Kutch : જડબેસલાક સુરક્ષા વચ્ચે નાપાક હરકત, લખપત ક્રિકમાંથી પાક બોટ ઝડપાઇ ધુસણખોરો ભાગી ગયા

ભારતીય જળસીમામાં મોટીમાત્રામાં બોટ સાથે માછીમારી માટે ધુસણખોરીની ધટના પછી હાલ કચ્છની સરહદ પરનો એક વિડીયો ભારે ચર્ચામા છે. જેમાં બન્ને દેશની બોર્ડર પાસેના વિડીયોમાં પાક રેન્જર્સ તથા BSF ના જવાનો હથિયાર સાથે સામે-સામે આવી જાય છે અને નારેબાજી માહોલને વધુ ગંભીર બનાવે છે. જો કે BSF ના અધિકારીઓએ આ ધટનાને સામાન્ય ગણાવી હતી.

Kutch : જડબેસલાક સુરક્ષા વચ્ચે નાપાક હરકત, લખપત ક્રિકમાંથી પાક બોટ ઝડપાઇ ધુસણખોરો ભાગી ગયા
Gujarat Kutch BSF Seized Pakistani Boat
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Mar 11, 2022 | 11:46 PM

ગુજરાતના(Gujarat) દરિયા કિનારેથી પાકિસ્તાન(Pakistan)  દ્રારા સતત ભારતીય બોટના અપહરણના બનાવો વચ્ચે ગત મહિને BSF એ કચ્છના (Kutch) હરામીનાળામાં એક ઓપરેશન લોન્ચ કરી પાકિસ્તાનની મોટી માત્રમાં બોટ ઝડપી પાડી હતી. અને 6 માછીમારોને પણ ઝડપી પાડ્યા હતા અને ત્યાર બાદ સતત બી.એસ.એફ સહિતની અન્ય એજન્સીઓ સતર્ક રીતે દરિયાઇ સુરક્ષાને વધુ મજબુત બનાવી રહી છે. જો કે તે વચ્ચે પણ કચ્છના ક્રિક વિસ્તારમાં ફરી એક નાપાક હરકત સામે આવી છે અને ભારતીય જળસીમામાં ધુસી આવેલી એક પાકિસ્તાની બોટ કચ્છની લખપત ક્રિકમાંથી BSF એ ઝડપી પાડી છે. જો કે ભૌગોલીક સ્થિતીનો લાભ લઇ બોટમાં સવાર ધુસણખોરો ભાગી જવામા સફળ રહ્યા હતા પરંતુ BSF એ બોટનો કબ્જો લઇ વધુ તપાસ હાથ ધરી છે. જેમા પ્રાથમીક તપાસમાં બોટમાંથી માછીમારી સમાન સિવાય અન્ય કોઇ શંકાસ્પદ વસ્તુઓ મળી ન આવી હોવાનુ સામે આવ્યુ છે.

તમામ એજન્સીઓ એલર્ટ છતા ધુસણખોરી

ભારતીય જળસીમામાં મોટીમાત્રામાં બોટ સાથે માછીમારી માટે ધુસણખોરીની ધટના પછી હાલ કચ્છની સરહદ પરનો એક વિડીયો ભારે ચર્ચામા છે. જેમાં બન્ને દેશની બોર્ડર પાસેના વિડીયોમાં પાક રેન્જર્સ તથા BSF ના જવાનો હથિયાર સાથે સામે-સામે આવી જાય છે અને નારેબાજી માહોલને વધુ ગંભીર બનાવે છે. જો કે BSF ના અધિકારીઓએ આ ધટનાને સામાન્ય ગણાવી હતી. સાથે વિડીયો કઈ રીતે વાયરલ થયો તેની પણ તપાસ કરી રહી છે પરંતુ આ ગતીવીધી વચ્ચે સુરક્ષા મામલે વિવિધ એજન્સીઓ વધુ સતર્ક બની છે તાજેતરમાંજ ગુજરાતની મુલાકાતે આવેલા કોસ્ટગાર્ડના મુખ્ય અધિકારીએ પણ પાકિસ્તાનની વધેલી ગતીવીધીની નોંધ લેવા સાથે કોસ્ટગાર્ડની દરિયાઇ સુરક્ષાની સતર્કતાનુ જાત નિરીક્ષણ કરી જરૂરી સુચનો કર્યા હતા. જો કે વિવિધ દરિયાઇ એજન્સીઓની મજબુત સુરક્ષા વચ્ચે પણ પાકિસ્તાની માછીમારોએ ભારતીય સિમામાં ધુસણખોરી કરતા એજન્સીઓ મામલાની વધુ ગંભીરતાથી તપાસ કરી રહી છે.

અગાઉની બોટ કરતા જુદી છે બોટ

ગત મહિને BSF એ હરામીનાળામાં કરેલા એક ઓપરેશનમાં 18 બોટ સાથે 6 પાક માછીમારોને ઝડપી પાડ્યા હતા. અને ત્યાર બાદ પણ વધુ બોટની શક્યતાના પગલે BSF સતત પેટ્રોલીંગ કરતુ હતુ જો કે આજે પેટ્રોલીંગ દરમ્યાન લખપત ક્રિક વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ મળી આવી છે. BSFના જણાવ્યા મુજબ સુરક્ષાબળ ત્યા સુધી પહોચે ત્યા સુધી તેઓ નાશી જવામાં સફળ રહ્યા હતા. જો કે અગાઉ ઝડપાયેલી બોટ કરતા જુદી લાગતી આ બોટમાં અન્ય માછીમારો હોવાનુ અનુમાન છે. પરંતુ અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે BSF ઉંડાણ પુર્વક બોટની તપાસ સાથે સતત ક્રિક વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યુ છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

તાજેતરમાં UAV ઓપરેશન પછી હરામીનાળામા થયેલ સંયુક્ત ઓપરેશન અને ત્યાર બાદ કચ્છની સરહદ પર ભારત-પાક જવાનો સામે-સામે આવી જવાની ધટના કોસ્ટગાર્ડના વડાની ગુજરાત મુલાકાત સામાન્ય કરતા થોડી અલગ છે. કેમકે એક તરફ રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દા સાથે ડ્રગ્સ પેડલરો પણ સક્રિય છે. તેવાામાં BSF સહિત એજન્સીઓ વધુ સતર્ક બની છે અને તેનાજ પરિણામે વધુ એક પાકિસ્તાની બોટ કચ્છ સરહદેથી ઝડપાઇ છે.

આ પણ  વાંચો : PM Modi Gujarat Visit : પીએમ મોદી માતા હીરાબાને મળ્યા, સાથે ભોજન લીધું

આ પણ  વાંચો : PM Modi એ પંચાયત મહાસંમેલનમાં સરપંચોને ગામનો જન્મદિવસ ઉજવવા સૂચન કર્યું

g clip-path="url(#clip0_868_265)">