AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kutch : નવા વર્ષને આવકારવા ઊમટી પડયાં પ્રવાસીઓ, સહેલાણીઓએ રણમાંથી નિહાળ્યો વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત

પ્રવાસીઓએ (Tourist) વર્ષના છેલ્લા સૂર્યાસ્તને રણમાંથી નિહાળ્યો હતો. તો કેટલાક પ્રવાસીઓ વહેલી સવારે રણ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને વર્ષ 2023નો સૂર્યોદય નિહાળવાનો લ્હાવો લીધો હતો.  પ્રવાસીઓએ  પ્રાગ મહેલ , માંડવીના બીચ  સહિતના સ્થળોએ પરિવાર સાથે ફરવાની મોજ માણી રહ્યાં છે.

Kutch : નવા વર્ષને આવકારવા ઊમટી પડયાં પ્રવાસીઓ, સહેલાણીઓએ રણમાંથી નિહાળ્યો વર્ષનો છેલ્લો સૂર્યાસ્ત
નવ વર્ષને આવકારવા કચ્છમાં ઉમટયા પ્રવાસીઓ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2023 | 8:10 AM
Share

નાતાલ અને નવા વર્ષની ઉજવણી માટે ગુજરાતી પ્રવાસીઓ કચ્છ, ગીર સોમનાથ, દ્વારકામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડયા હતા. નાતાલના મીની વેકેશન દરમિયાન કચ્છના પ્રવાસન સ્થળો હાઉસફુલ થયા છે. કોરોના મહામારી બાદ પ્રથમવાર મોટી સંખ્યામાં પ્રવાસી કચ્છના પ્રવાસન સ્થળની મુલાકાત લઇ રહ્યાં છે. રણોત્સવ અને નાતાલના વેકશન દરમિયાન દોઢ લાખથી વધુ પ્રવાસીઓએ કચ્છની મુલાકાત લીધી છે જેથી હોટલથી લઇ તમામ રહેવાના સ્થળો હાઉસફુલ છે. ધાર્મિક, ઐતિહાસિક સ્થળ સહિત રણોત્સવ અને હવે સ્મૃતિવન જોઇ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને પ્રવાસન સ્થળોથી પ્રભાવિત થયા હોવાનુ જણાવ્યું હતું. પ્રવાસીઓએ વર્ષના છેલ્લા સૂર્યાસ્તને રણમાંથી નિહાળ્યો હતો. તો કેટલાક પ્રવાસીઓ વહેલી સવારે રણ વિસ્તારમાં પહોંચી ગયા હતા અને વર્ષ 2023નો સૂર્યોદય નિહાળવાનો લ્હાવો લીધો હતો.  પ્રવાસીઓએ  પ્રાગ મહેલ , માંડવીના બીચ, નારાયણ સરોવર  સહિતના સ્થળોએ પરિવાર સાથે ફરવાની મોજ માણી રહ્યાં છે.

રણોત્સવ માણવા દેશ વિદેશથી ઉમટયા છે પ્રવાસીઓ

કચ્છના  ધોરડોમાં યોજાતો રણ મહોત્સવ ધીરે ધીરે પ્રવાસીઓમાં ઘણો જાણીતો ગની ગયો છે અને  દેશ વિદેશમાંથી આવતા પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં રણ મહોત્સવને માણવા માટે આવે છે તો  બીજી તરફ  સામાજિક કાર્યો માે આવેલા એનઆરઆઇ પણ રણ મહોત્સવ તેમજ  ગુજરાતના વિવિધ  પ્રવાસન સ્થળોની અચૂક મુલાકાત લે છે. કચ્છમાં આવતા પ્રવાસીઓ ભૂજ શહેરમાં આવેલો આઇના મહેલ, ભૂજ મઆધાપર હાઇવે ઉપર આવેલા ભૂજોડા ક્રાફટ પાર્ક, માતાનો મઢ,  કાળો ડુંગર, ભારત પાકિસ્તાન બોર્ડર નજીકનો બ્રિજ- આ તમામ સ્થળોની મુલાકાત અચૂક લે છે. તેમજ  કચ્છની  હસ્તકળાની વસ્તુઓની ખરીદી કરે છે તેના કારણે સ્થાનિક રોજગારી અને  કળા કારીગરીને પણ વેગ મળે છે.

વિવિધ પ્રવાસન સ્થળો ઉપર પ્રવાસીઓનો ધસારો

દ્વારકા અને બેટ દ્વારકામાં પણ મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો વધ્યો છે. બેટ દ્વારકા જવા માટે ઓખા જેટીએ યાત્રિકો ફેરી બોટ મારફતે જતા હોય છે. અને બોટમાં કેપેસીટી કરતા વધારે પેસેન્જર બેસાડનાર સામે GMBએ લાલ આંખ કરી છે. GMB દ્વારા ફેરી બોટ વિરુદ્ધ કડક પગલા લઇ કેપેસીટી મુજબ પેસેન્જર બેસાડવાની સ્પષ્ટ સૂચના આપી હતી. જે બાદ યાત્રિકોને મર્યાદિત સંખ્યામાં બેસાડવામાં આવી રહ્યા છે. જોકે અહીં ફેરી બોટમાં ફરજીયાત લાઈફ જેકેટ પહેરાવાની સૂચના અપાઈ છે છતાં બોટ માલિકોએ ઉદાસીનતા દાખવી છે. પરંતુ ભારે ભીડ વચ્ચે યાત્રાળુઓની સુરક્ષા માટે પોલીસ ખડેપગે સેવા આપી રહી છે. અને પ્રસાસનની સુવ્યવસ્થા જાળવવા પ્રયાસ કરી રહી છે જેને લઇ યાત્રિકો પણ ખુશી વ્યક્ત કરી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">