Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi એ પંચાયત મહાસંમેલનમાં સરપંચોને ગામનો જન્મદિવસ ઉજવવા સૂચન કર્યું

PM Modi એ પંચાયત મહાસંમેલનમાં સરપંચોને ગામનો જન્મદિવસ ઉજવવા સૂચન કર્યું

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 7:17 PM

પીએમ મોદીએ જણાવ્યું કે ગ્રામીણ વિસ્તારમાં લોકો હળીમળીને રહે તે રીતે ગામનો જન્મ દિવસ ઉજવીએ તેમજ ઉજાણીમાં દરેક લોકોને સામેલ કરવાનો આગ્રહ રાખીએ તેમજ બહારગામ રહેતા હોય તેમને પણ બોલાવીએ અને ઉત્સવમાં સહભાગી કરીએ. તેમજ ગામમાં આવશે તો તેના વિકાસ માટે સહયોગ પણ લોકો કરશે.

ગુજરાતમાં (Gujarat) બે દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ(PM Modi)  આજે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજિત ગુજરાત પંચાયત  મહાસંમેલનમાં (Gujarat panchayat MahaSanmelan) સરપંચો અને કાર્યકરોને સંબોધિત કર્યા હતા. તેમણે સંમેલનમાં હાજર સરપંચોને ગામનો પણ જન્મદિવસ ઉજવવા માટે સૂચન કર્યું હતું. તેમણે કહ્યું કે ગામમાં લોકો રહે અને તોરણ બાંધવામાં આવે તો તેને ગામ ગણવામાં આવે છે. તેવી જ રીતે ગ્રામીણ વિસ્તારમાં લોકો હળીમળીને રહે તે રીતે ગામનો જન્મ દિવસ ઉજવીએ તેમજ ઉજાણીમાં દરેક લોકોને સામેલ કરવાનો આગ્રહ રાખીએ તેમજ બહારગામ રહેતા હોય તેમને પણ બોલાવીએ અને ઉત્સવમાં સહભાગી કરીએ. તેમજ ગામમાં આવશે તો તેના વિકાસ માટે સહયોગ પણ લોકો કરશે. તેમજ આપને અનેક આવા નાના નાના કામ કરી શકીએ છીએ જેનાથી ગામનો વિકાસ સામૂહિક રીતે શક્ય બની શકે છે.

ગ્રામ પંચાયતમાં  સર્વાનુમતે સભ્યોની પસંદગી કરવી જોઇએ

આ ઉપરાંત પીએમ મોદીએ વધુમાં જણાવ્યું કે ગુજરાતમાં ઘણી સરપંચ બહેનો છે. તેમજ દેશના ખબર નહિ હોય કે ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં બહેનોનું પ્રતિનિધિત્વ વધારે છે. નાનપણ મને આચાર્ય વિનોબા ભાવેના પ્રવચનો વાંચવાનો અવસર મળ્યો હતો. તેમજ મે સર્વોદયની પ્રવુતિ સાથે જોડાયેલા દ્વારકાદાસ જોશીના મુખેથી અનેક વાતો સાંભળવા મળી હતી. તેમણે કહ્યું લોકસભા અને વિધાનસભાની ચુંટણી થાય તો વાંધો નહિ પરંતુ ગ્રામ પંચાયતની ચુંટણીમાં દીકરી ઘરે આવે કારણ કે સામાવાળા ચુંટણીમાં હાર્યા હોય અને વેરઝેર વર્ષો સુધી ચાલે પણ વિનોબા ભાવે કહેતા હતા કે ગ્રામ પંચાયતમાં  સર્વાનુમતે સભ્યોની પસંદગી કરવી જોઇએ.

75 વૃક્ષો વાવી અમૃત મહોત્સવ ઉજવીએ  

આઝાદીના અમૃતોત્સવ અંતર્ગત ઓગસ્ટ 2023 સુધીમાં 75 કાર્યક્રમો કરી શકીએ? 75 પ્રભાત ફેરી કરીએ. ગામ આખું ભેગું થઈને નક્કી કરે એક જગ્યા શોધીને ત્યાં 75 ઝાડ વાવીએ.75 ખેડૂતો નક્કી કરે કે આ વર્ષથી પ્રાકૃતિક ખેતી શરૂ કરશે. એક ટીંપુ પણ કેમિકલ નહીં નાંખીએ. આ ધરતી માતાને ઝેર પીવડાવીને આપણે દુઃખી કરી રહ્યા છીએ. આ ધરતીમાતાને બચાવવી એ આપણી જવાબદારી છે. યુરિયા ખાતર નાંખીએ તો માતાને પીડા થાય છે. આપણી માતાને પીડામાંથી મુક્ત કરવી જવાબદારી સંતાનની છે. પૈસા પણ બચશે અને ખેતરની પણ રક્ષા થશે.

આ પણ વાંચો : PM MODIએ કમલમમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીના નેતાઓને ભણાવ્યા પાઠ, 40 મિનિટના પ્રવચનમાં નેતાઓના લીધા કલાસ

આ પણ વાંચો : Dang માં તાપી પાર નર્મદા લિક પ્રોજેક્ટનો આદિવાસીઓએ અનોખી રીતે વિરોધ કર્યો, પ્રોજેક્ટ પડતો મુકવાની માંગ

Published on: Mar 11, 2022 07:14 PM
g clip-path="url(#clip0_868_265)">