PM Modi Gujarat Visit : પીએમ મોદી માતા હીરાબાને મળ્યા, સાથે ભોજન લીધું

પીએમ મોદીએ  માતા હીરાબા સાથે મુલાકાત કરી હતી. તેવો માતા હીરાબાના આશીર્વાદ લીધા. તેમજ તેમણે માતા હીરાબા સાથે ભોજન લીધું હતું તેમજ બે દિવસના ગુજરાત પ્રવાસ વચ્ચે વડાપ્રધાને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 10:45 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi)  બે દિવસ 11 અને 12 માર્ચના રોજ ગુજરાતના(Gujarat)  બે દિવસના પ્રવાસે છે. જે દરમ્યાન આજે મોડી સાંજે  પીએમ મોદીએ  માતા હીરાબા(Hiraba)  સાથે મુલાકાત કરી હતી. તેવો માતા હીરાબાના આશીર્વાદ લીધા. તેમજ તેમણે માતા હીરાબા સાથે ભોજન લીધું હતું. માતા હીરાબા સાથે વડાપ્રધાન મોદીએ  સાદું ભોજન લીધું હતું. પીએમ મોદીએ  માતા સાથે બેસીને ખીચડી ખાધી હતી. તેમજ બે દિવસના ગુજરાત પ્રવાસ વચ્ચે વડાપ્રધાને પરિવાર સાથે સમય વિતાવ્યો હતો.

12 માર્ચના રોજ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદી ગુજરાતના મહેમાન બન્યા છે. પોતાના પ્રવાસના બીજા દિવસે એટલે 12 માર્ચના રોજ વડાપ્રધાન મોદી ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદીના કાર્યક્રમની વાત કરીએ તો. ગાંધીનગરમાં સવારે 11 કલાકે PM રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કાર્યક્રમમાં હાજર રહેશે. જ્યાં યુનિવર્સિટીના નવા સંકુલનું લોકાર્પણ કરશે.તેઓ અહીં પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.ત્યારબાદ તેઓ બપોરે 1 કલાકે રાજભવન પરત ફરશે.સાંજે રાજભવનથી નીકળીને વડાપ્રધાન મોદી અમદાવાદ નવરંગપુરા ખાતે આવેલા સરદાર પટેલ સ્ટેડિયમમાં સાંજે 6 કલાકે અમદાવાદમાં ખેલ મહાકુંભનો શુભારંભ કરાવશે.ત્યારબાદ વડાપ્રધાન મોદી રાત્રે 8.30 કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્લી જવા રવાના થશે.

અમદાવાદ એરપોર્ટથી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ સુધી રોડ શો

પીએમ મોદીએ ગુજરાતના બે દિવસના પ્રવાસના પ્રથમ દિવસે 11 માર્ચના રોજ અમદાવાદ એરપોર્ટથી ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ સુધી રોડ શો કર્યો હતો. તેમજ તેની બાદ કમલમ ખાતે ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક કરી હતી. તેની બાદ બપોરે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ગુજરાત પંચાયત મહાસંમેલનમાં જનપ્રતિનિધિઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ગુજરાતએ ગાંધી અને સરદારની ભૂમિ છે. પૂજ્ય બાપુએ હંમેશા ગ્રામીણ વિકાસ અને આત્મનિર્ભરતાની વાત કરી છે. આપણે જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ ત્યારે પૂજ્ય બાપુના ગ્રામ વિકાસ અને આત્મનિર્ભરતાના સ્વપ્નને સાકાર કરવા આપણે સૌ કટિબદ્ધ બનીએ. રાજ્યભરમાંથી ઉપસ્થિત રહેલા જન પ્રતિનિધિઓનું અભિવાદન કરતા પીએમ મોદીએ કહ્યું કે કોરોનાની વૈશ્વિક મહામારીએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો

ગુજરાત રાજ્યની પંચાયતી રાજ વ્યવસ્થા સમગ્ર દેશ માટે પ્રેરક

ગ્રામીણ વિકાસએ પૂજ્ય બાપુનું મહત્વનું સ્વપ્ન હતું. લોકતંત્રને મજબૂત કરવામાં પંચાયતી રાજ વ્યવસ્થાનું ખુબ મહત્વ છે તેમાં પરિણામલક્ષી ગતિ, પરિવર્તન લાવવાનું કામ સરપંચો અને જનપ્રતિનિધિઓ કરે છે ત્યારે ગુજરાત રાજ્યની પંચાયતી રાજ વ્યવસ્થા સમગ્ર દેશ માટે પ્રેરક બનશે તેવો વિશ્વાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા , 82 દર્દીઓ સાજા થયા

આ પણ  વાંચો:  Rajkot : RMCની તિજોરી તળિયા ઝાટક, 200 કરોડની લોન મેળવવા જાહેરાત આપી

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">