કચ્છના પ્રવાસન સ્થળોએ પર્યટકોની ભીડ, તહેવારોમાં મોટી સંખ્યામાં પ્રવાસી પહોંચ્યા
પ્રવાસીઓએ બે વર્ષ બાદ નીડર બનીને પ્રાગમહેલ સહિતના સ્થળોએ પરિવાર સાથે ફરવાની મોજ માણી રહ્યાં છે.માંડવીના બીચ અને કચ્છના સફેદ રણમાં પણ ફરીને લોકોએ પ્રસન્નતા માણી હતી.
KUTCH : કચ્છના પ્રસિદ્ધ પર્યટન સ્થળો માતાના મઢ, રણોત્સવ, ભૂજિયા ડુંગર પર તહેવારો દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા.કોરોના સંક્રમણના કેસ ઘટતા રાજ્ય સરકારે પ્રવાસન સ્થળોએ અનેક છૂટછાટ આપી છે. જેથી પ્રવાસીઓએ બે વર્ષ બાદ નીડર બનીને પ્રાગમહેલ સહિતના સ્થળોએ પરિવાર સાથે ફરવાની મોજ માણી રહ્યાં છે.માંડવીના બીચ અને કચ્છના સફેદ રણમાં પણ ફરીને લોકોએ પ્રસન્નતા માણી હતી.
એક પ્રવાસીએ પોતાના પ્રવાસનો આનંદ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ભદ્રેશ્વર, 72 જિનાલય, અન્ય જૈન તીર્થો, માતાનો મઢ, રણોત્સવ કચ્છનું રણ, કાળો ડુંગર અને માંડવી બીચ આ બધા જ સ્થળોએ પર્યટન કર્યું. તેમણે કહ્યું આ બધા જ સ્થળોએ ખુબ સારી પબ્લિક આવી રહી છે અને હવે કોઈ તકલીફ જણાતી નથી.
તો એક મહિલાએ પોતાના પ્રવાસ અંગે આનદ વ્યક્ત કરતા કહ્યું કે કોરોના પછી 2 વર્ષ પછી ફરવા નીકળ્યા છીએ, અને આ કોરોનાકાળમાં બહુ જ બધું સીખવા મળ્યું છે. તેમણે કહ્યું કે ઘણા સમય બાદ પરિવાર સાથે ફરવા નીકળ્યા એનો ઘણો આનંદ છે. તેમણે કહ્યું આ સ્થળો ફરવાનો આનંદ ઘણો સારો રહ્યો, કોરોનાનો ડર હવે થોડો ઓછો છે અને આરોગ્ય માટે પણ ફરવું જરૂરી છે માટે તેઓ પરિવાર સાથે પર્યટન પર આવ્યાં હતા.
આ પણ વાંચો : પાટણ આર્ટ્સ કોલેજના વિદ્યાર્થીઓએ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે દિવાળી અને નવા વર્ષની ઉજવણી કરી
આ પણ વાંચો : MUKESH AMBANIના લંડનના નવા ઘરની વાત નીકળી અફવા, રિલાયન્સે સ્પષ્ટતા કરી અફવાનું ખંડન કર્યું