Kutch: બન્નીના ઘાસના મેદાન અને પાણીની સમસ્યાના ઉકેલ માટે નીમાબેન આચાર્યએ યોજી બેઠક, આ યોજના અમલમાં મુકવા કરી માગ

આ બેઠકમાં ડૉ. નીમાબેન આચાર્યએ ભૂજ તાલુકાના ઝુરા ગામથી 6.04 કિ.મી. દૂર હેઠાવાસમાં વન વિભાગ દ્વારા NOC ન આપવાના કારણે લાંબા સમયથી પડતર રહેલા કાયલા- નાની સિંચાઇ યોજના સિંચાઇ તેમજ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે રજૂઆત કરી હતી.

Kutch: બન્નીના ઘાસના મેદાન અને પાણીની સમસ્યાના ઉકેલ માટે નીમાબેન આચાર્યએ યોજી બેઠક, આ યોજના અમલમાં મુકવા કરી માગ
Meeting organized by Nimaben Acharya to solve Bunny's meadow and water problem
Follow Us:
Jay Dave
| Edited By: | Updated on: Mar 11, 2022 | 9:04 AM

એક સમય હતો જ્યારે કચ્છ (Kutch)ના બન્ની વિસ્તાર કે જ્યા લખપત બાદ સૌથી વધુ પશુધન છે. ત્યા ઘાસના મેદાનો (Grass Land) લહેરાતા હતા. જો કે સમય જતા ત્યા થયેલા દબાણો અને માવજતના અભાવે મેદાનો ઘટી ગયા છે. બન્ની વિસ્તારમાં યોગ્ય પાણી વિતરણ વ્યવસ્થાના અભાવે ઉનાળામાં ભારે મુશ્કેલી સર્જાય છે. જેથી ભુજ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ એવા ડૉ. નીમાબેન આચાર્યએ (Dr. Nimaben Acharya)પાણી પુરવઠા અને પશુપાલન વિભાગના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે વન અને પર્યાવરણ મંત્રી તથા સંબંધિત વિભાગના અધિકારી સાથે બેઠકનું આયોજન કરી પડતર પ્રશ્નાનોના ઉકેલ માટે રજુઆત કરી.

ગાંધીનગર ખાતે સચિવ અને મંત્રી સ્તરની બેઠક યોજાઇ હતી. જેમાં પાણી પુરવઠાની “નલ સે જલ” યોજના તેમજ ભુજ તાલુકાના ઝુરા ગામ નજીક કાયલા ડેમ સાઇટથી દૂર કાયલા-2 નાની સિંચાઇ યોજના શરૂ થવા અંગે, રૂ. 310 લાખના ખર્ચે મંજૂર થયેલ કાઢવાંઢ બંધારા દ્વારા જમીનનું ધોવાણ અટકાવવા અંગે, તેમજ બન્ની વિસ્તારને હરીયાળો અને ખેતી લાયક બનાવવા તેમજ પશુઓના ઘાસચારા માટે બન્ની પ્રદેશના વિકાસ અંગે સવિસ્તાર ચર્ચા વિચારણા કરવામા આવી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

અટકેલા કામોથી વિકાસમાં વિંલબ

રાજયનું કોઇ ગામ, વિસ્તાર કે પરિવાર પીવાના પાણીની સુવિધાથી વંચિત ન રહી જાય તેવા ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલ રાજય સરકારની “નલ સે જલ” યોજનાનો કચ્છ જીલ્લામાં અસરકારક અમલ થઇ રહ્યો છે. માટે વન વિભાગના સ્થાનિક અધિકારીઓ દ્વારા અટકાવવામાં આવેલ પાઇપલાઇનનું કામ વન વિભાગ અને પાણી પુરવઠા વિભાગના સંકલન સાથે પ્રજાના હિતમાં શરૂ કરવામાં આવે તે માટે સચિવ અને મંત્રી સ્તરની તબકકાવાર બેઠકો યોજાઇ હતી. જેમાં પાણી પુરવઠાની પાઇપલાઇનના અટકાવેલા કામને તાત્કાલિક મંજૂરી આપવા વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ અનુરોધ કર્યો હતો અને તેના થકી બન્ની વિસ્તારના નાગરિકોના લાંબા સમયથી પડતર રહેલ પ્રશ્ન ઉકેલાય તેવી માગ પણ કરી હતી

આ બેઠકમાં વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્યએ ભૂજ તાલુકાના ઝુરા ગામથી આશરે 6.04 કિ.મી. દૂર હેઠાવાસમાં વન વિભાગ દ્વારા NOC ન આપવાના કારણે લાંબા સમયથી પડતર રહેલા કાયલા- નાની સિંચાઇ યોજના સિંચાઇ તેમજ આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવવા માટે રજૂઆત કરી હતી. સાથે જ પશુપાલન પ્રવૃતિ માટે અને પીવાના પાણીની સમસ્યાના નિરાકરણ માટે કાયલા-2 નાની સિંચાઇ યોજનાનું બાંધકામ તાકીદે શરૂ કરવા અને આ સમસ્યાનો હલ લાવવા બેઠકમાં તાકીદ કરી હતી. ભુજ મતવિસ્તારની ગ્રામીણ જનતાને તેનો વ્યાપક લાભ મળશે તેવી આશા તેમણે વ્યકત કરી હતી.

નીમાબેને આ યોજના અમલી મુકવા કરી માગ

-રૂ. 310 લાખ જેટલી રકમ જે કામ માટે મંજૂર થયેલી છે. જેનાથી કાઢવાંઢ બંધારાથી ખાવડા વિસ્તાર ખાતે આવતું પાણી રોકાશે, ચોમાસામાં પાણી મળતા લોકોના સ્થળાંતરનો પ્રશ્ન ઉકેલાશે તથા જમીનની ખારાશ આગળ વધતી અટકાવી શકાશે. આ કામ માટે સચિવ તથા મંત્રી સ્તરની બેઠક યોજીને વન વિભાગ દ્વારા તાત્કાલિક NOC અપાય તે જરૂરી છે.

-બન્ની વિસ્તારનો મોટો પ્રદેશ વ્યાપક રીતે પશુપાલકો અને પશુ જૈવિક ઉત્પાદનના વ્યવસાયકારો સાથે સંકળાયેલ હોવાથી ઘાસ માટેનો પ્રોજેકટ રિવાઇઝ કરીને મૂકવામાં આવે તો માત્ર બન્ની વિસ્તારને જ નહીં પરંતુ સમગ્ર કચ્છ પંથકને ઉચ્ચ ગુણવત્તા સભર ઘાસચારો પૂરા પાડી શકાય.

-ગૌચર ડેવલપમેન્ટ કરતી સમસ્ત મહાજન સંસ્થાની સાથે સુયોગ્ય સંકલન તેમજ મુંદ્રા અને માંડવી તાલુકાના સરપંચો સાથે જરૂરી પરામર્શ કરવામાં આવે તો બન્નીના ઘાસીયા વિસ્તારોનો મહ્દ અંશે વિકાસ સાધીને પશુઓ અને માલધારીઓનું કચ્છમાંથી મોટા પાયે થતું સ્થળાંતર રોકી શકાશે અને આ સરહદી પ્રાંતને વ્યાયસાયિક અને આર્થિક દ્રષ્ટિએ જીવંત રાખી શકાશે

કચ્છમાં નર્મદા યોજના ન આવવાથી કચ્છને દર વર્ષે પાણીની મુશ્કેલી સર્જાય છે. તેવામાં પશુપાલન આધારીત બન્ની વિસ્તારોમાં અટકી ગયેલા કામ ઝડપી થાય તેવા પ્રયત્ન હાથ ધરી વિધાનસભા અધ્યક્ષે ઉચ્ચ અધિકારીઓ અને મંત્રી સાથે બેઠક યોજી ઝડપી કાર્યવાહી માટે માગ કરી છે. જો કે વર્ષોથી ન ઉકેલાયો પ્રશ્ન હવે રજુઆત બાદ ક્યારે ઉકેલાય છે તે જોવુ રહ્યુ.

આ પણ વાંચો-

રાજ્યમાં ફાયર સેફટીની અમલવારી મામલે સરકારે રજૂ કર્યુ સોગંદનામુ, આટલા એકમો ફાયર NOC વિનાના છે

આ પણ વાંચો-

Ahmedabad કોર્પોરેશનની એકમાત્ર હિન્દી શાળાની દયનીય સ્થિતિ, 107 વિદ્યાર્થીઓ વચ્ચે શિક્ષક માત્ર એક

Latest News Updates

અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં નિવૃત ASI અને પત્નીની હત્યા, ડબલ મર્ડરને લઈ તપાસ શરુ
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
હિંમતનગરમાં PM મોદીની સભામાં એક લાખ લોકો ઉમટશે, વિશાળ ડોમ કરાયો તૈયાર
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
ધુવારણ ગામે ક્ષત્રિયોએ ઉમેદવાર મિતેશ પટેલને ગામમાં આવતા અટકાવ્યા-VIDEO
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
જય શ્રી રામ કહેવાથી વોટ નહી મળે, બી.એલ સંતોષે ભાજપ નેતાઓને ખખડાવ્યા
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
ક્ષત્રિય આંદોલનમાં આવ્યો વળાંક, પદ્મિનીબાએ PM મોદીનું કર્યું સમર્થન
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
PM મોદીના જાહેર સભા પહેલામાં ક્ષત્રિય સમાજના લોકોને શાંતિ જાળવવા અપીલ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
અમિત શાહ એડિટેડ વીડિયો કેસમાં ગુજરાતમાંથી 2 લોકોની ધરપકડ
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
સાવલી ગામ પાસેના અકસ્માતમાં મોતનો આંક 7 થયો
g clip-path="url(#clip0_868_265)">