણ પ્રયાસ કર્યો. એટલું જ નહીં ઉમેદવારની પસંદગી અને પ્રક્રીયા પર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સીધી નજર છે.

  • 28 Aug 2022 08:12 PM (IST)

    PM Modi Gujarat Visit Live: 5 મહિના બાદ વડાપ્રધાને કમલમ કાર્યાલયની લીધી મુલાકાત

    PM Modi Gujarat Visit Live: પ્રધાનમંત્રીએ કોર કમિટીની બેઠક બાદ  રાત્રિ ભોજન  કમલમ ખાતે જ લેશ. કોર કમિટી સાથે ચૂંટણીલક્ષી મહત્વની ચર્ચા કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પણ એક્શન મોડમાં આવી ગયા છે. તેઓએ કમલમ ખાતે બેઠક યોજી કોર કમિટીના સભ્યોને માર્ગદર્શન તેમજ જીતનો મંત્ર આપ્યો 5 મહિના બાદ વડાપ્રધાને કમલમ કાર્યાલયની મુલાકાત લીધી છે.

  • 28 Aug 2022 07:45 PM (IST)

    PM Modi Gujarat Visit Live: ગાંધીનગર ખાતે  વડાપ્રધાન મોદીએ કમલમમાં યોજી કોર કમિટીની બેઠક

    PM Modi Gujarat Visit Live: ગાંધીનગર ખાતે  વડાપ્રધાન મોદીએ કમલમમાં યોજી કોર કમિટીની બેઠક , 2022ની ચૂંટણી પહેલા વડાપ્રધાનની  આ મહત્વની બેઠક  માનવામાં આવી છે કારણ કે આ પ્રકારનું આયોજન પ્રથમ વાર કરવામાં આવ્યું છે.

  • 28 Aug 2022 07:33 PM (IST)

    PM Modi Gujarat Visit Live: વડાપ્રધાન કમલમ ખાતે કોર કમિટી સાથે રાત્રિ ભોજન લેશે, પ્રથમ વાર આ રીતનો કાર્યક્રમ યોજાયો

    PM Modi Gujarat Visit Live: ગાંધીનગર  ખાતે  વડાપ્રધાન  કોર કમિટી સાથે ડીનર બેઠકનું આયોજન કર્યુ છે. આ  પ્રકારના કાર્યક્રમનું પ્રથમ વાર આયોજન કરવામાં આવ્યું છે.  વડાપ્રધાન  કોર કમિટીની  બેઠક બાદ ત્યાં જ ડીનર કરશે.  પહેલીવાર પીએમ કોર કમિટીના સભ્યોને મળી રહ્યા છે. પ્રદેશ કાર્યાલય પર 5 મહીના બાદ પીએમની આ મહત્વની બેઠક છે.

  • 28 Aug 2022 06:59 PM (IST)

    PM Modi Gujarat Visit Live: કોર કમિટીમાં થશે ચૂંટણીલક્ષી મંથન

    PM Modi Gujarat Visit Live: વડાપ્રધાનની ઉપસ્થિતિમાં મળેલી કોર કમિટીની બેઠકમાં ચૂંટણીલક્ષી મંથન કરવામાં આવશે.

  • 28 Aug 2022 06:57 PM (IST)

    PM Modi Gujarat Visit Live: 2022ની ચૂંટણી પહેલા વડાપ્રધાનની કમલમ્ ખાતે મહત્વની બેઠક, ચૂંટણી રણનિતી અંગે આપશે માર્ગદર્શન

    PM Modi Gujarat Visit Live: 2022ની ચૂંટણી પહેલા વડાપ્રધાનની કમલમની બેઠક મહત્વની ગણવામાં આવી રહી છે. આ બેઠકમાં  તેઓ કોર કમિટીના  સભ્યોને ચૂંટણીની રણનીતિ અંગે માર્ગદર્શન આપશે.  શનિવારે એરપોર્ટ પર સંગઠનની બેઠક બાદ ફરી કમલમમાં  બેઠક યોજી છે. આ  બેઠકમાં  ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ  સહિત કોર કમિટીની સભ્યો વિજય રૂપાણી, નીતિન પટેલ પણ હાજર  છે.

  • 28 Aug 2022 06:46 PM (IST)

    PM Modi Gujarat Visit Live: વડાપ્રધાન મોદી ભાજપ પ્રદેશ કાર્યાલયની મુલાકાતે નવી કોર કમિટીના સભ્યો સાથે બેઠક

    PM Modi Gujarat Visit Live:    વડાપ્રધાન નરેન્દ્ર મોદી  ભાજપ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. અહીં કમલમ ખાતે  તેઓ નવી કોર  કમિટીના સભ્યો સાથે બેઠક કરશે.  આ બેઠકમાં ચૂંટણી જીતવાની રણનીતિ પર ચર્ચા થાય તેવી  શક્યતા છે.

  • 28 Aug 2022 06:22 PM (IST)

    PM Modi Gujarat Visit Live: મહાત્મા મંદિરમાં મારૂતિ સુઝુકી કંપનીના કાર્યક્રમ બાદ પીએમ મોદી કમલમ જવા રવાના

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કમલમ મુલાકાતને લઈને ભારે પોલીસ બંદોબસ્ત, કમલમમાં કોર કમિટી પીએમ મોદી કરી શકે છે બેઠક. વર્ષ 2022૨ વિધાનસભા ચૂંટણી પહેલા તેમની ભાજપ પ્રદેશ કમલમ કાર્યાલયની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ. આજે ગુજરાત મુલાકાતના બીજા દિવસે તેઓ કમલમમાં કોર કમિટીના સભ્યોને મળશે. 2 દિવસની ગુજરાત મુલાકાતમાં પીએમ મોદીની રાજ્યના મુખ્યમંત્રી તેમજ અન્ય અધિકારીઓ સાથે ગઈકાલે એરપોર્ટ ખાતે બેઠક યોજી હતી.

  • 28 Aug 2022 06:18 PM (IST)

    PM Modi Gujarat Visit Live: PM મોદીએ કહ્યુ છેલ્લ 8 વર્ષમાંભારત-જાપાન સંબંધો નવી ઉંચાઈએ પહોંચ્યા

    ઈ વાહનોની બેટરીના ઉત્પાદન માટે હાંસલપુરમાં પ્લાન્ટ સથપાશે. વર્ષ 2012માં મારૂતિ સુઝુકીએ પ્રથમ પ્લાન્ટ હાસલપુરમાં સ્થાપ્યો હતો. સવાસોથી વધુ જાપાની કંપની ગુજરાતમાં આવી છે.

  • 28 Aug 2022 06:16 PM (IST)

    PM Modi Gujarat Visit Live: PM મોદીએ કહ્યુ છેલ્લ 8 વર્ષમાંભારત-જાપાન સંબંધો નવી ઉંચાઈએ પહોંચ્યા

    ગુજરાતમાં હાંસલપુરમાં ઈલેક્ટ્રીક વ્હીકલ બેટરી માટેનો પ્લાન્ટ સ્થપાશે. મારૂતિ સુઝુકી ગુજરાતમાં EV અને બેટરીનું ઉત્પાદન કરશે. નવા પ્લાન્ટ માટે 10 હજાર કરોડ રૂપિયાનું રોકાણ

  • 28 Aug 2022 06:14 PM (IST)

    PM Modi Gujarat Visit Live: PM મોદીએ કહ્યુ છેલ્લ 8 વર્ષમાંભારત-જાપાન સંબંધો નવી ઉંચાઈએ પહોંચ્યા

    સરકારે ઈલેક્ટ્રીક વ્હીકલને ગતિ આપવા માટે અનેક કામ કર્યા છે, અનેક નીતિગત નિર્ણયો કર્યા છે. 2022માં બેટરી સ્વેપિંગ પોલિસી લવાઈ, સાયલન્ટ રિવોલ્યુશન ઈલેક્ટ્રીક વ્હીલકલ ચાર્જિંગ સ્ટેશન માટે પણ અનેક પગલા લેવાયા. ઈલેક્ટ્રીક વ્હીકલની ખરીદી પર સરકાર સહાય કરે છે. લોનમાં સરળતા અને ઈમકમટેક્સમાં છૂટ આપવા જેવા નિર્ણયો પણ કરાયા.

  • 28 Aug 2022 06:11 PM (IST)

    PM Modi Gujarat Visit Live: PM મોદીએ કહ્યુ છેલ્લ 8 વર્ષમાંભારત-જાપાન સંબંધો નવી ઉંચાઈએ પહોંચ્યા

    એક રાજ્ય અને એક વિકસિત દેશનું સાથે ચાલવું મોટી ઉપલબ્ધિ છે ગુજરાતને ગોલ્ફની દુનિયા સાથે કોઈ સંબંધ ન હતો, છેલ્લા થોડા વર્ષોમાં આજે ગુજરાતમાં અનેક ગોલ્ફ ક્લબ છે. સવાસો થી વધુ જાપાનની કંપની ગુજરાતમાં કામ કરે છે. ગુજરાતમાં આજે વિકાસની જે ભૂમિકા છે તેમા કાયઝેનની મોટી ભૂમિકા

  • 28 Aug 2022 06:06 PM (IST)

    PM Modi Gujarat Visit Live: PM મોદીએ કહ્યુ છેલ્લ 8 વર્ષમાંભારત-જાપાન સંબંધો નવી ઉંચાઈએ પહોંચ્યા

    બુલેટ ટ્રેનથી લઈ વિકાસની અનેક યોજનાઓ ભારત-જાપાન મિત્રતાનું ઉદાહરણ. ગુજરાત અને જાપાન વચ્ચેનો સંબંધ ડિપ્લોમેટિક મર્યાદાઓથી ક્યાંય આગળ છે. 13 વર્ષ પહેલા કંપની તેમના પ્લાન્ટ માટે ગુજરાત આવી હતી ત્યારે મે તેમને કહ્યુ હતુ કે જાપાનના મિત્રો ગુજરાતનું પાણી પીશે ત્યારે તેમને બરાબર સમજ આવી જશે કે વિકાસનું પરફેક્ટ મોડલ ક્યાં છે.

  • 28 Aug 2022 06:00 PM (IST)

    PM Modi Gujarat Visit Live: મારૂતિ સુઝુકીના ભારતમાં 40 વર્ષ પૂર્ણ, આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદી ઉપસ્થિત

    મારૂતિ સુઝુકીના ભારતમાં 40 વર્ષ પૂર્ણ થવા પર PM એ પાઠવી શુભેચ્છા.  પીએમએ જણાવ્યુ કે  8 વર્ષમાં ભારત-જાપાનના સંબંધોને નવી ઉંચાઈએ પહોંચ્યા. ભારત જાપાન દોસ્તીનો ઉલ્લેખ કરતા દિવંગત શિન્જો આબેને કર્યા યાદ.

  • 28 Aug 2022 05:55 PM (IST)

    PM Modi Gujarat Visit Live: મારુતિ સુઝુકી ગુજરાતમાં અને હરિયાણામાં નવો પ્લાન્ટ સ્થાપશે

    મારુતિ સુઝુકી કંપનીએ છેલ્લા 10 વર્ષમાં ગુજરાતમાં 16 હજાર કરોડનું રોકાણ કર્યુ, મારુતિ સુઝુકી માટે કારના પાર્ટ્સ પૂરા પાડવા માટે 100 થી વધુ કમ્પોનન્ટ સપ્લાયર્સ ગુજરાતમાં વ્યવસાય કરી રહ્યા છે. કોમ્પોનન્ટ સપ્લાયર્સ દ્વારા આશરે રૂ. 7,300 કરોડનું રોકાણ કરવામાં આવ્યું. મારુતિ સુઝુકી ભારતમાં પ્રથમ લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપી રહી છે

  • 28 Aug 2022 05:51 PM (IST)

    PM Modi Gujarat Visit Live: ભારતમાં મારૂતિ સુઝુકીના 40 વર્ષ પૂર્ણ, મહાત્મા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમ, પીએમ મોદી ઉપસ્થિત

    વડાપ્રધાને મારૂતિ સુઝુકી હંસલપુર, ગુજરાતમાં 2026માં 7300 કરોડના ખર્ચે તૈયાર થનારા  સુઝુકી ઈવ્હીકલ મોટર પ્લાન્ટનું નિર્માણનું અનાવરણ કર્યુ

  • 28 Aug 2022 05:45 PM (IST)

    PM Modi Gujarat Visit Live: મારૂતિ સુઝુકીના 40 વર્ષ પૂર્ણ, PM મોદી મારૂતિ સુઝુકીના કાર્યક્રમમાં ઉપસ્થિત

    મારૂતિ સુઝુકીના બે પ્રોજેક્ટનો શિલાન્યાસ, મારૂતિ સુઝુકી 10 હજાર 440 કરોડનું રોકાણ કરશે, ગુજરાતમાં 47 હજાર નોકરીની તકો ઉભી થશે. 7 હજાર 300 કરોડના રોકાણથી બન્યો પ્લાન્ટ

  • 28 Aug 2022 05:38 PM (IST)

    PM Modi Gujarat Visit Live: હરિયાણામાં ત્રીજો પ્લાન્ટ સ્થાપવા બદલ મુખ્યમંત્રી ખટ્ટરે માન્યો આભાર

    મારૂતિ સુઝુકીના 40 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ છે. જેમા હરિયાણામાં મારૂતિ સુઝુકીના ત્રીજા પ્લાન્ટ સ્થાપવા બદલ મુખ્યમંત્રી ખટ્ટરે આભાર વ્યક્ત કર્યો. આત્મનિર્ભર ભારતની દિશામાં નવુ પગલુ ગણાવ્યુ.

  • 28 Aug 2022 05:36 PM (IST)

    PM Modi Gujarat Visit Live: પીએમ મોદીની ઉપસ્થિતિમાં મારૂતિ સુઝુકીનો વિશેષ કાર્યક્રમ

    મહાત્મા મંદિરમાં આયોજિત કાર્યક્રમમાં હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર વર્ચ્યુઅલી જોડાયા, ઉપમુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા પણ જોડાયા

  • 28 Aug 2022 05:32 PM (IST)

    PM Modi Gujarat Visit Live: મહાત્મા મંદિરમાં મારૂતિ સુઝુકીનો વિશેષ કાર્યક્રમ, પીએમ મોદીની પ્રેરક ઉપસ્થિતિ

    હરિયાણામાં મારૂતિ સુઝુકીના ત્રીજા પ્લાન્ટનો શીલાન્યાસ. હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે પીએમનો માન્યો આભાર. પ્રોજેક્ટ હરિયાણાના આર્થિક વિકાસને વધારશે આગળ

  • 28 Aug 2022 05:21 PM (IST)

    PM Modi Gujarat Visit Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં આયોજિત મારૂતિ સુઝુકીના કાર્યક્રમમાં પહોંચ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં પહોંચ્યા છે. મારૂતિ સુઝુકીના 40 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા પીએમને ખાસ આમત્રિત કરવામાં આવ્યા છે.  1982માં મારૂતિ સુઝુકીની શરૂઆત

  • 28 Aug 2022 05:13 PM (IST)

    PM Modi Visit Gujarat Live: ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મારૂતિ સુઝુકીના કાર્યક્રમમાં રહેશે ઉપસ્થિત

    મારૂતિ સુઝુકીના 40 વર્ષ પૂર્ણ થતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહેવાના છે.

  • 28 Aug 2022 05:06 PM (IST)

    PM Modi Visit Gujarat Live: ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહાત્મા મંદિર જવા રવાના

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં ગાંધીનગર પહોંચશે, મહાત્મા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન

  • 28 Aug 2022 05:04 PM (IST)

    PM Modi Visit Gujarat Live: ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં ગાંધીનગર પહોંચશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં ગાંધીનગર પહોંચશે, મારુતિ સુઝુકીના પ્રોગ્રામમાં આપશે હાજરી

  • 28 Aug 2022 05:00 PM (IST)

    PM Modi Visit Gujarat Live: ગાંધીનગર: PM મોદીના કાર્યક્રમમાં અચાનક બદલાવ, સાંજે 7 વાગ્યે કમલમમાં મહત્વપૂર્ણ બેઠક

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં અચાનક ફેરફાર થયો છે. કમલમ ખાતે PMની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે. જેમા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ અને મુખ્યમંત્રી સહિત ભાજપ કોર ગૃપના સભ્યો હાજર રહેશે.

  • 28 Aug 2022 04:40 PM (IST)

    PM Modi Visit Gujarat Live: ગાંધીનગર: PM મોદી થોડીવારમાં પહોંચશે ગાંધીનગર, મારુતિ સુઝુકીના પ્રોગ્રામમાં આપશે હાજરી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં ગાંધીનગર પહોંચશે. મારુતિ સુઝુકીના પ્રોગ્રામાં હાજરી આપશે. મારૂતિ સુઝુકીના 40 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી રહી છે. મહાત્મા મંદિરમાં પીએમની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ છે.

  • 28 Aug 2022 03:05 PM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: વડાપ્રધાન અમદાવાદ જવા રવાના થયા

    કચ્છમા અનેક પ્રકલ્પોનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે અમદાવાદ જવા રવાના થયા છે. અમદાવાદથી તેઓ ગાંધીનગરના મહાત્મા મંદિર પહોંચશે. તેઓ સુઝુકી કંપનીના કાર્યક્રમમાં ગાંધીનગર પહોંચશે. ભારતમાં સુઝુકી કંપનીના 40 વર્ષ પૂર્ણ થવા પર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે જ્યાં PM મોદી સંબોધન કરશે. સાથો સાથ PM મોદી સુઝુકીના 2 પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. ઈલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતના હાંસલપુરમાં ખુલશે. તો નવા વાહનોનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હરિયાણામાં ખોલવામાં આવશે. જેનુ શિલાન્યાસ PMના હસ્તે કરવામાં આવશે.

  • 28 Aug 2022 02:02 PM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું: PM મોદી

    એક સમય એવો હતો જ્યારે ગુજરાત એક પછી એક કટોકટીનો સામનો કરી રહ્યું હતું.જ્યારે ગુજરાત કુદરતી આફતનો સામનો કરી રહ્યું હતું ત્યારે ષડયંત્રો શરૂ થયા. ગુજરાતને દેશ અને દુનિયામાં બદનામ કરવા માટે અહીં રોકાણ રોકવા માટે એક પછી એક ષડયંત્ર રચવામાં આવ્યું હતું. આવી સ્થિતિમાં પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ લાગુ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ અધિનિયમની પ્રેરણાથી સમગ્ર દેશ માટે સમાન કાયદો બનાવવામાં આવ્યો હતો.

  • 28 Aug 2022 01:55 PM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: દુનિયાનો કોઇ એવો વ્યક્તિ નહીં હોય જેણે કચ્છનું મીઠુ નહીં ખાધુ હોય : PM Modi

    કચ્છમાં 2001ના વિનાશ બાદ જે કામ થયું છે તે અકલ્પનીય છે. ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીની રચના કચ્છમાં 2003 માં કરવામાં આવી હતી, જ્યારે ત્યાં 35 થી વધુ નવી કોલેજો પણ સ્થાપવામાં આવી છે. સાથે વડાપ્રધાને એવુ પણ કહ્યુ કે, દુનિયાનો કોઇ એવો વ્યક્તિ નહીં હોય જેણે કચ્છનું મીઠુ નહીં ખાધુ હોય. કચ્છમાંથી જ દેશનું 30 ટકા મીઠુ ઉત્પન્ન થાય છે. કચ્છમાં જ દુનિયાના સૌથી મોટા સિમેન્ટ પ્લાન્ટ છે. ગુજરાતમાં ગ્રીન હાઇડ્રોજન કેપિટલમાં ગુજરાતનું મોટુ યોગદાન હોવાનું પણ વડાપ્રધાને જણાવ્યુ હતુ.

  • 28 Aug 2022 01:51 PM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: કચ્છે પોતાને જ નહીં સમગ્ર ગુજરાતને ગતિ આપી છે: PM મોદી

    વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યુ હતુ કે, દેશમાં ગુજરાતને બદનામ કરવા અનેક ષડયંત્રો કરાયા છે. જો કે ભૂકંપ પછી ઊભા થયેલા કચ્છે પોતાને જ નહીં સમગ્ર ગુજરાતને ગતિ આપી છે. વડાપ્રધાને જણાવ્યુ કે, કચ્છની દાબેલી, ભેળપુરી, છાશ અને ખારેક દુનિયાભરમાં વખણાય છે. કચ્છમાંથી અનેક ફળ આજે વિદેશ સુધી મીઠાશ ફેલાવી રહ્યા છે. વડાપ્રધાને કહ્યુ કે, તેમાં કચ્છના કમલમ ફ્રુટની પણ બાદબાકી ન થઇ શકે.

  • 28 Aug 2022 01:44 PM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે કચ્છના ઘરે ઘર સુધી પાણી પહોંચવા લાગશે: PM મોદી

    વડાપ્રધાને જણાવ્યુ કે, ભૂકંપના દિવસે હું દિલ્હીથી સીધો કચ્છ આવ્યો હતો, 2001ની તબાહી બાદ કચ્છમાં થયેલુ કામ અકલ્પનીય હોવાનું લોકો માની રહ્યા છે.  આજે કચ્છના વિકાસને લગતા રૂ. 4,000 કરોડથી વધુના અન્ય પ્રોજેક્ટનું પણ લોકાર્પણ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં પાણી, વીજળી, રસ્તા અને ડેરી સંબંધિત પ્રોજેક્ટ સામેલ છે. આ ગુજરાતમાં કચ્છના વિકાસ માટે ડબલ એન્જિન સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આજે કચ્છના દરેક ઘરે પાણી પહોંચવા લાગ્યુ છે. કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે કચ્છના ઘરે ઘર સુધી પાણી પહોંચવા લાગશે. જ્યાં પાણી કચ્છ જિલ્લા માટે પડકાર હતો, તેની સામે આજે આ સમસ્યા હલ થઇ છે.

  • 28 Aug 2022 01:31 PM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: આપણુ સ્મૃતિવન દુનિયાના સારા સ્મારકોને ટક્કર મારે તેવુ બનાવાયુ છે: PM Modi

    વડાપ્રધાને કહ્યુ કે, સ્મૃતિવનમાં પ્રદર્શન નિહાળીને જુની યાદો તાજી થઇ ગઇ છેે.  તેમણે કહ્યુ કે, આપણુ સ્મૃતિવન દુનિયાના સારા સ્મારકોની તુલનામાં એક પગલુ પણ ઓછુ નથી. શાળાના બાળકોને આ સ્મૃતિવન અવશ્ય બતાવવું જોઇએ. કચ્છમાં ભૂકંપ આવ્યો ત્યારે હું મુખ્યપ્રધાન ન હતો. જો કે જ્યારે મુખ્યપ્રધાન બન્યો ત્યારે મારા સેવાકાર્યોના અનુભવોએ મારો સાથ આપ્યો. મે ત્યારે જ નક્કી કરેલુ હતુ કે તમારા દરેક દુખમાં હું ભાગીદાર બનીશ.

  • 28 Aug 2022 01:22 PM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદીનું સંબોધન

    કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં કચ્છી ભાષાથી વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનની શરુઆત કરી હતી. સંબોધનની શરુઆતમાં વડાપ્રધાને જણાવ્યુ હતુ કે, આજે મારુ મન ઘણી બધી ભાવનાઓથી ભરેલુ છે. તેમણે જણાવ્યુ કે કચ્છમાં બનેલુ સ્મૃતિવન આખા દેશની વેદનાનું પ્રતીક છે. અનેક લોકોના આંસુથી સ્મૃતિવનના પથ્થરો સિંચાયા છે. રોડ શોમાં જે સ્વાગત થયુ અને ત્યાર બાદ સ્મૃતિવનના મેમોરિયલમાં હું ગયો તો ત્યાથી બહાર આવવાની ઇચ્છા જ નહોંતી થતી.

  • 28 Aug 2022 01:17 PM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: વડાપ્રધાન મોદીએ કચ્છ-ભૂજ બ્રાંચ કેનાલનું લોકાર્પણ કર્યુ

    વડાપ્રધાને કચ્છ જેવા સુકા પ્રદેશને પાણીની સમસ્યામાંથી ઉગારતી કચ્છ – ભુજ બ્રાંચ કેનાલનું  (Kutch- Bhuj branch cannel) લોકાર્પણ કર્યુ. રૂપિયા 1,745 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ નર્મદા નહેરની વિશેષતા અને તેનાથી થતા લાભની વાત કરીએ તો આ કેનાલને કારણે 948 ગામોને મોટો ફાયદો થશે.

    1. કચ્છ- ભૂજ બ્રાંચ કેનાલનો થશે ફાયદો
    2. કચ્છના 948 ગામ અને 10 નગરોમાં પીવાનું પાણી પૂરુ પાડવાનું આયોજન
    3. 182 ગામના 1 લાખ 10 હજાર હેક્ટરથી વધુ વિસ્તારને મળશે સિંચાઈનો લાભ
    4. શાખા નહેરની કુલ લંબાઈ 357.185  કિ.મી.
    5. નહેરની વહનક્ષમતા 120 ઘન મીટર પ્રતિ સેકન્ડ
    6. રાપર, ભચાઉ, અંજાર ગાંધીધામ, મુન્દ્રા અને માંડવી તાલુકામાંથી થાય છે પસાર
    7. ડિઝાઈન નિષ્ણાતો દ્વારા અત્યાધુનિક ભૂકંપપ્રૂફ કેનાલનું નિર્માણ
    8. કેનાલમાંથી પણ વીજ ઉત્પાદન કરવાનું આયોજન
    9. 3  ફોલ અને 3  પમ્પિંગ સ્ટેશન સાથેની અદભૂત એન્જિનિયરિંગ તકનીક
    10. વોટર કેનાલ બેડ પાવર હાઉસથી થશે 23 મેગાવોટથી વધુ વીજ ઉત્પાદન
    11. અભયારણ્યમાં ઘુડખર કેનાલ પાર કરી શકે તે માટે ખાસ રસ્તાનું નિર્માણ
    12. ઘુડખરની સુરક્ષા માટે કેનાલની બંને બાજુ બેરીકેડીંગ-ફેન્સીંગ
    13. કેનાલના પાણીથી ખાસ ક્ચ્છ જિલ્લાના ખેડૂતોને થશે લાભ
  • 28 Aug 2022 01:10 PM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડ મુખ્યપ્રધાને સભાને સંબોધી

    કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વડાપ્રધાન મોદી સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા. મુખ્યપ્રધાને કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં સભાને સંબોધી છે. તેમણે જણાવ્યુ કે , વડાપ્રધાને કચ્છને આપેલી વિકાસ ભેટ કચ્છના રણોત્સવની જેમ જ કચ્છના વિકાસને વિશ્વભરમાં ઝળકાવશે. મુખ્યપ્રધાને આ પ્રસંગે શ્યામજી કૃષ્ણવર્માને પણ યાદ કર્યા હતા. મુખ્યપ્રધાને જણાવ્યુ કે શ્યામજી કૃષ્ણવર્માની સ્મૃતિને ચીરકાલીન રાખવા વડાપ્રધાને ભારે જહેમત ઉઠાવીને તેમના અસ્થિ કળશને જીનીવાથી લાવીને માંડવીમાં કીર્તિ તીર્થ ખાતે પ્રસ્થાપિત કર્યાનું જણાવ્યુ હતુ.

  • 28 Aug 2022 12:56 PM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડ પહોંચ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડ પહોંચી ગયા છે. તેમની સાથે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ પણ હાજર છે. કચ્છના તમામ ધારાસભ્યો પણ આ પ્રસંગે સ્ટેજ પર હાજર છે.

  • 28 Aug 2022 12:32 PM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધશે વડાપ્રધાન મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિવન બાદ કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કરશે. જેમાં બે લાખ જેટલી જનમેદની ભેગી થવાનો અંદાજ છે. વડાપ્રધાન અહીં કચ્છને મોડકુબા સુધી નર્મદાના પાણીની ભેટ, અંજાર વીર બાળભૂમિ સ્મારક, ગાંધીધામ ખાતે આંબેડકર ભવન, ચાંદ્રાણી ખાતે નવા દુધ પ્રોસેસીંગ પ્લાન્ટ તથા ભુજ અને નખત્રાણા બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે.  ભુજ-ભીમાસરના નવા હાઇવે રોડના ખાતમુહર્ત સહિત સહિત 5 હજાર 79 કરોડના કામોની કચ્છને ભેટ આપશે.

  • 28 Aug 2022 12:18 PM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: ગાંધીનગરમાં મહાત્મા મંદિરમાં સુઝુકી કંપનીના કાર્યક્રમમાં આપશે હાજરી

    ભુજથી PM મોદી સુઝુકી કંપનીના કાર્યક્રમમાં ગાંધીનગર પહોંચશે. ભારતમાં સુઝુકી કંપનીના 40 વર્ષ પૂર્ણ થવા પર મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું આયોજન કરાયું છે જ્યાં PM મોદી સંબોધન કરશે. સાથો સાથ PM મોદી સુઝુકીના 2 પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે. ઈલેક્ટ્રિક વાહનોની બેટરીના ઉત્પાદન પ્લાન્ટ ગુજરાતના હાંસલપુરમાં ખુલશે. તો નવા વાહનોનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હરિયાણામાં ખોલવામાં આવશે. જેનુ શિલાન્યાસ PMના હસ્તે કરવામાં આવશે.

  • 28 Aug 2022 12:13 PM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: કચ્છના અંજારમાં ‘વીર બાળક સ્મારક’નું લોકાર્પણ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છના અંજારમાં ‘વીર બાળક સ્મારક’નું લોકાર્પણ કરશે. આ સ્મારકને  26 જાન્યુઆરી 2001ના રોજ આવેલા ગોઝારા ભૂકંપમાં જીવ ગુમાવનાર બાળકોને સમર્પિત કરવામાં આવ્યુ છે. અંજાર શહેરમાં શાળાના 185 બાળકો અને 20 શિક્ષકોનું રેલી દરમ્યાન ભુકંપમાં જીવ ગુમાવ્યા હતા. ગોઝારી ઘટનામાં જીવ ગુમાવેલા માસુમોની યાદમાં સ્મારકનું નિર્માણ કરવામાં આવ્યુ છે.  અંદાજે 17 કરોડના ખર્ચે "વીર બાળક સ્મારક"નું નિર્માણ કરાયુ છે. દિવંગત બાળકોને સમર્પિત આ મ્યૂઝિયમનું પાંચ વિભાગમાં નિર્માણ કરાયુ છે. પ્રથમ વિભાગમાં દિવંગતોની તસવીરો અને ભૂતકાળના સ્મરણો મુકવામાં આવ્યા છે. તો  મ્યૂઝિયમમાં દિવંગત બાળકોની તસવીરો અને સ્મૃતિચિહ્નો છે.

  • 28 Aug 2022 11:36 AM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: ભૂજના રિજિયોનલ સાયન્સ સેન્ટરની ખાસિયત

    • ભુજ ખાતે રિજિયોનલ સાયન્સ સેન્ટરનું નિર્માણ
    • 89 કરોડના ખર્ચે 10 એકરમાં અત્યાધુનિક સાયન્સ સેન્ટરનું નિર્માણ
    • કચ્છની સંસ્કૃતિને અનુરૂપ ભુંગા આકારની ડિઝાઇનમાં તૈયાર કરાયુ
    • 6 થીમ આધારીત ગેલેરી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે
    • મરિન નેવિગેશન ગેલેરી , સ્પેસ સાયન્સ ગેલેરી, એનર્જી સાયન્સ ગેલેરીનું નિર્માણ
    •  નેનો ટેકનોલોજી ગેલેરી, ફિલ્ડસ મેડલ ગેલેરી અને બોસાઇ ગેલેરીનું નિર્માણ
    • લેન્ડ સ્કેપિંગ ગાર્ડન, સબમરીન સિમ્યુલેટર, સોલાર ટ્રી અને ઉચ્ચ ગુણવત્તાનો ટેલિસ્કોપ
    • વિજ્ઞાનમાં રસ ધરાવનારાઓ માટે કાર્યશાળાનું આયોજન કરવા અલાયદી વ્યવસ્થા
    • મુલાકાતીઓ માટે કાફેટેરિયા સહિતની અત્યાધુનિક સુવિધાઓ
  • 28 Aug 2022 11:11 AM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: વડાપ્રધાને સ્મૃતિવન મેમોરિયલમાં વિજ્ઞાન સેન્ટરમાં નિહાળી ઝાંખી

    સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ તેમાં બનાવેલા વિજ્ઞાન સેન્ટરની મુલાકાત લીધી. તેના અલગ અલગ પ્રકલ્પોની ઝાંખી વડાપ્રધાને નિહાળી હતી.

  • 28 Aug 2022 10:50 AM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: વડાપ્રધાન મોદીએ સ્મૃતિવન મેમોરિયલનું લોકાર્પણ કર્યુ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ  કચ્છને સ્મૃતિવનની ભેટ આપી છે.  વડાપ્રધાન મોદીએ 175 એકરમાં બનાવેલા લોકાર્પણ કર્યું.  આ સ્મૃતિવન 400 કરોડના ખર્ચે તૈયાર થયેલુ છે.  આ સ્મૃતિવન ભૂકંપના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવારૂપ બનાવાયુ છે.

  • 28 Aug 2022 10:21 AM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: કચ્છના પારંપરિક નૃત્ય દ્વારા વડાપ્રધાનનું સ્વાગત

    ભૂજમાં રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો વડાપ્રધાનનું સ્વાગત કરવા આવી રહ્યા છે. રોડ શો દરમિયાન કચ્છના પારંપરિક નૃત્ય દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. વડાપ્રધાન પણ ભૂજવાસીઓનું અભિવાદન ઝીલી રહ્યા છે.

  • 28 Aug 2022 10:14 AM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: ભૂજના સ્મૃતિવન મ્યુઝિયમની વિશેષતા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્મૃતિવનનું લોકાર્પણ કરવાના છે. આ સ્મૃતિવનની કેટલીક વિશેષતાઓ છે.

    • ભૂકંપ બાદના વિકાસ અને કચ્છની ખુમારીને સમર્પિત સ્મૃતિવન
    •  ભુજના ભુજિયો ડુંગર પર 470 એકર વિસ્તારમાં પ્રોજેક્ટ નિર્માણ
    •  પ્રથમ તબક્કામાં 170 એકર વિસ્તારને વિકસિત કરવામાં આવી રહ્યો છે
    •  પ્રથમ તબક્કાના ઘટકોમાં 50 ચેકડેમનું નિર્માણ કરાયુ
    •  ચેકડેમ પર કુલ 12,932 પીડિત નાગરિકોના નામની તકતી લગાવાઈ
    •  સન પોઇન્ટ, 8 કિમી લંબાઇના ઓવરઓલ પાથવેનું નિર્માણ
    •  1 મેગાવોટ ક્ષમતાનો સોલાર પાવર પ્લાન્ટ તૈયાર
    •  300 વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ અને 3 લાખ વૃક્ષોનું વાવેતર
    •  રિયલટાઇમ ભૂકંપનો અનુભવ કરાવવા વિશેષ થિયટેરનું નિર્માણ
    •  વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકીનું એક સ્મૃતિવનમાં
    •  ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી કરાવશે ભૂકંપનો અનુભવ
    •  ડિજીટલ મશાલથી ભૂકંપમાં જીવ ગુમાવનારને અપાશે શ્રદ્ધાંજલિ
  • 28 Aug 2022 10:10 AM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: રાષ્ટ્રધ્વજ તથા નાચગાન સાથે વડાપ્રધાનનુ સ્વાગત

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી રોડ શોના પ્રારંભ સમયે પગપાળા ચાલીને જનતાનું અભિવાદન જીલ્યુ હતુ. રાષ્ટ્રધ્વજ તથા નાચગાન સાથે વડાપ્રધાનનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

  • 28 Aug 2022 10:01 AM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: ભૂજમાં વડાપ્રધાનનો ત્રણ કિલોમીટરનો રોડ શો

    જયનગર બાયપાસથી વડાપ્રધાન મોદીનો રોડ શો શરૂ થયો છે. આ રોડ શો ભુજની જનરલ હોસ્પિટલના બીજા ગેટ પાસે પૂર્ણ થશે.  3 કિ.મી રોડ શોમાં વડાપ્રધાનને આવકારવમાં માટે 7 જેટલા કલસ્ટર બનાવાયા છે. જેમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિના પહેરવેશ સાથે સંગીત સાથે વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.

  • 28 Aug 2022 09:58 AM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: કચ્છી વણાટની થીમ પર સ્મૃતિવનમાં ખાસ ગેલેરી

    વર્ષ 2001 બાદ કચ્છ કેવી રીતે ફરીથી ધમધમતું થશે તે મોટો પ્રશ્ન હતો. પરંતુ વણાટ કલાએ કચ્છને બેઠું કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. તેથી જ કચ્છી વણાટની થીમ પર સ્મૃતિવનમાં ખાસ ગેલેરી બનાવાઈ છે. જેમાં અનેક લોકોની સફળતાની વાતો સાંભળવા મળશે. પીએમ મોદી આવતીકાલે આ ગેલેરીની મુલાકાત લેશે.

  • 28 Aug 2022 09:31 AM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: સ્મૃતિવનમાં ભૂકંપના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા ખાસ ગેલેરી બનાવાઈ

    સ્મૃતિવનમાં ભૂકંપના મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ખાસ ગેલેરી બનાવાઈ છે. ભૂકંપમાં 12 હજારથી વધુ લોકો માર્યા ગયા હતા. તેમની ડિજિટલી શ્રદ્ધાંજલિ આપવા માટે ગેલેક્સી થીમ પર એક ગેલેરી તૈયાર કરવામાં આવી છે. આ ગેલેરીમાં પીએમ મોદી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવશે.

  • 28 Aug 2022 09:02 AM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: વડાપ્રધાન કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં વિશાળ જનસભા સંબોધશે

    PM Modi Visit Gujarat kutch Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભુજમાં 4400 કરોડના વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. સાથો સાથ 470 એકર વિસ્તારમાં બનાવવામાં આવેલા સ્મૃતિવનનું પણ ઉદ્ઘાટન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂજમાં સ્મૃતિવન બાદ કચ્છ યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે સભાને સંબોધન કરશે, જેમાં બે લાખ જેટલી જનમેદની ભેગી થવાનો અંદાજ છે. વડાપ્રધાન અહીં કચ્છને મોડકુબા સુધી નર્મદાના પાણીની ભેટ, અંજાર વીર બાળભૂમિ સ્મારક, ગાંધીધામ ખાતે આંબેડકર ભવન, ચાંદ્રાણી ખાતે નવા દુધ પ્રોસેસીંગ પ્લાન્ટ તથા ભુજ અને નખત્રાણા બસ સ્ટેશનનું લોકાર્પણ કરશે.. ભુજ-ભીમારસના નવા હાઇવે રોડના ખાતમુહર્ત સહિત સહિત 5 હજાર 79 કરોડના કામોની કચ્છને ભેટ આપશે.

  • 28 Aug 2022 08:59 AM (IST)

    PM Modi Visit Gujarat kutch Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કચ્છમાં 3 કિ.મી લાંબો રોડ શો કરશે

    PM Modi Visit Gujarat kutch Live:  PM મોદી 3 કિ.મી લાંબા રોડ શોથી પોતાના કચ્છ પ્રવાસની શરૂઆત કરશે. સવારે 9.15 કલાકે રોડ શો જયનગર બાયપાસથી શરૂ થશે અને ભુજની જનરલ હોસ્પિટલના બીજા ગેટ પાસે પૂર્ણ થશે. 3 કિ.મી રોડ શોમાં વડાપ્રધાનને આવકારવમાં માટે 7 જેટલા કલસ્ટર બનાવાયા છે. જેમાં કચ્છની ભાતીગળ સંસ્કૃતિના પહેરવેશ સાથે સંગીત સાથે વડાપ્રધાનનું સ્વાગત કરાશે. 

Published On - Aug 28,2022 9:08 AM

Follow Us:
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">