Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજ્યમાં ફાયર સેફટીની અમલવારી મામલે સરકારે રજૂ કર્યુ સોગંદનામુ, આટલા એકમો ફાયર NOC વિનાના છે

રાજ્યમાં ફાયર સેફટીની અમલવારી મામલે સરકારે રજૂ કર્યુ સોગંદનામુ, આટલા એકમો ફાયર NOC વિનાના છે

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 7:45 AM

રાજ્યમાં નગરપાલિકા હસ્તગત વિસ્તારમાં બહુમાળી ઈમારતનો સર્વેની કામગીરી ચાલી રહી છે, નગરપાલિકા વિસ્તારમાં બી.યુ વિનાની 40 બહુમાળી ઈમારતો સિલ કરાઈ છે.

રાજ્યમાં ફાયર સેફટી (Fire Safety)ની અમલવારી મામલે સરકાર દ્વારા સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં હાલ 77 શાળા(School) અને 53 હોસ્પિટલ (Hospital) ફાયર NOC વિનાની છે. તો 77 શાળા પૈકી 69 શાળા સીલ કરવામાં આવી બાકીની બંધ થઈ ચુકી છે. તો 53 પૈકી 43 હોસ્પિટલ સિલ કરાઈ, 10 બંધ થઈ ગઈ છે..

રાજ્યમાં નગરપાલિકા હસ્તગત વિસ્તારમાં બહુમાળી ઈમારતનો સર્વેની કામગીરી ચાલી રહી છે, નગરપાલિકા વિસ્તારમાં બી.યુ વિનાની 40 બહુમાળી ઈમારતો સિલ કરાઈ છે. અમદાવાદની વાત કરીએ તો શહેરમાં ફાયર સેફ્ટીની અમલવારીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ સોગંદનામું રજૂ કર્યું છે. અમદાવાદમાં કુલ 3 હજાર 174 રહેણાંક પૈકી 1 હજાર 974 રહેણાંક પાસે ફાયર સેફટી NOC છે જ્યારે 1240 પાસે NOC નથી. રહેણાંક અને કોમર્શિયલ 1384 ઇમારતો પૈકી 1016 પાસે NOC છે તો 368 પાસે NOC નથી. કોમર્શિયલ બાંધકામમાં 1396 ઈમારતો પૈકી 1316 પાસે NOC, 80 પાસે નથી. તમામ 2477 શાળા અને 1761 હોસ્પિટલ-ક્લિનિકમાં ફાયર સેફટી NOC છે. તેમજ તમામ 86 મોલ, ઓડિટોરિયમ, થીયેટર ફાયર સેફટીથી સજ્જ છે.

જામનગર મહાનગરપાલિકા હદની 136 બિલ્ડીંગમાં ફાયર NOC ઈશ્યુ કરાઈ છે. જામનગરમાં 99 શાળા પૈકી 98 શાળામાં ફાયર સેફટી NOC છે. 112માંથી 111 હોસ્પિટલમાં ફાયર સેફટી, 1 સરકારી મેન્ટલ હોસ્પિટલ પાસે નથી, જેને નોટિસ પાઠવી દર્દી દાખલ ન કરવા સૂચના અપાઈ છે. તો સુરતમાં કુલ મળી 13343 પૈકી 1339માં ફાયર સેફટી NOC છે. સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં 883 રહેણાંક અને બહુમાળી ઇમારતોમાં ફાયર સેફટી NOC છે.

આ પણ વાંચો-

PM Narendra Modi આજથી બે દિવસનાં ગુજરાત પ્રવાસે, અમદાવાદ એરપોર્ટથી ગાંધીનગર કમલમ સુધી ભવ્ય રોડ શો

આ પણ વાંચો-

Russia Ukraine War: રાજકોટના ધોરાજીનો પ્લાસ્ટિક રિસાઈકલ ઉદ્યોગ ભીંસમાં, યુદ્ધની અસર કારખાના પર પડી

 

g clip-path="url(#clip0_868_265)">